આદિપુરુષના ટ્રેલર લોન્ચમાં કૃતિ સેનનને ન મળી બેસવાની જગ્યા, એક્ટ્રેસે કર્યું આ કામ, થઈ રહી છે પ્રશંસા, જુઓ Video
Adipurush Trailer Launch: મોસ્ટ અવેટેડ ફિલ્મ 'આદિપુરુષ'ના ટ્રેલર લોન્ચમાં એક્ટ્રેસ કૃતિ સેનનને (Kriti Sanon) બેસવા માટે જગ્યા મળી ન હતી. પછી એક્ટ્રેસે એવું પગલું ભર્યું કે લોકો તેના પ્રશંસક બની ગયા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Adipurush Actress Kriti Sanon: હિન્દી સિનેમાની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક ‘આદિપુરુષ‘ ટૂંક સમયમાં જ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું, જ્યાં તમામ સ્ટાર કાસ્ટે પોતાની સ્ટાઈલથી દરેકનું ધ્યાન ખેંચ્યું હતું, ખાસ કરીને કૃતિ સેનને. કૃતિ એકદમ ટ્રેડિશનલ લુકમાં પહોંચી હતી. ‘આદિપુરુષ’માં જાનકીની ભૂમિકા ભજવનાર કૃતિએ માત્ર પોતાના અવતારથી જ નહીં પરંતુ પોતાના એક એક એક્શનથી પણ ફેન્સનું દિલ જીતી લીધું હતું.
જમીન પર બેસી ગઈ કૃતિ સેનન
‘આદિપુરુષ’ના ટ્રેલર લોન્ચનો કૃતિ સેનનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પોતાની ફિલ્મના ટ્રેલરના સ્ક્રીનિંગ માટે પહોંચેલી કૃતિ સેનનને થિયેટરમાં બેસવાની જગ્યા મળી ન હતી. એક્ટ્રેસે કંઈપણ વિચાર્યા વિના તરત જ જમીન પર બેસી ગઈ. આ પછી ત્યાં બેઠેલા લોકો ઉભા થયા અને કૃતિને ખુરશી પર બેસવા કહ્યું. સેલિબ્રિટી હોવા છતાં પણ ફેન્સને ક્રિતીનું જમીન પર બેસવું ગમ્યું. કૃતિ સેનનના ‘ડાઉન ટુ ધ અર્થ’ વર્તનની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે.
View this post on Instagram
‘આદિપુરુષ’ના ટ્રેલર લોન્ચ વખતે કૃતિ સેનનનો લુક
‘આદિપુરુષ’ના ટ્રેલર લોન્ચ વખતે કૃતિ સેનન ખૂબ જ સુંદર દેખાતી હતી. એક્ટ્રેસ આ કાર્યક્રમમાં ફિલ્મના તેના પાત્રની જેમ જ આઉટફિટ પહેરીને પહોંચી હતી. એક્ટ્રેસે પીળી અને લાલ બોર્ડરવાળી સફેદ સાડી પહેરી હતી. એક્ટ્રેસે તેને પીળા બ્લાઉઝ સાથે પેર કરી હતી. હાથમાં બંગડી, કાનમાં નાની બુટ્ટી અને વાળમાં ગજરા મેચિંગ કર્યા હતાં. કૃતિનો લુક દરેકને પસંદ આવી રહ્યો છે.
આ પણ વાંચો : The Kerala Story: વિવાદો વચ્ચે અન્ય 37 દેશોમાં રિલીઝ થશે ‘ધ કેરલા સ્ટોરી’, અદા શર્માએ આપી જાણકારી
‘આદિપુરુષ’ની સ્ટાર કાસ્ટ
ઓમ રાઉત દ્વારા નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘આદિપુરુષ’ પૌરાણિક કથા ‘રામાયણ’ પર આધારિત છે. ફિલ્મમાં પ્રભાસ ‘ભગવાન રામ’ (રાઘવ)નો રોલ કરી રહ્યો છે અને કૃતિ સેનન ‘સીતા’ ઉર્ફે ‘જાનકી’ માતાનો રોલ કરી રહી છે. સૈફ અલી ખાન ફિલ્મમાં ‘રાવણ’ (લંકેશ) નો રોલ કરી રહ્યો છે. આ સિવાય ‘આદિપુરુષ’માં સની સિંહ અને વત્સલ સેઠ પણ મહત્વના રોલમાં છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…