અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની (Nawazuddin Siddiqui) ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’ (Tiku Weds Sheru Film) ટૂંક સમયમાં લોકપ્રિય OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ કંગના રનૌતે પ્રોડ્યુસ કરી છે. દબંગ પ્રકારનું વ્યક્તિત્વ હોવા ઉપરાંત, કંગના રનૌત એ એક સ્પષ્ટવક્તા અભિનેત્રી પણ છે. અગાઉ, જ્યારે કંગના રનૌતે ફિલ્મ ‘મણિકર્ણિકા’માં કામ કર્યું હતું, તે સમયે ફિલ્મ નિર્દેશક સાથે અને પછી કો-સ્ટાર સોનુ સૂદ સાથેના અણબનાવના સમાચાર પણ સામે આવ્યા હતા. તાજેતરમાં, નવાઝુદ્દીન સિદ્દીકી વિશે એવા અહેવાલો હતા કે અભિનેતા કહે છે કે ‘કંગના રનૌત સાથે કામ કરવું ખૂબ જ મુશ્કેલ છે’.
View this post on Instagram
હવે નવાઝુદ્દીન સિદ્ક્કીએ આ વાયરલ ટિપ્પણી અંગે પ્રતિક્રિયા આપી છે. નવાઝુદ્દીને પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે, કંગના મારા માટે શ્રેષ્ઠ નિર્માતાઓમાંની એક છે. કંગના સાથે મુશ્કેલ કામ કરવાના સમાચાર પર પ્રતિક્રિયા આપતા અભિનેતાએ કહ્યું કે, ”હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો ખોટા સમાચાર ફેલાવે છે. એવું બિલકુલ નથી. આ અહેવાલોમાં કોઈપણ પ્રકારની સત્યતા જ નથી.”
View this post on Instagram
સિદ્ધાર્થ કાનનને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેતા નવાઝુદ્દીને કહ્યું કે, ”તેની સાથે કામ કરીને બહુ મજા આવી. કંગના ખૂબ જ અદ્ભુત છોકરી છે.” નવાઝે આગ કહ્યું કે, ”તે મારી પ્રોડ્યુસર રહી છે. બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં બહુ ઓછા લોકો તેના જેવા ફિલ્મ નિર્માતા છે. જો મેં આ કોન્સેપ્ટ સાથે કંગના સાથે કામ કર્યું હોત તો આવું બિલકુલ ન થાત. શેનો ડર? તેણી એક અદ્ભુત અભિનેત્રી છે, એક મહાન નિર્માતા છે.”
View this post on Instagram
નવાઝુદ્દીને આગળ કહ્યું કે, ”જ્યારે તમે ખોટી વાતો વિશે સાંભળ્યું હશે, તો પછી તમે મારા વિશે પણ ઘણી બધી વાતો સાંભળી હશે. પરંતુ તમે જાણો છો કે હું ખરેખર કેવો વ્યક્તિ છું. આ બધું એટલા માટે છે કારણ કે, બૉલિવુડ ઈન્ડસ્ટ્રીમાં લોકો કાચા કાનના છે. જે અફવા ફેલાવવામાં આવે છે તેને લોકો ખૂબ જ સરળતાથી સ્વીકારી લે છે. ચાલો તેના કરતા એક સત્ય તરીકે સમાચારો જાણીએ.”
જો કે, વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તાજેતરમાં નવાઝુદ્દીન ટાઈગર શ્રોફની ફિલ્મ ‘હીરોપંતી 2’માં જોવા મળ્યો હતો. ફિલ્મમાં નવાઝના કામને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. નવાઝ અને ટાઈગર ઉપરાંત આ ફિલ્મમાં તારા સુતારિયા પણ મેઈન લીડમાં છે.