મલાઈકા અરોરાએ જણાવી સિક્રેટ ટીપ્સ, આવી રીતે રહે છે યંગ જુઓ વીડિયો
સ્કિનમાં ચમક લાવવા માટે મલાઈકા અરોરા પોતાની હેલ્થનું ખુબ જ ધ્યાન રાખે છો.બોલિવુડ અભિનેત્રી સુંદર અને યુવાન દેખાવવા માટે ફેસ યોગા વિશે જણાવ્યું છે. જેનાથી માત્ર સ્કિનને જ નહિ અનેક ફાયદા થાય છે.

મલાઈકા અરોરા ફિલ્મોથી વધારે પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહે છે. તે હાલમાં માલદીવ્સમાં રજાઓનો આનંદ માણી રહી છે. મલાઈકા સ્ટાઈલ અને સુંદરતા માટે સૌ કોઈને પ્રેરિત કરે છે. મલાઈકા કેટવોક કરી રહી હોય કે પછી બીચ પર લોકો તેને ખુબ જ પસંદ કરે છે. બોલિવુડ અભિનેત્રી 50 વર્ષની ઉંમરે પણ એકદમ ફિટ લાગી રહી છે. તેના ફોટો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે, 50ની ઉંમરમાં 25ની લાગી રહી છે.
મલાઈકા જેવો ચહેરો ચમકાવવા માંગો છો
મલાઈકા ફિટ રહેવા માટે યોગાને વધુ પસંદ કરે છે. આ સાથે સુંદરતા માટે પણ ફેશિયલ યોગા કરવાનું પસંદ કરે છે. અભિનેત્રી એવા ફેશ યોગા કરે છે જેનાથી તેની ત્વચા સુંદર રહે છે. ત્વચા ચમક પણ આપે છે. જો તમે પણ મલાઈકા જેવો ચહેરો ચમકાવવા માંગો છો. તો કોઈ સ્ક્રિન કેર પ્રોડ્કટ પર વિશ્વાસ ન કરો પરંતુ યોગા કરી ત્વચાને ચમકાવો. તો ચાલો જાણીએ મલાઈકા અરોરા ક્યાં ક્યાં યોગ દ્વારા ત્વચાને ચમકદાર રાખે છે.
બલૂન પોઝ યોગ
આ ફેશ યોગા ખુબ સિમ્પલ છે. સ્કિનને ગ્લોઈંગ અને યંગ રાખવા માટે મલાઈકા અરોરાની સલાહ મુજબ ફેસ યોગા કરી શકાય છે. તેનાથી ત્વચાને માત્ર એક નહીં પરંતુ અનેક ફાયદાઓ થાય છે. તમે બલૂન પોઝ યોગ પણ કરી શકો છો.
View this post on Instagram
ફિશ પોઝ યોગા
તમારા ગાલ અને હોઠને ચેહરાની અંદરની તરફ ખેંચો અને માથાને પાછળની તરફ ખેંચો.
ફેસ ટેપીંગ
આ યોગ કરવા માટે તમારી આંગળીઓના ટીપ્સથી ચહેરા અને ગરદન પર ટેપ-ટેપ કરો. ફેસ ટેપિંગ ચહેરાને તાજગી અને કુદરતી ચમક આપે છે.
આપણે ફેશ યોગના ફાયદા વિશે પણ જાણી લઈએ
- ત્વચાનું બ્લડ સર્કુલેશન સારું રહે છે
- ત્વચામાં ચમક આવે છે
- ચહેરા પરની કરચલીઓ ઓછી થાય છે
- આંખો નીચે રહેલા કાળા કુંડાળાઓ પણ ઓછા થાય છે
ઉંમર પસાર થાય છે તેની અસર આપણા ચહેરા પર પણ પડે છે.ત્વચા પર કરચલીઓ દેખાવા લાગે છે, ફોલ્લીઓ દેખાવા લાગે છે. તો આપણે સ્વાસ્થની સાથે ચેહરાની પણ કાળજી રાખવી જરુરી છે.
