AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varun Dhawan Viral Reel: વરુણ ધવને અલગ અંદાજમાં 2022ને કહ્યું અલવિદા, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર વરુણ ધવનનો (Varun Dhawan) એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેની ફિલ્મ જુગ જુગ જિયોના ગીત પર શર્ટલેસ થઈને ડાન્સ કરી રહ્યો છે અને ફેન્સને વર્ષ 2022ને એક શાનદાર નોટ દ્વારા અલવિદા કહેવા માટે પ્રેરિત કરી રહ્યો છે.

Varun Dhawan Viral Reel: વરુણ ધવને અલગ અંદાજમાં 2022ને કહ્યું અલવિદા, જુઓ વીડિયો
Varun Dhawan
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2022 | 6:01 PM
Share

વર્ષ 2022ને પૂરું થવામાં માત્ર થોડા દિવસો બાકી છે, આવામાં બોલિવૂડ કલાકારો તેમના ફેન્સને નવા વર્ષની શરૂઆત કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. હવે એક્ટર વરુણ ધવને એક વીડિયો શેયર કર્યો છે, જેમાં તે પોતાના ખાસ અંદાજમાં વર્ષ 2022ને અલવિદા કહી રહ્યો છે. વીડિયોમાં એક્ટર વરુણ ધવન તેની ફિલ્મ જુગ જુગ જિયોના ગીત પર શર્ટલેસ ડાન્સ કરતો જોવા મળે છે અને તેના ફેન્સને વર્ષ 2022ને શાનદાર નોટ પર અલવિદા કહેવા માટે પ્રેરિત કરતો જોઈ શકાય છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેયર કરતા અભિનેતાએ લખ્યું, 2022ને ગુડબાય, જુગ જુગ જિયો દરેકને. વરુણ ધવને સોશિયલ મીડિયા પર શેયર કરેલા આ વીડિયોને તેના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરીને સતત તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે.

અહીં જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by VarunDhawan (@varundvn)

સિટાડેલ ફ્રેન્ચાઈઝીમાં જોવા મળશે વરુણ ધવન

રિપોર્ટ મુજબ વરુણ ધવન સિટાડેલ ફ્રેન્ચાઈઝીની ઈન્ડિયન ઓરિજિનલ સિરીઝમાં જોડાવાનો હતો, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે વરુણ ધવન ભારતની અનટાઈટલ્ડ સિટાડેલ સિરીઝમાં લીડ રોલ પ્લે કરતો જોવા મળશે. સિટાડેલ સિરીઝનું નિર્દેશન સુપ્રસિદ્ધ જોડી રાજ અને ડીકે કરશે. એક્ટરની આ સિરીઝ આવતા વર્ષે 2023માં શરૂ થશે.

વરુણ ધવનની અપકમિંગ ફિલ્મ

વરુણ ધવનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે આવતા વર્ષે ઘણા પ્રોજેક્ટ્સમાં જોવા મળશે. વરુણ ધવન ટૂંક સમયમાં નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ બવાલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે એક્ટ્રેસ જ્હાન્વી કપૂર સાથે લીડ રોલમાં જોવા મળશે. તેની ફિલ્મ આવતા વર્ષે એપ્રિલ મહિનામાં થિયેટરોમાં રિલીઝ થશે. આ સિવાય એક્ટર રણભૂમિ, મિસ્ટર લેલે અને લવલી સિંહ જેવી ફિલ્મોમાં લીડ રોલમાં જોવા મળશે. એક્ટર છેલ્લે રીલિઝ થયેલી ફિલ્મ ભેડિયામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે એક યુવકનું પાત્ર ભજવ્યું હતું જેને વરુએ ડંખ માર્યા બાદ તેનું શરીર ધીમે ધીમે વરુનું રૂપ ધારણ કરી રહ્યું છે. જેમાં કૃતિ સેનને ડોક્ટરની ભૂમિકા ભજવી છે.

g clip-path="url(#clip0_868_265)">