કરોડોની માલિક છે કેટરિના કૈફ, લંડનમાં ખરીદ્યો આલીશાન બંગલો, જાણો એક્ટ્રેસની નેટવર્થ
બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ (Katrina Kaif) આજે તેનો 39મો જન્મદિવસ મનાવી રહી છે. વર્ષ 2003માં કેટરિના કૈફે બોલિવૂડ ફિલ્મ 'બૂમ'થી ફિલ્મ દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું.
બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફનું (Katrina Kaif) નામ ટોપ અભિનેત્રીઓમાં સામેલ છે. કેટરિના કૈફ આજે તેનો 39મો જન્મદિવસ મનાવી રહી છે. એક્ટ્રેસ કેટરિના કૈફની લોકપ્રિયતા છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી વધી છે. જ્યાં તેની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કમાલ કરવાનું શરૂ કર્યું, ત્યારે કેટરીનાની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત વધી ગઈ છે. વર્ષ 2003માં કેટરિના કૈફે બોલિવૂડ ફિલ્મ ‘બૂમ’થી ફિલ્મ દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. કેટરિના કૈફ થોડા જ વર્ષોમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન મેળવવા સફળ રહી છે. તેણે ગયા ડિસેમ્બરમાં ફિલ્મ એક્ટર વિકી કૌશલ (Vicky Kaushal) સાથે લગ્ન કર્યા હતા. ફેન ફોલોઈંગ સિવાય કેટરીના પણ કમાણીના મામલે ઓછી નથી. આજે તમને કેટરિનાની નેટવર્થ વિશે જણાવીશું.
આટલી સંપત્તિની માલિક છે કેટરિના કૈફ
ઘણા મીડિયા રિપોર્ટ્સ મુજબ કેટરિના કૈફની કુલ સંપત્તિ 224 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. એક્ટ્રેસ કેટરિના કૈફ એક ફિલ્મ માટે લગભગ 11 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. એટલું જ નહીં, ફિલ્મમેકર્સ પણ તેને જોઈએ તેટલી રકમ આપવામાં અચકાતા નથી. ફિલ્મો સિવાય કેટરીના કૈફ જાહેરાતો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ ઘણી કમાણી કરે છે. વાત કરીએ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની તો, તેના માટે પણ કેટરિના કૈફ લગભગ 6 થી 7 કરોડ રૂપિયા કમાય છે. તેનો પતિ વિકી કૌશલ તેની ફિલ્મો માટે 3 થી 4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
View this post on Instagram
લંડનમાં ખરીદ્યો છે આલીશાન બંગલો
કેટરીના કૈફનો પરિવાર લંડનમાં રહે છે. કેટરિના જ્યારે પણ કામથી ફ્રી થાય છે ત્યારે તે પોતાની ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા લંડન જાય છે. કેટરીના કૈફે લંડનમાં એક આલીશાન બંગલો ખરીદ્યો છે, જેની કિંમત 7 કરોડ રૂપિયા છે. આ સિવાય કેટરીના કૈફે મુંબઈના અંધેરી વેસ્ટમાં એક આલીશાન બંગલો પણ ખરીદ્યો છે, જેની કિંમત લગભગ 45 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
કેટરિના પાસે બેસ્ટ કાર ક્લેક્શન
કેટરીના કૈફ પાસે બેસ્ટ કાર ક્લેક્શન પણ છે. તેને કારનો પણ ખૂબ શોખ છે. એક્ટ્રેસ કેટરિના પાસે લેન્ડ રોવર Rover Vogue LWB છે, જેની કિંમત લગભગ 2.37 કરોડ છે. આ સિવાય કેટરીના કૈફ પાસે મર્સિડીઝ ML350 છે, જેની કિંમત 50 લાખ છે. કેટરિના પાસે ઓડી પણ છે, જેની કિંમત 80 લાખ રૂપિયા છે. આ સિવાય કેટરીનાને હેન્ડબેગ્સ પણ ખૂબ જ શોખ છે. એક્ટ્રેસ કેટરિના પાસે ઘણી બધી હેન્ડબેગ છે. પરંતુ તે પસંદગીની બ્રાન્ડની બેગ રાખે છે, જેની કિંમત લાખોમાં છે.