AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anu aggarwal Birthday Special : પહેલી ફિલ્મથી જ લોકો બની ગયા હતા અનુ અગ્રવાલના દીવાના, એક અકસ્માતે બદલી નાખ્યું જીવન

બહુ ઓછા કલાકારો હોય છે જે જીવનમાં અકસ્માતને ભૂલીને જોરશોરથી આગળ વધે છે. ઘણી વખત નીચે પડ્યા પછી કલાકારો માટે ફરી એકવાર ઉભું થવું ખૂબ મુશ્કેલ બની જાય છે. પરંતુ અનુ અગ્રવાલની વાત જ અલગ છે.

Anu aggarwal Birthday Special : પહેલી ફિલ્મથી જ લોકો બની ગયા હતા અનુ અગ્રવાલના દીવાના, એક અકસ્માતે બદલી નાખ્યું જીવન
Anu Aggarwal ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 5:38 PM
Share

મનોરંજન ઉદ્યોગમાં ક્યારે શું થશે તે કોઈ કહી શકતું નથી. એવા કલાકારો(Artist) પણ છે જેઓ એક ફિલ્મથી રાતોરાત સ્ટાર બની જાય છે અને તે પ્રખ્યાત સ્ટાર્સ કોઈને કોઈ કારણોસર ગુમનામીનું જીવન જીવવા માટે મજબૂર હોય છે. આવી જ એક પ્રખ્યાત સ્ટાર અભિનેત્રી અનુ અગ્રવાલ (Anu aggarwal). હતી. ફિલ્મ આશિકીથી લાખો લોકોના દિલમાં જગ્યા બનાવનાર એક્ટ્રેસ અનુ અગ્રવાલનો આજે 53મો જન્મદિવસ છે. એક અકસ્માતે આ સુંદર અભિનેત્રીનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યું. જ્યારે દિગ્દર્શક-ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે અનુને જોઈ અને ત્યારે જ તેમણે નક્કી કર્યું કે તે તેમની ફિલ્મ આશિકીમાં કામ કરશે.

હવે જીવી રહી છે ગુમનામીની જિંદગી

અનુ અગ્રવાલને રાહુલ રોય સાથે ‘આશિકી’માં લોન્ચ કરવામાં આવી હતી. આ ફિલ્મ પછી તરત જ તે તેના સમયની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગઈ હતી. જો કે, તેની ખ્યાતિ લાંબો સમય ટકી ન હતી. આજે અનુ અગ્રવાલ મનોરંજન ઉદ્યોગથી દૂર ગુમનામીનું જીવન જીવી રહી છે. તે ‘આશિકી’, ‘ધ ક્લાઉડ ડોર’ અને ‘થિરુડા થિરુડા’ જેવી ફિલ્મોમાં તેની ભૂમિકાઓ માટે જાણીતી છે.

એક અકસ્માતે બદલી હતી જિંદગી

1969માં જન્મેલી અનુ અગ્રવાલનું જીવન વર્ષ 1999માં સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. જ્યારે તે 30 વર્ષની હતી અને તેનું કારણ તેનો અકસ્માત હતો. અનુ સાથેનો અકસ્માત તેના જીવનનો મુશ્કેલ તબક્કો હતો કારણ કે આ અકસ્માત પછી અનુ માત્ર 29 દિવસ સુધી કોમામાં જ રહી ન હતી, પરંતુ આ અકસ્માતમાં તેણે તેની યાદશક્તિ ગુમાવી દીધી હતી. તેમ છતાં અનુ અગ્રવાલે હાર ન માની. જ્યારે અનુ ધીમે ધીમે આ અકસ્માતમાંથી બહાર આવી, તેણે પરિસ્થિતિ સામે લડવાનું નક્કી કર્યું અને વિચાર્યું કે તે આ ઘટના વિશે દુનિયાને જણાવશે.

પોતાની સ્થિતિ પર લખ્યું હતું પુસ્તક

અનુએ તેની આત્મકથા લખી જેથી દરેક તેની વાર્તા જાણી શકે. અનુના પુસ્તક ‘અનુજુલ’ના વિમોચન સમયે મહેશ ભટ્ટે અનુના વખાણ કર્યા અને કહ્યું કે આ છોકરી મોતના મુખમાંથી બહાર આવી છે. પરંતુ મારા માટે ચોંકાવનારી વાત એ છે કે તેણે આટલા મુશ્કેલ સમયમાં તેનું જીવન કેવી રીતે બદલી નાખ્યું. તમને જણાવી દઈએ કે, અનુ અગ્રવાલે હજુ સુધી લગ્ન કર્યા નથી. તે બાળકોને રમતગમત અને યોગ શીખવે છે. આ ઉપરાંત, તે પાવરલિફ્ટર છે અને તેણે ઘણી વેઇટ લિફ્ટિંગ સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો છે.

આ પણ વાંચો : કેટરીનાની આ વાતને લઈને વિક્કી કૌશલે ધનુષની ‘રાઉડી બેબી’ પર કર્યો ડાન્સ ફેન્સે આપ્યું કંઈક આવું રિએક્શન

આ પણ વાંચો : કપિલ શર્માએ તેની પત્ની ગિન્નીને પુછ્યુ તે સ્કૂટીવાળા છોકરાને કેમ પસંદ કર્યો ?, ગિન્નીએ આપ્યો આ મજેદાર જવાબ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">