Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Laundering Case : ‘જેકલિનથી ઈર્ષા કરતી હતી નોરા, મને કહેતી હતી કે…’, સુકેશ ચંદ્રશેખરે કર્યો નવો ખુલાસો

Money Laundering Case : 200 કરોડના ફ્રોડ કેસમાં નોરા ફતેહીએ ભૂતકાળમાં સુકેશ ચંદ્રશેખર પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. જે બાદ હવે સુકેશે પોતાના વકીલના હાથમાં એક પત્ર જાહેર કર્યો છે. જેમાં નોરા વિશે ઘણા ખુલાસા પણ થયા છે.

Money Laundering Case : 'જેકલિનથી ઈર્ષા કરતી હતી નોરા, મને કહેતી હતી કે...', સુકેશ ચંદ્રશેખરે કર્યો નવો ખુલાસો
sukesh chandrashekhar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2023 | 8:26 AM

Money Laundering Case : 200 કરોડની છેતરપિંડી કેસના આરોપી સુકેશ ચંદ્રશેખરને લઈને નવી-નવી વાતો સામે આવી રહી છે. આ કેસમાં સુકેશની સાથે બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી અને જેકલીન ફર્નાન્ડિસની પણ સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. સુકેશ સાથે બંનેના લિન્કઅપના પુરાવા મળ્યા છે. જેના કારણે બંને અભિનેત્રીઓ પોતાના નિવેદનોને કારણે ચર્ચાનો હિસ્સો બની રહે છે. હવે આ મામલે નવો વળાંક સામે આવ્યો છે.

સુકેશે તેના પત્રમાં કર્યો ખુલાસો

સુકેશ ચંદ્રશેખરે પોતાના વકીલ દ્વારા મીડિયાને એક ખુલ્લો પત્ર મોકલ્યો છે, જેમાં તેણે નોરા ફતેહી વિશે ઘણું બધું કહ્યું છે. હકીકતમાં તાજેતરમાં જ નોરાએ આરોપ લગાવ્યો હતો કે સુકેશ તેને મોંઘી ભેટ આપીને પોતાની ગર્લફ્રેન્ડ બનાવવા માંગતો હતો. જેના જવાબમાં હવે સુકેશનો પત્ર સામે આવ્યો છે. સુકેશે તેના પત્રમાં ખુલાસો કર્યો છે કે, નોરા ફતેહી જેકલીનથી ઈર્ષા કરતી હતી અને તે ઈચ્છતી હતી કે તે અભિનેત્રીને છોડી દે.

આ પણ વાંચો : Money Laundering Case : ખંડણી કેસમાં જેકલીન ફર્નાન્ડિસને મળી મોટી રાહત, કોર્ટે મંજૂર કર્યા વચગાળાના જામીન

8 રૂપિયાની આ વસ્તુ ખાઈને અશ્વિની કુમારે શાહરૂખની ટીમને ધ્વસ્ત કરી
Astrology : નખ ચાવવાથી કયો ગ્રહ નબળો પડી જાય છે?
Post Office ની આ યોજનામાં મૂળ રકમથી બમણું વ્યાજ મળશે
ભારતનું પહેલું પ્રાઇવેટ રેલવે સ્ટેશન, મળે છે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ
IPL 2025 દરમિયાન ધોનીને મળ્યું ખાસ સન્માન
આ કંપનીએ કરી ₹62000 કરોડની ડીલ, 1 એપ્રિલે શેર પર દેખાશે અસર!

જો રિપોર્ટ્સનું માનીએ તો, સુકેશ કહે છે, ‘જેકલીન અને તે સીરિયસ રિલેશનશિપમાં હતા અને આ જ કારણ હતું કે નોરા જેકલીનથી ચિડાઈ ગઈ હતી. આટલું જ નહીં, તે એમ પણ કહે છે કે નોરાએ તેને જેકલીન વિરુદ્ધ ઉશ્કેરવાનું શરૂ કર્યું. નોરા ઈચ્છતી હતી કે તે જેકલીનને છોડીને તેને ડેટ કરે.

નોરાને જેકલીનની ઈર્ષ્યા હતી?

સુકેશ ચંદ્રશેખરે પોતાના પત્રમાં આગળ લખ્યું, નોરા તેને દિવસમાં લગભગ 10 વખત ફોન કરતી હતી, પરંતુ તેણે તેના કોલનો જવાબ આપ્યો ન હતો. નોરા તેને કહેતી હતી કે તે તેને પાછો કોલ બેક કરે. સુકેશ એ પણ કહે છે કે, નોરાએ આર્થિક અપરાધ બ્યુરોની સમક્ષ પોતાનું નિવેદન બદલી નાખ્યું છે. સાથે જ પત્રમાં નિક્કી તંબોલી અને ચાહત ખન્નાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુકેશના કહેવા પ્રમાણે, આ બંને અભિનેત્રીઓ તેને માત્ર પ્રોફેશનલ કામ માટે જ મળતી હતી.

નોરા સુકેશના પ્રેમમાં હતી!

સુકેશે પોતાના પત્રમાં નોરાના નિવેદનોને પણ નકારી કાઢ્યા છે. તે કહે છે કે નોરાએ ખોટું કહ્યું કે તે કાર લેવા માંગતી નથી. આ સૌથી મોટું જૂઠ છે. જ્યારે નોરા તેને મળતી ત્યારે તેની પાસે મોંઘી કાર ન હતી, પરંતુ અમે બંનેએ લક્ઝરી કાર સિલેક્ટ કરી. સુકેશે વધુમાં જણાવ્યું કે, નોરાની વિદેશી નાગરિકતાના કારણે કાર તેના મિત્ર બોબીના નામે રજીસ્ટર કરવામાં આવી હતી.

g clip-path="url(#clip0_868_265)">