Throwback: તેમની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ના શૂટિંગ દરમિયાન ખૂબ ખુશ હતા સુશાંત સિંહ રાજપૂત, સહ-કલાકારો સાથે આ રીતે કરતા હતા મસ્તી

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 11:25 PM

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની છેલ્લી ફિલ્મ દિલ બેચારા (Dil Bechara) તેમના મૃત્યુ પછી OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમણે ખૂબ મસ્તી કરી હતી.

બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput) આ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે, પરંતુ તેમની યાદો હજુ પણ ચાહકોના દિલમાં છે. સુશાંતને આ દુનિયા છોડે એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે, પરંતુ તેમના ચાહકો હજુ પણ તેમની જૂની તસ્વીરો અને વીડિયો શેર કરતા રહે છે. જેમાં તેઓ ખૂબ મસ્તી કરતા જોવા મળે છે. સુશાંતની તેમની છેલ્લી ફિલ્મ દિલ બેચારા (Dil Bechara)નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

 

 

સુશાંત છેલ્લે ફિલ્મ દિલ બેચારામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે સંજના સાંઘી મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સુશાંતે ખૂબ મસ્તી કરી હતી. આ ફિલ્મની રિલીઝ સમયે સુશાંતનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો.

 

સ્પેશિયલ ચાઈલ્ડને મળવા શાળાએ ગયો

સુશાંત સિંહ રાજપૂતે દિલ બેચારાના શૂટિંગ દરમિયાન બધા સાથે ખૂબ મસ્તી કરી હતી. તે સ્પેશિયલ ચાઈલ્ડને મળવા માટે તેમની શાળામાં ગયા હતા. એટલું જ નહીં, તેમણે બાળકોને ગુલાબના ફુલ પણ આપ્યા હતા, જે બાદ તે બાળકો ખૂબ ખુશ થઈ ગયા હતા.

 

અહીં જુઓ સુશાંત સિંહ રાજપૂતનો વીડિયો

 

 

 

શૂટિંગ દરમિયાન સુશાંત દરેક સાથે મળીને ગીતો ગાતા હતા. ફિલ્મમાં તેમની દાદીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સાથે બેસીને તે ઘણીવાર જૂના ગીતો ગાતા હતા. એટલું જ નહીં, તેમણે રિક્ષા પણ ચલાવી હતી.

 

દિલ બેચારા થઈ હતી સુપરહિટ

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેમની છેલ્લી ફિલ્મ દિલ બેચારા ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ખૂબ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મ જોયા બાદ દરેક વ્યક્તિ ભાવુક થઈ ગયા હતા. સુશાંતને રડતા જોઈને તેમના ચાહકોની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. આ ફિલ્મે તેના નામે ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે.

 

 

તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ તેમના મુંબઈના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. CBI આ કેસની તપાસમાં લાગેલી છે. આ કેસની તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં સીબીઆઈ તેનો રિપોર્ટ રજૂ કરશે.

 

આ પણ વાંચો :- Radhika Apte પર લાગ્યો ભારતીય કલ્ચરને ખરાબ કરવાનો આરોપ, ટ્વીટર પર ટ્રેન્ડ થયું ‘BoycottRadhikaApte’

 

 

આ પણ વાંચો :- Indira Gandhi Vs Lara Dutta : મારામાં વાસ્તવિક ઈન્દિરા ગાંધી શોધવાનો પ્રયત્ન ન કરે ફેન્સ – લારા દત્તા

g clip-path="url(#clip0_868_265)">