Money Laundering Case : ખંડણી કેસમાં જેકલીન ફર્નાન્ડિસને મળી મોટી રાહત, કોર્ટે મંજૂર કર્યા વચગાળાના જામીન

જેકલીન ફર્નાન્ડીઝ અને તેની ડ્રેસ ડિઝાઈનર લિપાક્ષીની દિલ્હીની ઈકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા 21 સપ્ટેમ્બરે લગભગ સાત કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

Money Laundering Case : ખંડણી કેસમાં જેકલીન ફર્નાન્ડિસને મળી મોટી રાહત, કોર્ટે મંજૂર કર્યા વચગાળાના જામીન
jacqueline fernandez
Follow Us:
| Updated on: Sep 26, 2022 | 11:22 AM

પટિયાલા હાઉસ કોર્ટે (Patiala House Court) 200 કરોડની છેતરપિંડીના કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને (Actress Jacqueline Fernandez) સમન્સ મોકલ્યું હતું. જો કે અભિનેત્રીની હાજરી બાદ કોર્ટે જેકલીન ફર્નાન્ડીઝને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. જેકલીનને 50 હજારના અંગત બોન્ડ પર આ જામીન આપવામાં આવ્યા છે. તેમની કાનૂની ટીમે પણ આ કેસમાં ધરપકડ પૂર્વે જામીન માંગ્યા હતા, જેને મંજૂરી આપતા એડિશનલ સેશન્સ જજ શૈલેન્દ્ર મલિકે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પાસેથી જવાબ માંગ્યો છે. આ સમગ્ર કેસમાં આજે આરોપી પિંકી ઈરાની પણ કોર્ટમાં હાજર થઈ હતી. પરંતુ જેકલીન પહેલા જ પિંકી ઈરાનીને કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે.

જેકલીન વકીલોની વચ્ચે છુપાઈને પહોંચી હતી કોર્ટ

જેકલીન ફર્નાન્ડીઝ આજે સવારે પટિયાલા હાઉસ કોર્ટ પહોંચી હતી. આ બોલિવૂડ અભિનેત્રીઓ વકીલના ડ્રેસ એટલે કે સફેદ શર્ટ અને બ્લેક પેન્ટમાં ઘણા વકીલોની વચ્ચે છુપાઈને કોર્ટરૂમમાં પહોંચી હતી. છેલ્લી સુનાવણીમાં, પટિયાલા હાઉસ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસ સામે દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટને ધ્યાનમાં લીધા પછી અભિનેત્રી જેકલીનને સમન્સ જારી કર્યું હતું.

EDએ આરોપી તરીકે અરજી કરી હતી

અગાઉ 17 ઓગસ્ટના રોજ EDએ જેકલીન ફર્નાન્ડિસની 7 કરોડ 27 લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી અને તેને આ સમગ્ર કેસમાં આરોપી બનાવી હતી. આ સિવાય એવો પણ આરોપ છે કે, જેકલીન સુકેશે જેકલીનને 7.7 કરોડ રૂપિયાની કિંમતી ભેટ અને રોકડ રકમ આપી હતી. આ સમગ્ર મામલા પરથી એ નિશ્ચિત હતું કે આવનારા દિવસોમાં જેકલીનની મુશ્કેલીઓ વધુ વધવાની છે. પરંતુ જામીન મળતાં અભિનેત્રીને થોડા સમય માટે રાહત મળી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

21 સપ્ટેમ્બરે થઈ હતી પૂછપરછ

જેકલીન ફર્નાન્ડીઝ અને તેની ડ્રેસ ડિઝાઈનર લિપાક્ષીની દિલ્હીની ઈકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા 21 સપ્ટેમ્બરે લગભગ સાત કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. પોતાના નિવેદનમાં તેણે જેકલીન ફર્નાન્ડિસ અને સુકેશ ચંદ્રશેખરના કનેક્શનને લઈને ઘણી બાબતો પર પ્રકાશ ફેંક્યો હતો. તમને જણાવી દઈએ કે, પોલીસ મની લોન્ડરિંગ કેસના (Money Laundering Case) સંબંધમાં અત્યાર સુધીમાં ઘણી વખત જેકલીન ફર્નાન્ડીઝની પૂછપરછ કરી ચૂકી છે. જેકલીનની સાથે નોરા ફતેહીની પણ પૂછપરછ કરવામાં આવી છે. આ બધા સાથે જોડાયેલી કડી એટલે કે મહાઠગ ચંદ્રશેખર હાલ જેલમાં છે. આ મહાન ઠગ પર ઘણા લોકોને છેતરવાનો આરોપ છે.

g clip-path="url(#clip0_868_265)">