Love Story: સોનમ કપૂરની આ ફિલ્મથી શરુઆત થઈ હતી રિયા-કરણની અફેર, 2013માં લગ્ન કરવાના હતા બંને

રિયાની પહેલી મુલાકાત કરણ સાથે 2010માં આવેલી ફિલ્મ આયેશાના સેટ પર થઈ હતી. આ ફિલ્મમાં સોનમ કપૂર અને અભય દેઓલ મુખ્ય ભૂમિકામાં હતા.

Love Story: સોનમ કપૂરની આ ફિલ્મથી શરુઆત થઈ હતી રિયા-કરણની અફેર, 2013માં લગ્ન કરવાના હતા બંને
rhea kapoor, Karan Boolani

બોલીવુડ અભિનેતા અનિલ કપૂર (Anil Kapoor)ની નાની પુત્રી રિયા કપૂર (rhea kapoor) તેમની ખાસ શૈલી માટે ચાહકો વચ્ચે હંમેશા છવાયેલી રહે છે. રિયા ભલે અભિનયની દુનિયાથી દૂર હોય, પરંતુ તે પ્રોડક્શનમાં ચોક્કસપણે ધમાલ મચાવી રહી છે. સોનમ કપૂરની નાની બહેન રિયા કપૂર હવે તેના બોયફ્રેન્ડ કરણ બુલાની (Karan Boolani) સાથે લગ્ન કરવા જઈ રહી છે.

 

 

રિયા કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાની સાથે સંબંધિત પોસ્ટ્સ શેર કરતી રહે છે. રિયા એક ફિલ્મ નિર્માતા છે અને પોતાની ફેશન બ્રાન્ડ પણ ચલાવે છે. રિયા ઘણીવાર કરણ સાથે રોમેન્ટિક તસ્વીરો શેર કરતી રહે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને કરણ અને રિયાની લવ સ્ટોરીનો પરિચય કરાવીશું.

 

 

વર્ષોથી કરી રહ્યા છે ડેટિંગ

રિયાનું નામ કરણ બુલાની સાથે લાંબા સમયથી જોડાયેલું છે. ભલે તે બંનેએ તેમના સંબંધોને છુપાવ્યા ન હોય, પરંતુ બંનેએ તેમના સંબંધો વિશે ક્યારેય કશું કહ્યું નથી. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકસાથે તસ્વીરો શેર કરે છે અને ખુલ્લેઆમ એકબીજા માટેનો પ્રેમ વ્યક્ત કરે છે.

 

કેવી રીતે શરૂ થયું હતું અફેર

રિયાની પહેલી મુલાકાત કરણ સાથે 2010માં આવેલી ફિલ્મ આયેશાના સેટ પર થઈ હતી. આ ફિલ્મમાં સોનમ કપૂર અને અભય દેઓલ મુખ્ય ભૂમિકામાં હતા. ખાસ વાત એ છે કે આ ફિલ્મનું નિર્માણ રિયા કપૂરે કર્યું હતું અને કરણ આ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા. આ ફિલ્મ દરમિયાન બંને મિત્રો બની ગયા, જે ધીરે ધીરે પ્રેમમાં ફેરવાયા.

 

 

 

સોનમે કરી હતી તેમના સંબંધોની પુષ્ટિ

ખુદ સોનમ કપૂરે એક વખત ઝૂમને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે રિયા કરણ બુલાનીને ડેટ કરી રહી છે. ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસા લગા’ના પ્રમોશન દરમિયાન સોનમે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ છેલ્લા 10 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જ્યારે તેઓ લગ્ન કરશે ત્યારે તેમની માહિતી આપવામાં આવશે.

 

 

સોનમ પહેલા થવાના હતા લગ્ન

ખાસ વાત એ છે કે 2013માં એવા અહેવાલો આવ્યા હતા કે રિયા અને કરણ લગ્ન કરવા જઈ રહ્યા છે આ તે સમય હતો, જ્યારે સોનમ કપૂરે લગ્ન કર્યા ન હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કરણના માતા -પિતા ખાસ કરીને કપૂર પરિવારને મળવા માટે દિલ્હીથી મુંબઈ આવ્યા હતા, એટલું જ નહીં ડિસેમ્બર 2013માં બંનેના લગ્ન થવાના હતા. પરંતુ કેટલાક અંગત કારણોસર તે સમયે બંને લગ્ન કરી શક્યા ન હતા.

 

તમને જણાવી દઈએ કે રિયાના પ્રેમમાં ડૂબેલા કરણ બુલાની નિર્દેશક અને નિર્માતા છે. કરણે પોતાની કારકિર્દીની શરૂઆત એડથી કરી હતી. એવું કહેવાય છે કે 22 વર્ષની ઉંમર સુધીમાં તેમણે 500 કમર્શિયલનું નિર્માણ કર્યું હતું.

 

 

આ પણ વાંચો :- Throwback: તેમની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ના શૂટિંગ દરમિયાન ખૂબ ખુશ હતા સુશાંત સિંહ રાજપૂત, સહ-કલાકારો સાથે આ રીતે કરતા હતા મસ્તી

 

 

આ પણ વાંચો :- Hrithik Roshan-Deepika Padukoneના ચાહકો માટે સારા સમાચાર, 2023ની આ તારીખે રિલીઝ થશે ‘ફાઈટર’

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati