KL Rahul-Athiya Shetty Wedding News : KL રાહુલ અને આથિયા શેટ્ટી બંધાશે લગ્નના બંધનમાં ? સુનીલ શેટ્ટીની દીકરીના લગ્ન થશે ખાસ રીતે

અહેવાલ છે કે ટૂંક સમયમાં આથિયા શેટ્ટી ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul) સાથે લગ્ન કરી શકે છે. આથિયા અને કેએલ રાહુલ લાંબા સમયથી સાથે છે. આવી સ્થિતિમાં હવે ચર્ચા તેજ થઈ રહી છે કે, આથિયા અને કેએલ રાહુલ પણ તેમના સંબંધોને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે તૈયાર છે.

KL Rahul-Athiya Shetty Wedding News : KL રાહુલ અને આથિયા શેટ્ટી બંધાશે લગ્નના બંધનમાં ? સુનીલ શેટ્ટીની દીકરીના લગ્ન થશે ખાસ રીતે
KL Rahul & Athiya Shetty (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 10:56 AM

આ દિવસોમાં બોલિવૂડમાં એક પછી એક સેલેબ્સના લગ્નના સમાચારો સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં સુનીલ શેટ્ટીની (Suniel Shetty) પુત્રી આથિયા શેટ્ટીના (Athiya Shetty) લગ્નની ચર્ચાઓ પણ તેજ થઈ ગઈ છે. અહેવાલ છે કે ટૂંક સમયમાં આથિયા શેટ્ટી ક્રિકેટર કેએલ રાહુલ (KL Rahul) સાથે લગ્ન કરી શકે છે. તમને જણાવી દઈએ કે, આથિયા અને કેએલ રાહુલ લાંબા સમયથી સાથે છે, આવી સ્થિતિમાં હવે ચર્ચા તેજ થઈ રહી છે કે આથિયા અને કેએલ રાહુલ પણ તેમના સંબંધોને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે તૈયાર છે. એવું માનવામાં આવે છે કે આ વર્ષે કપલ સાત ફેરા લઈ શકે છે. મીડિયા અહેવાલો અનુસાર, ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી દક્ષિણ ભારતીય રીત-રિવાજો (South Indian wedding ceremony) સાથે લગ્ન કરશે.

કેએલ રાહુલને લઈને ખૂબ જ ખુશ છે આથિયાનો પરિવાર

શેટ્ટી પરિવાર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, અહેવાલ છે કે અથિયાના પરિવારે તેના લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આથિયાનો પરિવાર રાહુલ અને તેમના સંબંધોને લઈને ખૂબ જ ખુશ છે. આવી સ્થિતિમાં, જો બધું બરાબર રહ્યું તો એવું માનવામાં આવે છે કે વર્ષ 2022ના અંત સુધીમાં, રાહુલ અને અથિયા પણ લગ્ન કરી લેશે અને હસબન્ડ વાઇફ બની જશે.

દક્ષિણ ભારતીય રીતિ-રિવાજ પ્રમાણે કરશે લગ્ન

સુનીલ શેટ્ટી મેંગલોરના મુલ્કીનો રહેવાસી છે અને મેંગલોરિયન તુલુ પરિવારનો છે. જેના કારણે લગ્નની તમામ તૈયારીઓ દક્ષિણ ભારતીય રીતિ-રિવાજ મુજબ કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે સુનીલ શેટ્ટીનો જમાઈ કેએલ રાહુલ પણ મેંગલોરનો રહેવાસી છે. આવી સ્થિતિમાં, આ દક્ષિણ ભારતીય લગ્ન બંને તરફથી ખૂબ જ ધામધૂમથી થશે. હાલમાં સુનીલ શેટ્ટી તરફથી આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નને લઈને કોઈ કન્ફર્મ થયેલા સમાચાર નથી.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

નોંધનીય છે કે, સુનીલ શેટ્ટીની પુત્રી અભિનેત્રી આથિયા શેટ્ટી તેના સંબંધોને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. તેનો બોયફ્રેન્ડ અને ક્રિકેટર કેએલ રાહુલ દરરોજ સોશિયલ મીડિયા પર એકબીજા સાથે તસવીરો શેયર કરતો રહે છે. આથિયા અને કેએલ રાહુલે બધાની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તાજેતરમાં (18 એપ્રિલ) કેએલ રાહુલનો જન્મદિવસ હતો. આ ખાસ દિવસે આથિયા શેટ્ટીએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેએલ રાહુલ સાથે પોતાની એક રોમેન્ટિક તસવીર શેયર કરી છે. આ બંનેને એકસાથે જોઈને ચાહકો પણ ઘણા ખુશ થયા હતા.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો: Shocking : એક્ટ્રેસ ગહના વશિષ્ઠનો એકતા કપૂર પર ગંભીર આરોપ, કહ્યું “તેના કારણે આત્મહત્યા કરવાનો વિચાર આવે છે “

આ પણ વાંચો: Good News : ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની મોહિના કુમારીના ઘરે આવી નાનકડી પરી, અભિનેત્રીએ તસવીર કરી શેયર

g clip-path="url(#clip0_868_265)">