Gadar 2 : બુટા સિંહની રિયલ લાઈફ love storyથી પ્રેરિત છે તારા સિંહ અને સકીનાની ફિલ્મ ગદર

Gadar Real Story: 'ગદર એક પ્રેમ કથા' 2001માં રિલીઝ થઈ ત્યારે તેણે દેશભરમાં ખળભળાટ મચી ગયો અને હવે તેનો બીજો ભાગ રિલીઝ થવા માટે તૈયાર છે.

Gadar 2 : બુટા સિંહની રિયલ લાઈફ love storyથી પ્રેરિત છે તારા સિંહ અને સકીનાની ફિલ્મ ગદર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 3:48 PM

Gadar 2 : ‘ગદર 2’ 11 ઓગસ્ટે આજે રિલીઝ થઈ ગઈ છે. સની દેઓલ અને અમીષા પટેલની આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. લોકો તારા સિંહ અને સકીનાની લવસ્ટોરીને ફરીથી સ્ક્રીન પર જોવા પહોંચી ચૂક્યા છે. બીજી તરફ, 2001માં જ્યારે ‘ગદર એક પ્રેમ કથા’ રિલીઝ થઈ ત્યારે તેણે દેશભરમાં હલચલ મચાવી દીધી હતી. 2014 સુધી, આ ફિલ્મ ભારત-પાકિસ્તાનના ભાગલા પર બનેલી સૌથી વધુ જોવાયેલી હિન્દી ફિલ્મ બની હતી. જો કે આજે અમે તમને ગદર ફિલ્મની સ્ટોરી નહીં જણાવીએ, પરંતુ આજે અમે તમને એવા સૈનિકની સ્ટોરી જણાવી રહ્યા છીએ જેમના જીવન પર ‘ગદર’ (Gadar) બની હતી.

આ પણ વાંચો : Why Movies Release On Friday: શું તમને ક્યારેય વિચાર આવ્યો કે શુક્રવારના દિવસે જ ફિલ્મો રિલીઝ કેમ થાય છે,જાણો શું છે કારણ

બુટા સિંહ અને ઝૈનબની સ્ટોરી છે શાનદાર

Gadar: Ek Prem Katha 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા પર આધારિત છે. જેમાં સની દેઓલ સરદારના રોલમાં અને અમીષા પટેલ મુસ્લિમ યુવતીના રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મની સ્ટોરી બુટા સિંહ અને ઝૈનબની સ્ટોરી પર આધારિત હતી, જેમની દુખદ પ્રેમ કહાનીએ ભારતથી પાકિસ્તાન સુધીના લોકોને હચમચાવી દીધા હતા. આ સ્ટોરીમાં બુટા સિંહ બ્રિટિશ આર્મીમાં ભૂતપૂર્વ શીખ સૈનિક હતા. 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. આ રમખાણોમાં એક મુસ્લિમ યુવતી ઝૈનબ પણ ફસાઈ હતી. બુટા સિંહે તે છોકરીનો જીવ બચાવ્યો હતો.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

ઝૈનબ અને બુટા સિંહને કરવામાં આવ્યા અલગ

ભારત-પાકિસ્તાન ભાગલા વખતે બુટા સિંહે એક મુસ્લિમ છોકરીનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ બંન્ને પ્રેમમાં પડ્યા હતા અને લગ્ન થયા અને એક પુત્રીના માતા પિતા પણ બન્યા હતા. પરંતુ ઝૈનબ મુસ્લિમ હતી જેના કારણે તેને પાકિસ્તાન મોકલવામાં આવી હતી. બુટા સિંહને પાકિસ્તાન ન જવા દેવામાં આવ્યા. તે ઝૈનબ માટે ગેરકાયદેસર રીતે પાકિસ્તાન પહોંચે છે. તેના પરિવારના સભ્યોને મળવાનો પ્રયાસ કરે છે. પરંતુ ઝૈનબના પરિવારના સભ્યો તેના લગ્ન તેના પિતરાઈ ભાઈ સાથે કરાવે છે.

આ પણ વાંચો : Suniel Shetty Family Tree : અમદાવાદના જમાઈ છે સુનિલ શેટ્ટી, અન્નાનો જમાઈ છે ભારતીય ક્રિકેટર , પુત્ર અને પુત્રી કરી ચૂક્યા છે બોલિવુડ ડેબ્યુ, પત્નીનું છે ગુજરાત કનેક્શન

એકબાજુ બુટા સિંહને પાકિસ્તાનમાં ગેરકાયદેસર રીતે જતા પકડાય ગયા હતા.તેને કહેવામાં આવે છે કે ઝૈનબે બુટાના લગ્ન સ્વીકારવાની ના પાડી દીધી છે. આનાથી બુટા એટલો દુઃખી થાય છે કે તે ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી લે છે.

બુટા સિંહની અંતિમ ઈચ્છા ક્યારે પણ પુરી ન થઈ

બુટા સિંહની છેલ્લી ઈચ્છા હતી કે, તેને ઝૈનબના ગામ નૂરપુરમાં દફનાવવામાં આવે પરંતુ તેના પરિવારે અનુમતી આપી નહિ, તેમણે મિઆની સાહિબમાં દફનાવવામાં આવ્યા હતા. જ્યાં તેની કબર યુવા પ્રેમીઓ માટે એક તીર્થસ્થળ બની ગયું છે. ગદરમાં ફિલ્મની સ્ટોરી થોડી અલગ છે. જેમાં તારા સિંહ પત્ની સકીનાને પાકિસ્તાનથી પરત ભારત લાવે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">