AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામાયણમાં ચશ્માવાળા વાનરથી લઈને શ્રીકૃષ્ણ મંત્ર સુધી… ધાર્મિક લાગણીઓ દુભાતા દર્શકો લાલઘૂમ, ‘રામાયણ કથા’ ના મેકર્સની ચારેય તરફ થૂ-થૂ

સિનમાઘરોમાં રિલીઝ થતાં જ અંજલિ અરોરાની ફિલ્મ 'મહાકાવ્ય શ્રી રામાયણ કથા' મોટા વિવાદમાં ઘેરાઈ ગઈ છે. ટ્રેલર રિલીઝથી લઈને કાસ્ટિંગ સુધી સવાલોના ઘેરામાં રહેલી આ ફિલ્મમાં હવે દર્શકોએ એક એવી મોટી ભૂલ પકડી પાડી છે, જે જોઈને લોકો પોતાનું માથું કૂટી રહ્યા છે. સુગ્રીવની વાનર સેનાના એક વાનરનો ફોટો વાયરલ થયો છે. આ ફોટો જોઈને સોશિયલ મીડિયા પર યુઝર્સ પૂછી રહ્યા છે કે, "શું ત્રેતાયુગમાં પણ લોકો ચશ્મા પહેરતા હતા?"

રામાયણમાં ચશ્માવાળા વાનરથી લઈને શ્રીકૃષ્ણ મંત્ર સુધી... ધાર્મિક લાગણીઓ દુભાતા દર્શકો લાલઘૂમ, 'રામાયણ કથા' ના મેકર્સની ચારેય તરફ થૂ-થૂ
| Updated on: Sep 26, 2026 | 6:54 PM
Share

અંજલિ અરોરા અને દેવ શર્મા સ્ટારર ફિલ્મ ‘મહાકાવ્ય શ્રી રામાયણ કથા’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. 25 સપ્ટેમ્બરે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ, જેના પછીથી તે ચર્ચામાં આવી ગઈ છે. ટ્રેલર લોન્ચ પછીથી જ વિવાદોમાં ઘેરાયેલી આ ફિલ્મની હવે ફરીથી ફજેતી થઈ રહી છે, જેનું કારણ એક તસવીર છે.

સોશિયલ મીડિયા પર આ ફિલ્મની એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેને જોયા પછી યુઝર્સે પોતાનું માથું જ કૂટી લીધું છે. વાયરલ થઈ રહેલી આ તસવીરમાં સુગ્રીવની વાનર સેનાના એક વાનરની આંખો પર ચશ્મા લાગેલા છે.

આ જોયા પછી હવે સોશિયલ મીડિયા યુઝર્સ પૂછી રહ્યા છે કે, શું ત્રેતાયુગમાં પણ લોકો ચશ્મા પહેરતા હતા? વાનરની આંખો પર ચશ્મા લાગેલા જોઈને લોકો મેકર્સને સવાલ પર સવાલ કરી રહ્યા છે.

‘મહાકાવ્ય શ્રી રામાયણ કથા’માં ચશ્માવાળો વાનર

સોશિયલ મીડિયા પર ‘મહાકાવ્ય શ્રી રામાયણ કથા’ની વાયરલ થઈ રહેલી તસવીરમાં એક વાનરને ચશ્મામાં જોયા પછી લોકો હેરાન છે. સુગ્રીવ વાળા પોસ્ટરમાં એક વાનરને ચશ્મા પહેરેલો જોઈ શકાય છે અને મેકર્સની આટલી મોટી ભૂલ દર્શકોની નજરથી છૂપી શકી નથી.

સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે, આમ તો ‘રામાયણ’ને કેટલીય વાર પડદા પર લાવવામાં આવી છે. ક્યારેક નાના તો ક્યારેક મોટા પડદા પર આ મહાકાવ્યની વાર્તા જોવા મળી છે પરંતુ આવી ભૂલ પહેલાં ક્યારેય જોવા મળી નથી.

આ કેવી ફિલ્મ બનાવી છે?

સોશિયલ મીડિયા પર યુઝર્સ મેકર્સની આ ભૂલને લઈને ખૂબ સવાલો કરી રહ્યા છે. એકે પૂછ્યું કે, ‘શું ત્રેતાયુગમાં પણ લોકો ચશ્મા પહેરતા હતા?’ ત્યાં જ એકે લખ્યું કે, ‘મેં તો પહેલીવાર ત્રેતાયુગમાં ચશ્મા જોયા છે.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘મને ગેરસમજ થઈ રહી છે એવું લાગ્યું પરંતુ પછી ખબર પડી કે બાકી બધા પણ એ જ જોઈ રહ્યા છે, જે હું જોઈ રહ્યો છું.’

