જ્યારે સલમાન ખાનને પહેલી વખત મળી હતી ત્યારે કેમ રડી હતી પલક તિવારી, વાયરલ થયો થ્રોબેક Video
Salman Khan Old Video Viral: સલમાન ખાનની ફિલ્મથી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીએ ડેબ્યૂ કર્યું છે. આ દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જ્યારે પલક તિવારી અને સલમાન ખાન (Salman Khan) પહેલીવાર મળ્યા હતા.
Salman Khan And Palak Tiwari Old Video: બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન રિલીઝ થઈ ગઈ છે. સલમાન ખાને આ ફિલ્મમાં ઘણા સ્ટાર્સને તક આપી છે. આ સ્ટાર્સમાં ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ સીઝન 4ની વિનર શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારીનું નામ પણ સામેલ છે. પલકની એક્ટિંગને ફિલ્મમાં પસંદ કરવામાં આવી રહી છે. પરંતુ એવું નથી કે પલકને પહેલીવાર માત્ર સલમાન ખાનનો જ સપોર્ટ મળ્યો હતો. એક થ્રોબેક વીડિયો સામે આવ્યો છે જેમાં સુપરસ્ટાર 11 વર્ષની પલક તિવારી પર પ્રેમ વરસાવતો જોવા મળે છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ગ્રાન્ડ ફિનાલે દરમિયાન સલમાન ખાને બિગ બોસ 4ની વિનર શ્વેતા તિવારીના નામની જાહેરાત કરી હતી. આ પછી તેના સંબંધીઓ સ્ટેજ પર આવ્યા છે, જેમાં શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી પણ જોવા મળી રહી છે. પલક માત્ર 11 વર્ષની છે અને ઘણી નાની છે. તે પોતાના ઈમોશન્સને રોકી શકી નહીં. માતાને રડતી જોઈને તે પોતાના આંસુ પણ રોકી શકી નહીં અને રડતી જોવા મળે છે.
અહીં જુઓ વીડિયો
When bhoi met 11 year old Palak Tiwari for the first time. Must say he is sweet with the kids. by u/ProperPenguinn in BollyBlindsNGossip
સ્ટેજ પર રનરઅપ ધ ગ્રેટ ખલી પણ છે અને સલમાન ખાન પણ ત્યાં હાજર છે. પલકને રડતી જોઈને સલમાન તેને ગળે લગાવે છે અને તેના પર પ્રેમ વરસાવતો જોવા મળે છે. આ સુંદર વીડિયો તમારા ચહેરા પર સ્માઈલ લાવવા માટે પૂરતો છે. શ્વેતા તિવારી ભોજપુરી સિનેમામાંથી આવે છે અને તેને આટલા મોટા પ્લેટફોર્મ પર સલમાન ખાન તરફથી એવોર્ડ મળ્યો, જેના પછી તે ઈમોશનલ થઈ ગઈ.
13 વર્ષ જૂનો વીડિયો થયો વાયરલ
આ વીડિયો 13 વર્ષ પહેલાનો છે જ્યારે સલમાન ખાન અને પલક તિવારી પહેલીવાર મળ્યા હતા. ત્યારે કોણે વિચાર્યું હશે કે પલક તિવારી આવનારા સમયમાં સલમાન ખાનની ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યૂ કરશે. ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન વિશે વાત કરીએ તો જે રીતે ફિલ્મને લઈને પ્રમોશન કરવામાં આવ્યું હતું પણ ફિલ્મને જોઈએ એવી ઓડિયન્સ મળી શકી નથી. ટૂંક સમયમાં જ ફિલ્મના ઓપનિંગ ડે બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા સામે આવશે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…