AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કૃતિ ખરબંદાએ સ્ક્રીન ટેસ્ટ આપ્યા બાદ મળી 14 Phere, વિક્રાંત મેસીએ પોતાને કહ્યા ‘Fanboy’

ફિલ્મ '14 ફેરે'ની વાર્તા વિશે વિક્રાંત મેસી, દેવાંશુ અને કૃતિએ ઘણી બધી વાતો કરી હતી અને વિક્રાંત અને કૃતિએ તેમના પાત્રોની ખુલ્લીને ચર્ચા કરી હતી.

કૃતિ ખરબંદાએ સ્ક્રીન ટેસ્ટ આપ્યા બાદ મળી 14 Phere, વિક્રાંત મેસીએ પોતાને કહ્યા ‘Fanboy’
Vikrant Massey, Kriti Kharbanda
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 11:43 PM
Share

ફિલ્મ ’14 ફેરે’ (14 Phere)નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. આજે એટલે કે સોમવારે ’14 ફેરે’ના ટ્રેલર લોન્ચિંગની ઈવેન્ટ રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ફિલ્મના નિર્દેશક દેવાંશુ સિંહ (Devanshu Singh) અને ફિલ્મની આખી કાસ્ટ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વિક્રાંત મેસી (Vikrant Massey), કૃતિ ખરબંદા (Kriti Kharbanda),ગૌહર ખાન (Gauahar Khan), યામિની, વિનીત કુમાર જેવા ઘણા કલાકારો સામેલ હતા.

ફિલ્મ ’14 ફેરે’ની વાર્તા વિશે વિક્રાંત માસે, દેવાંશુ અને કૃતિએ ઘણી બધી વાતો કરી હતી અને વિક્રાંત અને કૃતિએ તેમના પાત્રોની ખુલ્લીને ચર્ચા કરી હતી. આ દરમિયાન દેવાંશુએ કહ્યું કે તેમણે ’14 ફેરે’ના મુખ્ય પાત્ર અદિતી માટે તેમણે ઘણી અભિનેત્રીઓ સાથે વાત કરી હતી, પરંતુ બાબતો કામ લાગી ન હતી. આ પછી તેમણે કેટલીક અભિનેત્રીઓના સ્ક્રીન ટેસ્ટ પણ લીધા.

જેમાં તે અભિનેત્રીઓ પણ ચાલી ન શકી. દેવાંશુએ જણાવ્યું કે કૃતિએ પણ આ ફિલ્મ માટે સ્ક્રીન ટેસ્ટ આપ્યો હતો. દેવાંશુનું માનવું છે કે કૃતી હવે એવા તબક્કે આવી ગઈ છે, જ્યાં તેમને સ્ક્રીન ટેસ્ટ આપવાની જરૂર નથી, પરંતુ તેમ છતાં કૃતિએ સ્ક્રીન ટેસ્ટ આપ્યો હતો અને તે અદિતીની ભૂમિકા માટે સિલેક્ટ થઈ હતી.

વિક્રાંત પોતાને કહ્યો કૃતીનો ફેન બોય

કૃતિના વખાણ વિક્રાંત મેસીએ પણ કર્યા હતા. વિક્રાંત પોતાને કૃતિનો ફેન બોય કહે છે. આ સાથે વિક્રાંતે પણ ખુલાસો કર્યો કે તેમણે સારી સ્ક્રિપ્ટ હોવાની સાથે સાથે માત્ર કૃતિ ખરબંદા ફિલ્મમાં હોવાથી આના માટે હા કરી હતી. વિક્રાંતે કૃતિ વિશે કબૂલાત આપતી વખતે કહ્યું કે હું અને કૃતી ઘણા લાંબા સમયથી એકબીજાને ઓળખીએ છીએ. મેં તેમનું કામ જોયું છે પણ સાચું કહું તો હું લાંબા સમયથી કૃતિનો પ્રશંસક છું.

તેમણે વધુમાં કહ્યું કે મારા અનુસાર કૃતિ એક ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક છે. મેં તેમને સ્ક્રીન પર જોઈ હતી. તે સુંદર હોવા ઉપરાંત એક સારી અભિનેત્રી પણ છે. આ એક સંપૂર્ણ સંયોજન છે. મને લાગ્યું કે મને તેમની સાથે કામ કરવાની તક મળી છે. અટલી સારી સ્ક્રિપ્ટ છે. મતલબ હું કૃતિનો ઘણા ટાઈમથી એક ફેન બોય રહ્યો છું.

ફિલ્મની વાત કરીએ તો તે એક રોમેન્ટિક કોમેડી છે, જે તમારા ઘરોમાં હસાવવા માટે 23મી જુલાઈએ ઝી5 પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મની વાર્તા બે પ્રેમીઓની આસપાસ ફરે છે, જે લગ્ન કરવા માંગે છે, પરંતુ તેમના પરિવારો આ લગ્નની વિરુદ્ધ છે. આવી સ્થિતિમાં બંને ખોટા માતા-પિતા સાથે એક જબરદસ્ત પ્લાનિંગ બનાવે છે, જેમાં તેમને સાતને બદલે 14 ફેરા લેવા પડે છે. હવે જો ફિલ્મની વાર્તામાં કોઈ ટ્વીસ્ટ ન આવે તો તે હોઈ શકે નહીં. આ ટ્વિસ્ટ શું છે, આ માટે તમારે 23 જુલાઈ સુધી રાહ જોવી પડશે.

આ પણ વાંચો: આમિર ખાન અને ‘Laal Singh Chaddha’ની ટીમ પર લાગ્યો પ્રદૂષણ ફેલાવવાનો આરોપ, સેટથી વાયરલ થયો Video

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">