Bigg Boss 15: સલમાન ખાનની થપ્પડ પણ મંજુર હતી, ઘરની બહાર આવ્યા બાદ ઉમર રિયાસે કહ્યું, તે ફિનાલેથી એક ડગલું દૂર હતો

Umar Riaz Evicted, Bigg Boss 15:ઉમરની એક ભૂલ તેને ભારે પડી, જેનું પરિણામ એ આવ્યું કે તેને શોમાંથી બહાર આવવું પડ્યું. બિગ બોસમાંથી બહાર આવ્યા બાદ ઉમરે લાઈવ સેશન દ્વારા તેના ફેન્સનો સંપર્ક કર્યો હતો.

Bigg Boss 15: સલમાન ખાનની થપ્પડ પણ મંજુર હતી, ઘરની બહાર આવ્યા બાદ ઉમર રિયાસે કહ્યું, તે ફિનાલેથી એક ડગલું દૂર હતો
Salman Khan and Umar Rias on the other side
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 10:21 AM

Bigg Boss 15: બિગ બોસમાંથી બહાર થયા બાદ ઉમર રિયાઝ (Umar Riaz)ના ફેન્સ ખૂબ જ નિરાશ છે. ચાહકોની સાથે, ઉમર રિયાસને પણ આશા હતી કે, તે બિગ બોસના ફિનાલેનો ભાગ બનશે. પરંતુ આ થઈ શક્યું નહીં. ઉમરની એક ભૂલ તેને ભારે પડી, જેનું પરિણામ એ આવ્યું કે તેને શોમાંથી બહાર આવવું પડ્યું. બિગ બોસ (Bigg Boss)માંથી બહાર આવ્યા બાદ ઉમરે લાઈવ સેશન દ્વારા તેના ફેન્સનો સંપર્ક કર્યો હતો. ઈન્સ્ટા લાઈવ દરમિયાન ચાહકો ઉમર રિયાસને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા અને ઘણો પ્રેમ વરસાવતા જોવા મળ્યા હતા.

આવી સ્થિતિમાં રિયાસે આટલો પ્રેમ આપવા બદલ તેના ચાહકોનો આભાર માન્યો હતો. ઉમરે આ લાઈવ સેશન દરમિયાન બિગ બોસ (Bigg Boss)ની ટીમનો પણ આભાર માન્યો હતો. તેણે કહ્યું, ‘મને તક આપવા બદલ આભાર. બિગ બોસના કારણે જ મને એક નવી ઓળખ મળી છે.

સલમાન ખાનની થપ્પડ પણ મંજુર હતી : ઉમર રિયાસ

ઉમરે સલમાન ખાન (Salman Khan) માટે આગળ કહ્યું કે- જો મને શોમાં સલમાન ખાન દ્વારા ઠપકો આપ્યો હોત તો હું ખાઈ લેત. જો સલમાન ખાને ગુસ્સામાં તેને થપ્પડ મારી હોત તો પણ ખુશીથી ખાઈ લેત.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ઉમર રિયાસે કરણ કુન્દ્રા સાથે વિતાવેલી પળો વિશે વાત કરી

શોની કેટલીક યાદગાર ક્ષણો વિશે વાત કરતાં ઉમરે કહ્યું કે તે ઘણીવાર તેના મિત્ર અને સ્પર્ધક કરણ કુન્દ્રાને કહેતો હતો કે કેટલું સારું જો હું અને તું ફાઈનલમાં સ્ટેજ પર એકસાથે ઊભા રહીએ અને સલમાન ભાઈએ આપણા બંનેના હાથ ઊંચા કરી વિજેતા જાહેર કરે.

બધું પહેલેથી જ લખાયેલું છે – ઉમર રિયાસ

આ દરમિયાન ઉમરે કહ્યું કે, તેની ઈચ્છા હતી કે, તે બિગ બોસ 15ની ટ્રોફી તેની સાથે ઘરે લઈ જાય પરંતુ તેમ થઈ શક્યું નહીં. તમને જણાવી દઈએ કે, બિગ બોસ 15 શોમાં ઉમર રિયાસ ખૂબ જ મજબૂત સ્પર્ધક તરીકે ઉભરી આવ્યો હતો. જ્યારે તે શોમાં આવ્યો ત્યારે લોકો તેને અસીમ રિયાસના ભાઈ તરીકે ઓળખતા હતા. પરંતુ આ શોમાં તેણે પોતાની ખાસ ઓળખ બનાવી હતી. આ પછી ઉમર શોના સૌથી લોકપ્રિય સ્પર્ધકોમાંથી એક બની ગયો.

ઉમરના શોમાંથી બહાર નીકળવાના સમાચાર જાહેર થયા તે પહેલા જ પંજાબી અભિનેત્રી અને બિગ બોસ એક્સ સ્પર્ધક હિમાંશી ખુરાનાએ ટ્વીટ કરીને બિગ બોસ પર ગુસ્સો ઠાલવ્યો હતો.

આ પણ વાંચો- Covid-19: વિદેશથી આવતા પ્રવાસીઓ માટે કડક નિયમો, આજથી 7 દિવસ હોમ ક્વોરેન્ટાઈન જરૂરી

g clip-path="url(#clip0_868_265)">