Happy Birthday Katrina Kaif: કેટરિના કૈફ થઈ 39 વર્ષની, પોતાની કારર્કિદીમાં સલમાન ખાન અને આઈટમ સોન્ગસને કારણે રહી ચર્ચામાં
Katrina Kaif Birthday : કેટરિના ભારતની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. ફિલ્મો સિવાય તે ઘણી મોટી કંપનીઓની એડ ફિલ્મો પણ કરે છે. કેટરિના કૈફનો આજે જન્મદિવસ છે.
અભિનેત્રી કેટરિના કૈફ (Katrina Kaif) ભારતની બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે અને તેણે આ ઈન્ડસ્ટ્રીમાં ઝડપથી નામ કમાઈ લીધું હતું. તે બોલીવુડની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી છે. આજે કેટરિના કૈફનો 39મો જન્મદિવસ (Katrina Kaif Birthday) છે. તે તેના પતિ વિક્કી કૌશલ સાથે જન્મદિવસની ઉજવણી કરવા માલદિવ્સ રવાના થઈ છે. હાલમાં જ તે એરપોર્ટ પર પતિ વિક્કી કૌશલ અને મિત્રો સાથે દેખાઈ હતી. ચાલો જાણીએ કેટરિના કૈફ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. તે બ્રિટિશ નાગરિક છે અને તેની પાસે ભારતીય રોજગાર વિઝા છે. અભિનેત્રીની ફિલ્મો માત્ર બોક્સ ઓફિસ પર જ નહીં, પરંતુ દર્શકોના દિલ પર પણ રાજ કરે છે. આજે તેની ફેન ફોલોઈંગ આખી દુનિયામાં છે. હાલમાં કેટરિના ભારતની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. ફિલ્મો સિવાય તે ઘણી મોટી કંપનીઓની એડ ફિલ્મોમાં પણ કરે છે. કેટરિના કૈફનો જન્મ 16 જુલાઈ 1983ના રોજ હોંગકોંગમાં થયો હતો. કેટરિનાનું પૂરું નામ કેટરિના ટર્કોટ છે. આ તેના નિક નેમ છે – કેટ, કેટી, કેટ્ઝ અને સામ્બો. તેના ઘણા મિત્રો તેને તેના નિક નેમથી જ બોલાવે છે.
View this post on Instagram
કેટરિના કૈફેનું પરિવાર અને તેનું શિક્ષણ
તેના પિતાનું નામ મોહમ્મદ કૈફ અને માતાનું નામ સુઝાન છે. તેને ત્રણ મોટી બહેનો, ત્રણ નાની બહેનો અને એક મોટો ભાઈ છે. તેના પરિવારની હાલત એવી હતી કે તેને એક શહેરથી બીજા શહેરમાં જવું પડતું હતું. કેટરિના કૈફના અભ્યાસની વાત કરીએ તો તેની શરૂઆત ‘હોમ સ્કૂલિંગ’થી થઈ હતી. ઘરે તેને તેની માતા અને અન્ય શિક્ષકો દ્વારા શીખવવામાં આવ્યું હતું. આ પછી તેણે ‘કોરસ્પોન્ડન્સ કોર્સ’ દ્વારા પોતાનું શિક્ષણ લીધું.
View this post on Instagram
કેટરીનાની માતા સુઝાના તરીકે પણ ઓળખાય છે. તેની માતા બ્રિટનમાં વકીલ અને સામાજિક કાર્યકર છે, તે ‘રિલીફ પ્રોજેક્ટ્સ ઈન્ડિયા’ નામનું ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે, જે મહિલાઓ અને છોકરીઓ માટે કામ કરે છે. બાળપણમાં કેટરીનાના માતા-પિતા મુહમ્મદ કૈફ વચ્ચે છૂટાછેડા થઈ ગયા હતા. કેટરીનાએ જણાવ્યું કે તેની માતા તેના તમામ ભાઈ-બહેનોના શિક્ષણ અને ઉછેરની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવી રહી છે. તેમના ઉછેરમાં તેમના પિતાએ તેમને મદદ કરી ન હતી.
કેટરિના કૈફની કારકિર્દી
કેટરીનાની કારકિર્દીની શરૂઆત 14 વર્ષની ઉંમરે મોડલિંગથી થઈ હતી. મોડલિંગ કરતી વખતે તેણે ફિલ્મ ‘બૂમ’ (2003) માં કાસ્ટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેને ઘણી બ્રાન્ડ્સ એન્ડોર્સ કરવા માટે પણ મળી. ફિલ્મ ‘બૂમ’ ના ચાલી પછી તેણે તેલુગુ ફિલ્મ ‘મલ્લીસ્વરી’માં કામ કર્યું. આ પછી તે ફિલ્મ ‘સરકાર’માં પણ જોવા મળી પરંતુ મુખ્યત્વે તેને ફિલ્મ ‘મૈંને પ્યાર ક્યૂં કિયા’ (2005) થી મોટો બ્રેક મળ્યો જેમાં તેનો હીરો સલમાન ખાન હતો.
આ ફિલ્મ પછી તે બોલિવૂડની પ્રખ્યાત હિરોઈનોમાંની એક બની ગઈ. તે પછી વર્ષ 206માં અક્ષય કુમાર સાથે કેટરીનાની ફિલ્મ હમકો દિવાના કર ગયે હિટ રહી હતી અને બિપાસાની સાથે સાથે કેટરીનાના અભિનયના પણ વખાણ થયા હતા. આ પછી કેટરીનાએ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં નમસ્તે લંડન, પાર્ટનર, વેલકમ, રેસ, અજબ પ્રેમ કી ગઝબ કહાની, બોડીગાર્ડ, દે દના દન એક થા ટાઈગર વગેરે મુખ્ય છે. તેણે પોતાની કારકિર્દીમાં અક્ષયકુમાર સાથે સૌથી વધારે ફિલ્મો કરી છે.
કેટરિના કૈફની લવલાઈફ
તેનું નામ સલમાન ખાન, અક્ષય કુમાર, રણબીર કપૂર અને સિદ્ધાર્થ મન્હોત્રા સાથે જોડાયુ હતુ. આ બધા સાથે તેના સમયે સમયે અફેર રહ્યા હતા. અંતે તેના જીવનમાં વિક્કીની એન્ટ્રી થઈ. કેટરિના કૈફે 9 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનના ફોર્ટ બરવાડા ખાતે વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન એકદમ રોયલ અને ભવ્ય હતા.
View this post on Instagram
કેટરિના કૈફ નેટ વર્થ
રિપોર્ટ્સ અનુસાર, કેટરિનાની નેટ વર્થ (2021) $30 મિલિયન હતી. ભારતીય રૂપિયામાં નેટ વર્થ 240 કરોડ, માસિક આવક અને પગાર 90 લાખ અને વાર્ષિક આવક 10 કરોડ છે.