No Celebration: શાહરૂખ અને ગૌરીએ આજે નથી ઉજવી ​​લગ્નની 30મી વર્ષગાંઠ, પુત્ર આર્યન ઘરે આવે તેની છે પ્રતીક્ષા

Shah Rukh Khan and Gauri Khan Wedding Anniversary : શાહરૂખ ખાનની ગૌરી સાથે મુલાકાત દિલ્હીમાં થઈ હતી. બંને દિલ્હીના છે. ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ, શાહરુખ અને ગૌરીએ એકબીજા સાથે 25 ઓક્ટોબર, 1991 ના રોજ લગ્ન કર્યા હતા.

No Celebration: શાહરૂખ અને ગૌરીએ આજે નથી ઉજવી ​​લગ્નની 30મી વર્ષગાંઠ, પુત્ર આર્યન ઘરે આવે તેની છે પ્રતીક્ષા
Gauri Khan, Shah Rukh Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 11:34 PM

આજે એટલે કે 25 ઓક્ટોબરે બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને ગૌરી ખાન (Gauri Khan)ની 30મી લગ્નની વર્ષગાંઠ છે. જો કે આ વખતે આ બોલિવૂડ કપલ તેમની લગ્નની વર્ષગાંઠની ઉજવણી નથી કરી રહ્યું અને તેનું કારણ છે તેમનો પુત્ર આર્યન ખાન (Aryan Khan).

આર્યન ખાન ડ્રગ્સના કેસમાં છેલ્લા ઘણા દિવસોથી આર્થર રોડ જેલ (Arthur Road Jail)માં બંધ છે. ગૌરી અને શાહરૂખ બંને તેમના પુત્ર આર્યનને જલ્દીથી જેલમાંથી મુક્ત કરાવવા પ્રયાસ કરી રહ્યા છે. આવતીકાલે એટલે કે 26 ઓક્ટોબરે બોમ્બે હાઈકોર્ટ આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી કરશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

દરમિયાન, ગૌરી અને શાહરુખે સાથે મળીને નક્કી કર્યું કે જ્યાં સુધી તેમનો પુત્ર આર્યન ઘરે પરત નહીં આવે ત્યાં સુધી તેમના ઘરે મન્નતમાં કોઈ ઉજવણી નહીં થાય. ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કારણે શાહરૂખ અને ગૌરીએ આજે ​​તેમની 30મી વેડિંગ એનિવર્સરી પણ સેલિબ્રેટ કરી નથી. તે બંને નથી ઈચ્છતા કે તે પોતાના પુત્ર વગર કોઈ પણ સેલિબ્રેશન કરે.

આર્યનની ગેરહાજરીમાં કોઈ ઉજવણી થશે નહીં

અગાઉ અહેવાલ હતો કે ગૌરી ખાને તેમના ઘરના સ્ટાફને સૂચના આપી છે કે જ્યાં સુધી આર્યન ઘરે પરત નહીં ફરે, ત્યાં સુધી ઘરમાં કોઈ મીઠાઈ નહીં બનાવાય. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ગૌરીએ આ નિર્ણય ત્યારે લીધો જ્યારે તેમણે ઘરના રસોડામાં એક સ્ટાફને ખીર બનાવતા જોયો. ગૌરીએ તરત જ તે સ્ટાફને ખીર બનાવવાનું બંધ કરવા કહ્યું અને બધાને સૂચના આપી કે જ્યાં સુધી આર્યન પાછો નહીં આવે ત્યાં સુધી ઘરમાં કોઈ સ્વીટ ડિશ તૈયાર કરવામાં આવશે નહીં.

શાહરુખ ખાન અને ગૌરીની લવ સ્ટોરી

શાહરૂખ ખાનની ગૌરી સાથે મુલાકાત દિલ્હીમાં થઈ હતી. બંને દિલ્હીના છે. ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ શાહરુખ અને ગૌરીએ એકબીજા સાથે 25 ઓક્ટોબર, 1991ના રોજ લગ્ન કર્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી શાહરૂખ અને ગૌરીએ સાથે મળીને ઘણા ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે.

શાહરૂખ ખાન ગૌરીને કેટલો પ્રેમ કરતો હતો તે કોઈથી છુપાયેલું નથી. તેમની લવ સ્ટોરીની વાર્તાઓથી સાઈટ્સ ભરેલી પડી છે. તે વાર્તાઓ માંની એક એવી છે કે ગૌરી ખાનનો ભાઈ નહોતો ઈચ્છતો કે તેની બહેન શાહરૂખ ખાન સાથે લગ્ન કરે, પરંતુ શાહરૂખ ખાન પીછેહઠ કરવા તૈયાર ન હતા.

એક સમય તો એવો પણ આવ્યો હતો, જ્યારે ગૌરીના ભાઈઓએ શાહરૂખ ખાન તરફ બંદૂક બતાવી હતી. નસીબ જોગે તેની બંદૂકમાંથી કોઈ ગોળી નીકળી ન હતી. શાહરૂખને ગૌરીના પરિવારને મનાવવામાં ઘણો સમય લાગ્યો, કારણ કે તે ઈન્ટરફેથ લગ્નની વિરુદ્ધ હતા. આવો દાવો ઘણી વેબસાઈટોમાં કરવામાં આવ્યો છે. ગૌરી હિંદુ બ્રાહ્મણ પરિવારમાંથી છે, જ્યારે શાહરૂખ પઠાણ છે. ઘણા પ્રયત્નો છતાં બંનેએ 25 ઓક્ટોબર, 1991ના રોજ લગ્ન કર્યા હતા અને હવે બંનેને ત્રણ બાળકો છે – આર્યન ખાન, સુહાના ખાન અને અબરામ ખાન.

આ પણ વાંચો :- સુપરસ્ટાર Rajinikanthને મળ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ, યાદ કરી કંડક્ટરથી એક્ટર બનવા સુધીની સફર

આ પણ વાંચો :- Bunty Aur Babli 2 Trailer: ડબલ હશે બંટી ઔર બબલીની ધમાલ, સિદ્ધાંત અને શાર્વરીએ કરી દીધી છે ગેમ અપ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">