Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુપરસ્ટાર Rajinikanthને મળ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ, યાદ કરી કંડક્ટરથી એક્ટર બનવા સુધીની સફર

સાઉથના સ્ટાર રજનીકાંત (Rajinikanth)ને આજે દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને આ એવોર્ડ સિનેમામાં તેમના યોગદાન માટે આપવામાં આવ્યો છે.

સુપરસ્ટાર Rajinikanthને મળ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ, યાદ કરી કંડક્ટરથી એક્ટર બનવા સુધીની સફર
Rajinikanth, Dada Saheb Phalke Award
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 5:12 PM

દક્ષિણના સુપરસ્ટાર અભિનેતા રજનીકાંત (Rajinikanth)ને દાદાસાહેબ ફાળકે એવોર્ડ (Dada Saheb Phalke Award)થી સન્માનિત કરવામાં આવ્યા છે. રજનીકાંતને આ એવોર્ડ આપવાની જાહેરાત એપ્રિલમાં જ કરવામાં આવી હતી. ત્યારથી તેમના ચાહકો ખૂબ ઉત્સાહિત હતા. આજે તેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર
Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?
47 મેચમાં ફક્ત 1 એવોર્ડ, હવે 8 મેચમાં 4 જીતી લીધા
Piles Remedy : પાઈલ્સ માટે બેસ્ટ ઔષધિ કઈ છે? જાણો

આજે દિલ્હીમાં યોજાયેલા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ઉપ રાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ દ્વારા રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો હતો. રજનીકાંતે પોતાનો એવોર્ડ નિર્માતાઓ, દિગ્દર્શકો, ફિલ્મ ફર્ટિનિટી અને ચાહકોને સમર્પિત કર્યો છે.

દીકરી અને જમાઈ સાથે ગયા ફંક્શનમાં

રજનીકાંતની સાથે તેમના જમાઈ ધનુષ (Dhanush) અને પુત્રી ઐશ્વર્યાએ પણ આ ફંક્શનમાં હાજરી આપી હતી. ધનુષને તેની ફિલ્મ અસુરન માટે બેસ્ટ એક્ટર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

પોતાની જર્નીને કરી યાદ

દાદાસાહેબ પુરસ્કારથી સન્માનિત થયા બાદ રજનીકાંતે પોતાની સફર યાદ કરી. તેમણે બસ કંડક્ટરથી લઈને એક સારા અભિનેતા બનવા સુધીની તેમની સફરને યાદ કરી અને તેમના જૂના મિત્રોનો આભાર માન્યો, જેમણે તેમને ફિલ્મ ઉદ્યોગમાં જોડાવાનું કહ્યું હતું.

ગાયિકા આશા ભોસલે (Asha Bhosle), શંકર મહાદેવન (Shankar Mahadevan), અભિનેતા મોહનલાલ (Mohanlal), બિસ્વજીત ચેટર્જી (Biswajit Chatterjee) અને ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈ (Subhash Ghai) જ્યુરીનો ભાગ હતા. જેમણે આ વર્ષે દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવા માટે રજનીકાંતની પસંદગી કરી હતી. રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં અભિનેતા વિશ્વજીત ચેટર્જીએ કહ્યું કે તેમણે સન્માન માટે રજનીકાંતને પસંદ કર્યા કારણ કે તેઓ એક “પ્રતિભાશાળી” વ્યક્તિ છે અને ખૂબ જ “ડાઉન ટુ અર્થ” છે.

રજનીકાંતે ચાહકોનો માન્યો આભાર

રવિવારે રજનીકાંતે નિવેદન શેર કર્યું અને તેમનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે આવતીકાલ મારા માટે બે પ્રસંગોને કારણે ખાસ છે. એક તમારા પ્રેમ અને સમર્થન માટે મને દાદાસાહેબ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. બીજું કારણ કે તેમની પુત્રી સૌંદર્યા અવાજ આધારિત એક એપ લોન્ચ કરવા જઈ રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો રજનીકાંત દિવાળી પર પોતાના ફેન્સને ખાસ ગિફ્ટ આપવા જઈ રહ્યા છે. તેમની ફિલ્મ અન્નથે દિવાળી પર રિલીઝ થવા જઈ રહી છે. આ એક એક્શન ફિલ્મ હશે.

આ પણ વાંયો :- Friends Again :દુશ્મની ભૂલી મિત્ર બન્યા સલમાન ખાન અને Sanjay Leela Bhansali, આ પ્રોજેક્ટ માટે આવી રહ્યા છે સાથે

આ પણ વાંયો :- એક ઈવેન્ટ દરમિયાન અભિનેત્રી Shraddha Kapoorની હોટ સ્ટાઈલે બનાવી હેડલાઈન્સ, જુઓ અભિનેત્રીની તસ્વીરો

g clip-path="url(#clip0_868_265)">