KL રાહુલ-આથિયા શેટ્ટી બનશે આલિયા-રણબીર કપૂરના પાડોશી, લગ્ન પછી નવા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થશે

પૂર્વે, કેએલ રાહુલ (KL Rahul) અને આથિયા બાંદ્રાના કાર્ટર રોડ સ્થિત એક શાનદાર એપાર્ટમેન્ટમાં શિફ્ટ થશે. પરંતુ હવે સમાચાર આવ્યા છે કે રાહુલ અને આથિયા હવે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના પડોશી બનવા જઈ રહ્યા છે.

KL રાહુલ-આથિયા શેટ્ટી બનશે આલિયા-રણબીર કપૂરના પાડોશી, લગ્ન પછી નવા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થશે
KL Rahul & Athiya Shetty (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 7:25 PM

કેએલ રાહુલ (KL Rahul) અને આથિયા શેટ્ટીની (Athiya Shetty) ક્યૂટ લવ સ્ટોરી આજકાલ સતત ચર્ચામાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં જ આ સ્ટાર કપલ લગ્નના બંધનમાં (Athiya Shetty Marriage) બંધાઈ શકે છે. અભિનેત્રી આથિયા શેટ્ટી અને લોકપ્રિય ક્રિકેટર કેએલ રાહુલ આ વર્ષે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન પછી આ સ્ટાર કપલ ક્યાં રહેશે, તે જાણવા તેમના ચાહકો ખુબ ઉત્સુક છે. પૂર્વે, કેએલ રાહુલ અને આથિયા બાંદ્રાના કાર્ટર રોડ સ્થિત એક એપાર્ટમેન્ટમાં શિફ્ટ થશે. પરંતુ હવે સમાચાર આવ્યા છે કે રાહુલ અને આથિયા હવે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના નવા પડોશી બનવા જઈ રહ્યા છે.

આથિયા શેટ્ટી અને કેએલ રાહુલનું ડ્રીમ હોમ પાલી હિલમાં હશે!

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, રાહુલ અને આથિયાએ મુંબઈના પાલી હિલમાં તેમના સપનાનું ઘર શોધી લીધું છે. આથિયા અને કેએલ રાહુલ પાલી હિલના એક શાનદાર એપાર્ટમેન્ટમાં રહેશે. આ બિલ્ડિંગના નવમા માળે અત્યારે કામ ચાલી રહ્યું છે. રાહુલ અને આથિયાએ આ આખો નવમો માળ પોતાના માટે રિઝર્વ કર્યો છે.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

સૂત્રોના જણાવ્યા અનુસાર, આથિયાની મમ્મી અને સુનીલ શેટ્ટીની પત્ની માના શેટ્ટી તેમની પુત્રીના આ નવા ઘરને સજાવશે. સુનીલ શેટ્ટીએ આ એપાર્ટમેન્ટ તેની પુત્રી અને જમાઈ માટે ખરીદી લીધું છે. તો શું સુનીલ શેટ્ટીએ દીકરી આથિયા શેટ્ટી માટે આ બ્રાન્ડ ન્યુ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે ??

આથિયા અને કેએલ રાહુલનો પ્રેમ ઇન્સ્ટાગ્રામમાં છલકાઈ રહ્યો છે

શું સુનીલ શેટ્ટીએ તેની પુત્રી માટે બ્રાન્ડ ન્યુ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે ??

ફેન્સ જણાવી રહ્યા છે કે, કેએલ રાહુલે પોતાની મહેનતની કમાણીથી આ સમગ્ર ફ્લોર ખરીદ્યો છે. તેમના લગ્ન પછી આથિયા શેટ્ટી અને રાહુલ આ ફ્લેટમાં સેટલ થઈને પોતાની નવી દુનિયા બનાવશે. જો કે, હાલમાં આ એપાર્ટમેન્ટને તૈયાર થવામાં સમય લાગશે. ત્યાં સુધી તેઓ ભાડે રાખેલા તેમના એપાર્ટમેન્ટમાં રહેશે. આ ભાડાના એપાર્ટમેન્ટનું રેન્ટ 10 લાખ રૂપિયા પ્રતિ માસ જણાવવામાં આવી રહ્યું છે. આ ભાડાનો ફ્લેટ પણ રાહુલે આ બિલ્ડિંગના 8મા માળે રાખ્યો છે.

રાહુલ-આથિયા આલિયા-રણબીરના પડોશી બનશે

View this post on Instagram

A post shared by Pinkvilla (@pinkvilla)

આથિયા શેટ્ટી અને રાહુલની બિલ્ડિંગનું નામ ‘સંધુ પેલેસ’ છે. આ ઈમારત ‘વાસ્તુ’ની બે ઈમારતો પછી આવે છે. જે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘર પાસે છે. તે મુજબ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના આગામી સમયમાં કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના પડોશી બનવા જઈ રહયા છે.

તમને શું લાગે છે કે, આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ ક્યારે લગ્ન કરી શકે છે ?? અમને નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવશો…..

આ પણ વાંચો – ‘કંગના રનૌત સાથે કામ કરવું ખૂબ મુશ્કેલ છે!’, નવાઝુદ્દીન સિદ્દીકીએ આ સમાચાર પર પ્રતિક્રિયા આપી

g clip-path="url(#clip0_868_265)">