બોલિવૂડ સેલેબ્સ 2023નું સ્વાગત કરવા છે તૈયાર, જુઓ તેમની વર્ષ 2022ની યાદો
વરુણ ધવન (Varun Dhawan), કૃતિ સેનન (Kriti Sanon), કરણ જોહર, અનન્યા પાંડે અને અન્ય બોલિવૂડ સેલેબ્સ 2022ને સારી યાદો સાથે પૂર્ણ કરી રહ્યાં છે અને 2023નું સ્વાગત કરવા માટે તૈયાર છે.

બોલિવૂડ સેલેબ્સ નવા વર્ષનું આગમન કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઘણા લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે ઘરની બહાર નવા વર્ષની ઉજવણી કરવા ઈચ્છે છે. બોલિવૂડ સેલેબ્સ રજાઓનો આનંદ માણવા માટે તેમના કામને પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. બોલિવૂડ સેલેબ્સ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા તેમનું વર્ષ 2022 કેવું રહ્યું તેની સફર શેયર કરે છે. તો જુઓ આ બોલીવૂડ સેલેબ્સની વર્ષ 2022ની સફર.
View this post on Instagram
બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન માટે વર્ષ સૌથી સફળ રહ્યું છે. આ અભિનેત્રી સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક છે. આ વર્ષે ભેડિયા, મિમીમાં જોવા મળી હતી. એક વીડિયો શેયર કરતાં કૃતિએ લખ્યું, “2022 તમે શાનદાર રહ્યું!! પરંતુ.. હું આગળ વધવા માટે તૈયાર છું..” આ અભિનેત્રી પાસે ઘણી ફિલ્મો છે અને તે કાર્તિક આર્યનની સામે શેહઝાદામાં જોવા મળશે.

Ananya Pandey
અનન્યા પાંડે તેના 2022 ની મિરર સેલ્ફી તેના ઈન્સ્ટાગ્રામ પર શેયર કરીને મેચિંગ પેન્ટ સાથે સફેદ ક્રોપ ટોપમાં સુંદર દેખાય છે. આ ફોટોના કેપ્શનમાં લખે છે કે, “મારો 2022નો છેલ્લો વર્કિંગ ડે! અનન્યા પાંડે આ વર્ષે બે ફિલ્મોમાં જોવા મળી હતી, જેમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે ગેહરૈયાં અને વિજય દેવરકોંડા સાથે લાઈગર હતી.
View this post on Instagram
વરુણ ધવન ફિલ્મ જુગ જુગ જિયોના ગીત પર શર્ટલેસ થઈને ડાન્સ કરી રહ્યો છે અને ફેન્સને વર્ષ 2022ને એક શાનદાર નોટ દ્વારા અલવિદા કહેવા માટે પ્રેરિત કરી રહ્યો છે અને આ એક્ટરે વેનિટી વેનમાં તેની સ્ટાઈલમાં અને પાવર-પેક્ડ પર્ફોર્મન્સમાં 2022ને અલવિદા કહ્યું. આ વર્ષમાં વરુણ ધવનની જુગજુગ જીયો અને ભેડિયા બે ફિલ્મો રિલીઝ થઈ હતી. એક્ટરે રુસો બ્રધર્સની સિરીઝ સિટાડેલ પણ સાઈન કરી હતી.
View this post on Instagram
નોરા ફતેહી માટે વર્ષ 2022 સફળ વર્ષોમાંનું એક છે. આ દિવા આ વર્ષે અનેક મ્યુઝિક વીડિયો અને ફિલ્મોમાં જોવા મળી હતી. આ વર્ષે એક્ટ્રેસે ફિફા વર્લ્ડ કપમાં પોતાની ઓળખ બનાવી. તેણીએ ટૂર્નામેન્ટના સમાપન સમારોહમાં પરફોર્મન્સ કર્યું હતું. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક મીની વ્લોગ શેયર કર્યો છે.
View this post on Instagram
ફિલ્મ મેકર કરણ જોહરે તેના ફેન્સ અને શુભેચ્છકોના પ્રેમ અને સમર્થન બદલ આભાર માનતો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે. જુગજુગ જીયોથી લઈને બ્રહ્માસ્ત્ર સુધી તેની ઘણી ફિલ્મોએ આ વર્ષે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું. આ નિર્માતાનો ચેટ શો કોફી વિથ કરણ સીઝન 7 પણ આ વર્ષે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને તેને ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સારો પ્રતિસાદ મળ્યો હતો.