New OTT Release : આ ઓટીટી પર રિલીઝ થશે રાજકુમાર રાવ-ક્રિતી સેનનની ફિલ્મ હમ દો-હમારે દો

Hum do Humare do OTT Release : અન્ય ફિલ્મોની જેમ, આ ફિલ્મે પણ OTT રિલીઝનો માર્ગ અપનાવવાનું વધુ સારું માન્યું કારણ કે થિયેટરો હજી સંપૂર્ણ રીતે ખુલ્યા નથી.

New OTT Release : આ ઓટીટી પર રિલીઝ થશે રાજકુમાર રાવ-ક્રિતી સેનનની ફિલ્મ હમ દો-હમારે દો
Rajkummar Rao, Kriti Sanon

બરેલી કી બર્ફી બાદ રાજકુમાર રાવ (Rajkummar Rao) અને ક્રિતી સેનન (Kriti Sanon) તેમની ફિલ્મ ‘હમ દો હમારે દો’ (Hum do Humare Do) માં એકવાર ફરી સ્ક્રીન શેર કરતા જોવા મળશે. ફિલ્મ હવે સંપૂર્ણપણે તૈયાર છે અને ફિલ્મના નિર્માતા દિનેશ વિજને તેની રિલીઝ અંગે મોટો ખુલાસો કર્યો છે.

OTT પર થશે ફિલ્મ રિલીઝ (OTT Release)

ફિલ્મના નિર્માતા દિનેશ વિજન તેમની આગામી ફિલ્મ ‘હમ દો હમારે દો’ થિયેટરોમાં નહીં પરંતુ OTT પ્લેટફોર્મ ડિઝની હોટસ્ટાર પર રજૂ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું કારણ એ છે કે થિયેટરોમાં કોવિડને કારણે હજુ પણ દર્શકોનું ઓછું આવવાનું છે. તેથી મેકર્સ ઈચ્છે છે કે ફિલ્મ યોગ્ય કિંમતે વેચીને ઓટીટી પર રજૂ કરવામાં આવે.

દિનેશ વિજન પ્રથમ નિર્માતા છે જેમણે કોવિડ 19 ના પ્રથમ તબક્કા પછી તેમની હોરર કોમેડી ફિલ્મ રૂહીને ઓટીટી પર રિલીઝ કરી હતી, જ્યારે આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થવાની હતી અને ફિલ્મને કોઈ ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો.

ફિલ્મની વાર્તા હશે કંઈક આ પ્રકારની (Storyline)

આ ફિલ્મ એક પરિણીત દંપતીની વાર્તા છે જે પોતાના માટે મા બાપને ગોદ લેવા માંગે છે. આ એક કોમેડી ફિલ્મ હશે પરંતુ આ અનોખો વિચાર ફિલ્મને ખાસ બનાવી રહ્યો છે. ફિલ્મમાં રત્ના પાઠક શાહ અને પરેશ રાવલ મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે. અભિષેક જૈન ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે અને દિનેશ વિજન પ્રોડ્યુસ કરશે.

પોતાને બહારની નથી માનતી ક્રિતી

ક્રિતીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની છેલ્લી રજૂઆત મિમી (Mimi) છે. તે OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. ક્રિતી સેનન મીમીમાં સરોગેટ મધર બની હતી. ફિલ્મમાં કૃતિ સાથે પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મની સફળતા બાદ એક ઈન્ટરવ્યુમાં ક્રિતીએ કહ્યું હતું કે, હું હવે મારી જાતને બહારની વ્યક્તિ નથી કહેતી. હું આ ઉદ્યોગનો ભાગ છું.

મેં મારી પોતાની જગ્યા બનાવી છે. હું અહીં ઘર જેવું અનુભવું છું. હું તે કામ કરી રહી છું જે હું હંમેશા જ કરવા માંગતી હતી. લોકોએ મારા પર વિશ્વાસ કર્યો અને મને ઘણી તકો આપી. હું આને મારું ઘર, મારી જગ્યા કહું છું. હું મારી જાતને બહારની નથી કહેવા માંગતી કારણ કે આ મારું ઘર છે. પરંતુ હા મારે ફિલ્મી બ્રેકગ્રાઉન્ડ ન હોવાના લીધે થોડો સમય લાગ્યો છે.

મિમીમાં ક્રિતી સેનનની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ક્રિતીની ઘણી ફિલ્મો લાઇનમાં છે, જેની પ્રેક્ષકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. રાજકુમાર રાવની વાત કરીએ તો તે હવે બધાઈ હોની સિક્વલ બધાઈ 2 (Badhai 2) માં જોવા મળશે. તેમજ ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.

 

આ પણ વાંચો :- Nusrat Jahan Baby’s Father: અભિનેત્રી નુસરત જહાંના બાળકના પિતાનું નામ થયું જાહેર, જાણો બર્થ સર્ટિફિકેટમાં કોનું છે નામ?

આ પણ વાંચો :- T-Seriesની ઓફિસના ગણપતિના દર્શન કરવા પહોંચ્યા રોહિત શેટ્ટી સહિત ઘણા સ્ટાર્સ, જુઓ તસ્વીરો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati