AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asha Bhosle Love Story : પ્રથમ લગ્નના ખરાબ અનુભવને કારણે આશા ભોંસલે ફરીથી લગ્ન કરવા નહોતા માંગતા, જાણો કેવી છે લવ સ્ટોરી

આશા ભોંસલે (Asha Bhosle) અને આરડી બર્મને એકસાથે ઘણા હિટ ગીતો આપ્યા છે. બંને વચ્ચેની જબરદસ્ત કેમેસ્ટ્રી ચાહકોને ગમી. હવે અમે તમને બંને ગાયકોની લવ સ્ટોરી વિશે જણાવીશું.

Asha Bhosle Love Story : પ્રથમ લગ્નના ખરાબ અનુભવને કારણે આશા ભોંસલે ફરીથી લગ્ન કરવા નહોતા માંગતા, જાણો કેવી છે લવ સ્ટોરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2023 | 11:59 AM
Share

Asha Bhosle Love Story : આશા ભોસલે હિન્દી સિનેમાની પીઢ ગાયિકા છે અને તેમણે પરદે મે રહેને દો, ચૂરા લિયા હૈ, ઉડે જબ જબ ઝુલ્ફે તેરી અને જરા સા ઝૂમ લુ મે જેવા ઘણા લોકપ્રિય ગીતો આપ્યા છે. આજે આશા ભોસલે (Asha Bhosle )નો જન્મદિવસ પણ છે.આશાએ પીઢ ગાયિકાઓમાંની એક છે જેમના ગીતોનો જાદુ હજુ પણ અકબંધ છે. આશા તેના ગીતો માટે જેટલી લોકપ્રિય રહી છે તેટલી જ તે પોતાના અંગત જીવન માટે પણ ચર્ચામાં રહી છે.

આજે આશા ભોંસલેના જન્મદિવસ પર અમે તમને આશા ભોંસલે અને આરડી બર્મનની લવ સ્ટોરી વિશે જણાવીશું.

આ પણ વાંચો : Asha Bhosle Birthday : 16 વર્ષની ઉંમરે આશા ભોંસલેએ 16 વર્ષ મોટા પુરુષ સાથે લગ્ન કર્યા, અંગત જીવનમાં ઘણો સંઘર્ષ જોયો

આશાએ પ્રથમ લગ્ન ગણપતરાવ સાથે 1949માં કર્યા હતા. તે સમયે આશા 16 વર્ષની હતી અને ગણપતરાવ 31 વર્ષના હતા. આશા અને ગણપતરાવને ત્રણ બાળકો હતા: આનંદ, હેમંત અને વર્ષા. જો કે, તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. બંને વચ્ચે મતભેદ થયો અને પછી 1960માં આશા અને ગણપતરાવ અલગ થઈ ગયા. એ સમયે આશાને ઘણી પીડા થઈ અને પછી ગણપતરાવથી અલગ થયા પછી આશાએ પોતાના ત્રણ બાળકો સાથે નવું જીવન શરૂ કર્યું.

સંગીત આશા અને આરડી બર્મનને નજીક લાવ્યા

જ્યારે આરડી બર્મને રીટા પટેલ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ પછી બંનેએ 1971માં છૂટાછેડા લીધા હતા. આ પછી આશા અને આરડી બર્મન એકબીજાની નજીક આવવા લાગ્યા. બંને કામ માટે મળતા હતા. તે સમયે આશા અને આર.ડી.બર્મનનો સંગીત પ્રત્યેનો પ્રેમ તેમને નજીક લાવ્યા. આરડી બર્મન, જેઓ આશા કરતા 6 વર્ષ નાના હતા, આશા સાથે પ્રેમમાં પડ્યા અને એક દિવસ તેણે તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું.

આશાએ અગાઉ આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો

આશાએ શરૂઆતમાં આ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો કારણ કે તેના પ્રથમ લગ્નના ડરામણા અનુભવથી બરબાદ થઈ ગઈ હતી. તે ફરીથી લગ્ન કરવાથી ડરતી હતી, પરંતુ આરડી બર્મનના પ્રેમને કારણે તેણે લગ્ન માટે હા પાડી. બંનેએ વર્ષ 1980માં ફરી લગ્ન કર્યા.

આશા અને આરડી બર્મને એકસાથે ઘણા હિટ ગીતો આપ્યા. ચાહકોને બંને ગાયકોની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી હતી. પણ કોણ જાણતું હતું કે આ કેમેસ્ટ્રી લાંબો સમય નહીં ચાલે.આરડી બર્મનની તબિયત પછીથી બગડવા લાગી વર્ષ 1994માં તેમણે આશા અને આ દુનિયાને અલવિદા કહી દીધું હતુ.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">