AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૂર્વ પત્ની આલિયા સાથે સમાધાન કરવા તૈયાર Nawazuddin Siddique, બસ આ શરત સ્વીકારવી પડશે

બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી હાલમાં પોતાના અંગત જીવનને લઈને સતત ચર્ચામાં છે. તેણે હવે પૂર્વ પત્ની આલિયા સાથે સમાધાન કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ તેઓ પોતાના બાળકોના ભવિષ્યને લઈને પણ ચિંતિત છે.

પૂર્વ પત્ની આલિયા સાથે સમાધાન કરવા તૈયાર Nawazuddin Siddique, બસ આ શરત સ્વીકારવી પડશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2023 | 3:27 PM
Share

Nawazuddin Siddiqui and Aaliyah Relation : બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી છેલ્લા કેટલાક સમયથી પોતાના અંગત જીવનને લઈને સતત ચર્ચામાં છે. અભિનેતાની પત્નીએ થોડા સમય પહેલા એક વીડિયો શેર કર્યો હતો અને ગેંગ્સ ઓફ વાસેપુર ફેમ અભિનેતા પર ઘણા આરોપો લગાવ્યા હતા. નવાઝે પણ આના પર પ્રતિક્રિયા આપી અને એક લાંબી નોટ લખી. હવે આવેલા અહેવાલો અનુસાર, અભિનેતા તેની પૂર્વ પત્ની સાથે સમાધાન કરવા માટે તૈયાર છે. નવાઝનું કહેવું છે કે, જો તેના બાળકોને તેને મળવા દેવામાં આવશે તો તે તેની habeas corpusની અરજી પાછી ખેંચી લેશે.

રિપોર્ટ્સનું માનીએ તો બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી પોતાના બાળકોને મળવા આતુર છે. અભિનેતા તેના બાળકોને ખૂબ પ્રેમ કરે છે પરંતુ પૂર્વ પત્ની સાથે ચાલી રહેલા વિવાદને કારણે તે પોતાના બાળકોને મળી શકતો નથી. આ સાથે આ કેસના કારણે બાળકોના ભણતર પર પણ માઠી અસર પડી રહી છે. આવી સ્થિતિમાં નવાઝનું કહેવું છે કે જો આલિયા સિદ્દીકી તેને બાળકોને મળવા દેશે તો તે અરજી પાછી ખેંચી લેશે અને કોઈ મતભેદ નહીં રહે. અભિનેતાએ તેમના વતી આ પહેલ કરી છે.

નવાઝે એક લાંબી પોસ્ટ લખી

આ પહેલા નવાઝે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે પત્ની દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર મૌન તોડ્યું હતું. તેણે કહ્યું હતું કે, મારા મૌનને કારણે મારે હંમેશા ખરાબ બનવું પડ્યું છે. હું એટલા માટે શાંત રહું છું જેથી મારા બાળકોને આ બધા વિશે ખબર ન પડે અને મામલો આગળ ન વધે. મારી ભૂતપૂર્વ પત્ની મારા બાળકોનું જીવન બરબાદ કરવા પર બેઠી છે. તેઓ આટલા લાંબા સમયથી શાળાએ જઈ શક્યા નથી. જ્યારે શાળામાંથી સતત પત્રો આવતા રહે છે.તેને માત્ર વધુ પૈસાથી મતલબ છે.

આલિયાએ અનેક આરોપો લગાવ્યા

તમને જણાવી દઈએ કે, નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયાના છૂટાછેડા થઈ ગયા છે અને બંને અલગ રહે છે. નવાઝ તેને દર મહિને અમુક રકમ આપે છે. પરંતુ આલિયાની બાજુથી હંમેશા એક અલગ બાજુ રાખવામાં આવે છે. તેણે નવાઝ અને તેના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. બંનેનું આ યુદ્ધ લાંબા સમયથી ચાલી રહ્યું છે અને તેનો કોઈ ઉકેલ મળી શકતો નથી. હવે નવાઝે તેમના તરફથી પહેલ કરી છે. હાલમાં આલિયા તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">