AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bade Miyan Chote Miyan: ઈદ 2024 પર અક્ષય કુમાર-ટાઈગર શ્રોફ મચાવશે ધૂમ, જોરદાર એક્શન સાથે ફેન્સને મળશે ઈદી

Bade Miyan Chote Miyan Release Date: અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની (Tiger Shroff) ફિલ્મ બડે મિયાં છોટે મિયાંનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. મેકર્સે તેની રિલીઝ માટે ઈદ 2024નો દિવસ પસંદ કર્યો છે. ફિલ્મની ઘણી શાનદાર તસવીરો પણ સામે આવી છે.

Bade Miyan Chote Miyan: ઈદ 2024 પર અક્ષય કુમાર-ટાઈગર શ્રોફ મચાવશે ધૂમ, જોરદાર એક્શન સાથે ફેન્સને મળશે ઈદી
Bade Miyan Chote Miyan
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 4:33 PM
Share

Akshay Kumar Tiger Shroff BMCM Release Date: છેલ્લા ઘણા સમયથી ઈદ પર બોક્સ ઓફિસ પર સલમાન ખાન રાજ કરી રહ્યો છે. પરંતુ આવતા વર્ષે કદાચ આવું ન થાય. તેનું કારણ એ છે કે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની અપકમિંગ ફિલ્મ બડે મિયાં છોટે મિયાં (Bade Miyan Chote Miyan) આવતા વર્ષે ઈદના અવસર પર રિલીઝ થશે. મેકર્સે આ જાહેરાત કરી છે.

બડે મિયાં છોટે મિયાંમાં અક્ષય અને ટાઈગર સિવાય સાઉથ એક્ટર પૃથ્વીરાજ સુકુમારન પણ મહત્વના રોલમાં જોવા મળશે. મેકર્સે લગભગ 11 મહિના પહેલા જ ઈદને બ્લોક કરી દીધી છે. આવતા વર્ષે ઈદ 10 એપ્રિલે હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે ફિલ્મ 10 એપ્રિલ, 2024 બુધવારે રિલીઝ થઈ શકે છે.

સામે આવી જોરદાર તસવીરો

અક્ષય કુમારે ફિલ્મના રિલીઝ ડેની જાહેરાત કરતા તેની ત્રણ તસવીરો પણ શેર કરી છે. તેને પોસ્ટ શેર કરતા લખ્યું છે કે, “ઈદ 2024માં થિયેટરોમાં મળીશું.” ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.

ત્રણેય તસવીરોમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ જોરદાર અંદાજમાં જોવા મળી રહ્યા છે. એકમાં તે હેલિકોપ્ટરમાંથી નીચે ઉતરતો અને બંદૂક લઈને ચાલતો જોવા મળે છે. બીજી તસવીરમાં એક પ્લેન પાછળ ઉડી રહ્યું છે અને બંને એક્શન સ્ટાર્સ બાઈક પર ચલાવતા જોવા મળે છે અને ત્રીજી તસ્વીરમાં તે સેનાના જહાજમાંથી નિશાન રાખીને ઉતરતા જોવા મળે છે.

આ પણ વાંચો : The Kerala Story: ધ કેરલ સ્ટોરી’ વિવાદ વચ્ચે ‘હિન્દુ કપલે મસ્જિદમાં કર્યા લગ્ન’, એઆર રહેમાને શેર કર્યો Video

અલી અબ્બાસ ઝફરે કર્યું છે નિર્દેશન

બડે મિયાં છોટે મિયાંનું નિર્દેશન સુલતાન અને ટાઈગર ઝિંદા હૈ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા અલી અબ્બાસ ઝફરે કર્યું છે. વાશુ ભગનાની આ ફિલ્મના પ્રોડ્યુસર છે. પોસ્ટર પરથી સ્પષ્ટ છે કે આ ફિલ્મમાં દર્શકોને ખૂબ જ એક્શન જોવા મળશે. આ ફિલ્મમાં એક્ટ્રેસ માનુષી છિલ્લર પણ જોવા મળશે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">