આ દિવસે રિલીઝ થશે વિજય દેવરાકોંડાની ‘Liger’નું ટ્રેલર, 5 ભાષાઓમાં થશે લોન્ચ

'લાઈગર'નું ટ્રેલર 5 ભાષાઓમાં રિલીઝ થશે. ટ્રેલર લોન્ચ દરમિયાન વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે સહિત સમગ્ર Liger ટીમ હાજર રહેશે.

આ દિવસે રિલીઝ થશે વિજય દેવરાકોંડાની 'Liger'નું ટ્રેલર, 5 ભાષાઓમાં થશે લોન્ચ
આ દિવસે રિલીઝ થશે વિજય દેવરાકોંડાની 'Liger'નું ટ્રેલર
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Jul 19, 2022 | 1:03 PM

Liger : સાઉથ અભિનેતા વિજય દેવરકોંડાની આગામી ફિલ્મ લાઈગરમાં જોવા મળશે, આ ફિલ્મ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે, સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા પણ પોતાની આવનારી ફિલ્મ લાઈગર (Liger)ને લઈ ખુબ ઉત્સાહિત છે. દેવરકોંડા (Vijay Deverakonda)ના ચાહકો પણ તેની એક ઝલક જોવા માટે રાહ જોઈ રહ્યા છે. ત્યારે ફિલ્મને લઈ વધુ એક જાણકારી સામે આવી છે, જેમાં ફિલ્મનું ટ્રેલર 21 જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં વિજય દેવરકોંડા સિવાય અનન્યા પાંડે પણ મુખ્ય ભુમિકામાં છે, ફિલ્મના ટ્રેલર લોન્ચિગ દરમિયાન આખી લાઈગર ટીમ હાજર રહેશે.

હૈદરાબાદ અને મુંબઈમાં રિલીઝ થશે ટ્રેલર

વિજય દેવરકોંડા આ ફિલ્મમાં પોતાનું બોલિવુડ ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. વિજય દેવરકોંડાની આ ફિલ્મને પુરી જગ્ગ્નાથે ડાયરેક્ટ કરી છે. દેવરકોંડાની સાથે અનન્યા પાંડે પણ જોવા મળશે. આ બંન્ને કલાકારો સિવાય ફિલ્મમાં માઈક ટાયસન પણ જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર 21 જુલાઈના રોજ મુંબઈ અને હૈદરાબાદમાં લોન્ચ કરવમાં આવશે. તમને જણાવી દઈએ કે, ટ્રેલરને 5 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.

મળતી જાણકારી અનુસાર હૈદરાબાદમાં સવારે 9 30 કલાકે સુદર્શન થિએટરમાં ટ્રેલર રિલીઝ કરવામાં આવશે. જ્યારે મુંબઈના અંધેરીમાં સિનેપોલિસમાં રાત્રે 7 30 કલાકે ટ્રેલર લોન્ચ થશે.

ફિલ્મ લાઈગર 25 ઓગસ્ટના રોજ સિનેમાધરોમાં રિલીઝ થશે

આ ફિલ્મમાં સાઉથ સ્ટાર વિજય દેવરકોંડાનો એક અલગ રુપ જોવા મળશે. સાઉથ સ્ટારે કેટલાક દિવસ પહેલા જ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે પોતાનો લુક ચાહકો સાથે શેર કર્યો હતો. તેમણે લખ્યું કે. તેની આવનારી ફિલ્મ લાઈગર 25 ઓગસ્ટના રોજ સિનેમાધરોમાં રિલીઝ થશે હવે ફિલ્મની રિલીઝ ડેટ જાણયા બાદ ચાહકોનો ઉત્સાહ વધ્યો છે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati