સુનીલ શેટ્ટીનો જમાઈ બનશે આ ક્રિકેટર, કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી સાંજે 4 વાગે ફેરા લેશે ! જુઓ લગ્નનું શેડ્યુલ

|

Jan 23, 2023 | 9:55 AM

Athiya Shetty KL Rahul Wedding: આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ આજે એટલે કે 23 જાન્યુઆરીએ એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાશે. તો ચાલો તમને આ લગ્નના ફંક્શન વિશે સંપૂર્ણ માહિતી આપીએ.

સુનીલ શેટ્ટીનો જમાઈ બનશે આ ક્રિકેટર, કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી સાંજે 4 વાગે ફેરા લેશે ! જુઓ લગ્નનું શેડ્યુલ
આજે લગ્નના બંધનમાં બંધાશે આથિયા શેટ્ટી અને રાહુલ
Image Credit source: Instagram

Follow us on

બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ છેલ્લા કેટલાક સમયથી તેમના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે. કેટલાક દિવસોથી બંનેના ઘરના ફોટો અને વીડિયો સતત સામે આવી રહ્યા છે, જેમાં લગ્નની તૈયારીઓ જોવા મળી રહી છે. આજે એટલે કે 23 જાન્યુઆરીએ બંને એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાશે. આવી સ્થિતિમાં, ચાલો તમને બંનેના લગ્નના ફંક્શન વિશે સંપૂર્ણ માહિતી આપીએ.

તમને જણાવી દઈએ કે, આથિયા શેટ્ટીના પિતા અને બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીનું ખંડાલામાં ખૂબ જ આલીશાન ફાર્મ હાઉસ છે. આ ફાર્મ હાઉસ અથિયા અને કેએલ રાહુલના લગ્નનું સ્થળ છે. અહેવાલો અનુસાર, બંનેના લગ્નનું ફંક્શન રવિવારથી કોકટેલ પાર્ટી સાથે શરૂ થઈ છે. આ પાર્ટીમાં ફક્ત પરિવારના સભ્યો અને ખાસ મિત્રોએ જ હાજરી આપી હતી.

હલ્દી અને મહેંદી ફંક્શન

22 જાન્યુઆરીએ, બંન્ને પીઠી અને મહેંદીનું ફંક્શન હતુ. સાત ફેરા લેતા પહેલા ખંડાલા ફાર્મ હાઉસમાં જ હલ્દી અને મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવે છે. તે જ સમયે, 23 જાન્યુઆરીએ બંને સાથે જશે અને લગ્ન કરશે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ સામેલ થશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લગ્નમાં સામેલ થનારા લોકોના રહેવાની વ્યવસ્થા ફાર્મ હાઉસની પાસેની એક હોટલમાં કરવામાં આવી છે. લગ્નમાં મહેમાનો માટે સાઉથ ઈન્ડિયન ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે અને પરંપરા અનુસાર, કેળાના પાંદડા પર ભોજન પીરસવામાં આવશે.રવિવારે સુનીલ શેટ્ટીએ તેની પુત્રી અને રાહુલના લગ્નના સમાચારની પુષ્ટિ કરી હતી. આ વીડિયોમાં સુનીલ શેટ્ટી હાથ જોડીને મીડિયાને મળતો જોવા મળ્યો હતો. તેણે મીડિયાને વચન આપ્યું હતું કે લગ્ન પછી તે કપલ સાથે બંગલાની બહાર આવીને પોઝ આપશે.

રિસેપ્શન મુંબઈમાં યોજાશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન બાદ મુંબઈમાં રિસેપ્શન થશે, જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને સ્પોર્ટ્સ જગતથી લઈને બિઝનેસ અને પોલિટિક્સના લોકો ભાગ લેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રિસેપ્શન ખૂબ જ ભવ્ય હશે જેમાં 3 હજારથી વધુ મહેમાનો સામેલ થશે. જો કે, આથિયા અને કેએલ રાહુલીના લગ્નની ચર્ચા સોશિયલ મીડિયા પર પણ જોરશોરથી થઈ રહી છે.

Next Article