AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: પ્રિયંકા ચોપરા પબ્લિકમાં બધા સામે પડતા પડતા બચી, નિક જોનસે એક્ટ્રેસને પકડી, ક્યૂટ વીડિયો થયો વાયરલ

Priyanka And Nick Video: પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને નિક જોનસની ક્યૂટ બોન્ડિંગથી ફેન્સ સારી રીતે ખબર છે. બંનેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે અને સાથે જ તેઓ ઘણા જાહેર સેન્ટર ઓફ એટ્રેક્શન બને છે.

Viral Video: પ્રિયંકા ચોપરા પબ્લિકમાં બધા સામે પડતા પડતા બચી, નિક જોનસે એક્ટ્રેસને પકડી, ક્યૂટ વીડિયો થયો વાયરલ
Priyanka And Nick
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 5:22 PM
Share

Priyanka Chopra And Nick Jonas Bonding: પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને નિક જોનસની ક્યૂટ બોન્ડિંગ ફેન્સને ખૂબ ગમે છે. બંનેનો પબ્લિક અપીયરેન્સ પણ ઘણો વધારે છે. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલમાં એક્ટ્રેસ મેટ ગાલા 2023માં તેની હાજરીને કારણે ચર્ચામાં રહી હતી. આ ઈવેન્ટમાં તેની સાથે પતિ નિક જોનસ પણ જોવા મળ્યો હતો. હંમેશાની જેમ બંને એકબીજાનો હાથ પકડીને આગળ વધી રહ્યા હતા. આ દરમિયાન પ્રિયંકાના પગ લપસી ગયા હતા. ત્યાં હાજર નિક જોનસે તેને પકડી લીધી અને એક્ટ્રેસનો કોન્ફિડેન્સ ઓછો ન થવા દીધો.

મેટ ગાલા પૂર્ણ થઈ ગઈ છે. આ મોટા ફેશન ઈવેન્ટમાં દુનિયાભરના સ્ટાર્સ જોવા મળ્યા હતા જેમણે પોતાના ફેશનેબલ અને ગ્લેમરસ આઉટફિટ્સથી ફેન્સનું દિલ જીતી લીધું હતું. આ ઈવેન્ટમાં ઈન્ટરનેશનલ સ્ટાર બની ગયેલી પ્રિયંકા ચોપરાનું નામ પણ સામેલ હતું. એક્ટ્રેસ રેડ કાર્પેટ પર રેડ આઉટફિટમાં જોવા મળી હતી. તેની સ્ટાઈલ એકદમ અલગ જ લાગતી હતી. હાઈ હીલ્સમાં ચાલતી પ્રિયંકાએ પેપ્સ અને મીડિયાને સંબોધિત કરી અને ઈવેન્ટ દરમિયાન પતિ નિક જોનસ સાથે હાથ પકડીને ચાલતી જોવા મળી હતી.

નિકના કારણે બચી ગઈ પ્રિયંકા

પરંતુ આ દરમિયાન એક્ટ્રેસે તેનું બેલેન્સ ગુમાવ્યું અને તે પડી જવાની હતી ત્યારે તેની સાથે ચાલી રહેલા નિક જોનસે તેને પકડી લીધી. નિકે પહેલેથી જ એક્ટ્રેસનો હાથ પકડી લીધો હતો અને તેની સાથે ચાલતો જોવા મળ્યો હતો. પ્રિયંકા પણ તેના પતિ નિકના કારણે બચી ગઈ અને પહેલાની જેમ નોર્મલ થઈને ચાલવા લાગી. નિક જોનસ અને પ્રિયંકાના આ ક્યૂટ વીડિયોને જોઈને ફેન્સ પણ વખાણ કરવાનું રોકી શક્યા નથી.

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

એક વ્યક્તિએ લખ્યું છે કે ‘કોઈનો હાથ પકડવો એ દુનિયાની સૌથી સુંદર ફીલિંગ્સમાંથી એક છે.’ અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે ‘પ્રિયંકા બચી ગઈ.’ આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘પરિસ્થિતિ ગમે તે હોય, નિક જોનસ હંમેશા પ્રિયંકાની સાથે જ હોય ​​છે. તે જોવામાં સુંદર છે.

આ પણ વાંચો : Bade Miyan Chote Miyan: ઈદ 2024 પર અક્ષય કુમાર-ટાઈગર શ્રોફ મચાવશે ધૂમ, જોરદાર એક્શન સાથે ફેન્સને મળશે ઈદી

રોમેન્ટિક ફિલ્મમાં જોવા મળશે પ્રિયંકા

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપરાની વેબ સિરિઝ સિટાડેલ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. આ વેબ સિરીઝના બે એપિસોડ રિલીઝ થઈ ચૂક્યા છે અને હવે આગળની તૈયારીઓ ચાલી રહી છે. સિટાડેલ સિવાય એક્ટ્રેસની અપકમિંગ ફિલ્મ ‘લવ અગેન’ છે. આ રોમેન્ટિક ફિલ્મનું પ્રીમિયર પણ તાજેતરમાં જ થયું હતું. બોલિવુડની વાત કરીએ તો તે આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ સાથે ફિલ્મ ‘જી લે ઝરા’માં જોવા મળશે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">