યુઝરનું કહેવું છે કે, ‘આ કેવી ફિલ્મ બનાવી છે? વાનર શું ટાઈમ ટ્રાવેલ કરીને ત્રેતાયુગમાં ગયો હતો?’ આવી જ કમેન્ટ્સ કરતા યુઝર્સ મેકર્સની આ ચૂક પર સવાલો ઊભા કરી રહ્યા છે.

અંજલિ અરોરાની કાસ્ટિંગ પર પણ વિવાદ

‘મહાકાવ્ય શ્રી રામાયણ કથા’ની જ્યારથી જાહેરાત થઈ છે, ત્યારથી જ આ ફિલ્મ ચર્ચામાં છે. પહેલાં તો ફિલ્મમાં સીતા માતાના રોલમાં અંજલિ અરોરાની કાસ્ટિંગને લઈને દર્શકો ગુસ્સે થઈ ગયા અને પછી તેના VFX તેમજ પ્રોડક્શન ક્વોલિટી પર સવાલો ઊભા થવા લાગ્યા.

ફિલ્મનું ટીઝર રિલીઝ થયા પછી પણ દર્શકોએ તેમાં એક મોટી ભૂલ પકડી લીધી હતી. ટીઝરમાં ‘કૃષ્ણાય વાસુદેવાય હરયે…’ મંત્ર સાંભળીને લોકો હેરાન થઈ ગયા અને વિચારમાં પડી ગયા કે, ‘શ્રીકૃષ્ણ’ જ્યારે, ભગવાન રામ પછી આવ્યા હતા… તો એમનો મંત્ર ‘રામાયણ’ માં કેવી રીતે ઉપયોગ થઈ શકે? શ્રીરામ ભગવાન વિષ્ણુના સાતમા અવતાર હતા અને તેમનો જન્મ ત્રેતાયુગમાં થયો હતો, જ્યારે કૃષ્ણ તેમના આઠમા અવતાર હતા અને દ્વાપરયુગમાં જન્મ્યા હતા.

Breaking News : ‘જે સ્ત્રી પોતાના પતિને મારવાનો પ્રયાસ કરી રહી’…ગોવિંદાની ગર્લફ્રેન્ડે પત્ની સુનિતા પર લગાવ્યા ગંભીર આરોપ

Follow Us
શાહપુરની રાજાજીની પોળમાં અધૂરા રોડ કામથી ગુણવત્તા પર પ્રશ્નાર્થ
શાહપુરની રાજાજીની પોળમાં અધૂરા રોડ કામથી ગુણવત્તા પર પ્રશ્નાર્થ
વડોદરા ગણેશ વિસર્જન: મનપા પદાધિકારીઓ અને DCP ભીડાયા
વડોદરા ગણેશ વિસર્જન: મનપા પદાધિકારીઓ અને DCP ભીડાયા
ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર
ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર
રાજકોટના મેટોડામાં જ્યોતિ CNC ફેક્ટરીમાં આગ
રાજકોટના મેટોડામાં જ્યોતિ CNC ફેક્ટરીમાં આગ
વાંદરી પી ગઈ દારૂની બોટલ, ભાન આવ્યા પછી કર્મચારી પર કર્યો 'હુમલો'
વાંદરી પી ગઈ દારૂની બોટલ, ભાન આવ્યા પછી કર્મચારી પર કર્યો 'હુમલો'
સુરતમાં બિલ્ડિંગની સીડી તૂટી પડતાં બાલ્કનીમાં ફસાયા 28 લોકો ! Video
સુરતમાં બિલ્ડિંગની સીડી તૂટી પડતાં બાલ્કનીમાં ફસાયા 28 લોકો ! Video
અમદાવાદમાં પ્રહલાદનગરથી મકરબા અંડરપાસ તરફનો કોર્પોરેટ રોડ બંધ
અમદાવાદમાં પ્રહલાદનગરથી મકરબા અંડરપાસ તરફનો કોર્પોરેટ રોડ બંધ
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
g clip-path="url(#clip0_868_265)">