AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: અનુપમ ખેરે થાઈલેન્ડમાં રાહુના મંદિરે દર્શન કરવા જતા હાઈવે પર એવું શું જોયું કે તેને ન થયો વિશ્વાસ, શેર કર્યો વીડિયો

Anupam Kher Latest Video: અનુપમ ખેરે (Anupam Kher) હાલમાં જ બેંગકોકનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ત્યાં ભગવાનની મૂર્તિ જોઈને એકદમ ચોંકી ગયેલો જોઈ શકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: અનુપમ ખેરે થાઈલેન્ડમાં રાહુના મંદિરે દર્શન કરવા જતા હાઈવે પર એવું શું જોયું કે તેને ન થયો વિશ્વાસ, શેર કર્યો વીડિયો
Anupam Kher
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2023 | 7:19 PM
Share

Anupam Kher Latest Video: અનુપમ ખેર અવારનવાર જ્યાં જાય છે ત્યાં તેના ફેન્સ સાથે વીડિયો શેર કરે છે. હાલમાં અનુપમ ખેર થાઈલેન્ડના બેંગકોકમાં છે. ત્યાંથી અનુપમે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશની ખૂબ જ સુંદર મૂર્તિઓ જોવા મળે છે. જેને જોઈને અનુપમ ખેર ચોંકી ગયા હતા. ભારતમાં ભગવાનની મૂર્તિઓ મોટાભાગે જોવા મળે છે, પરંતુ વિદેશમાં આ મૂર્તિઓ જોઈને અનુપમ ખેર ચોંકી ગયા હતા અને તેનો વીડિયો બનાવીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો.

અહીં જુઓ વીડિયો

થાઈલેન્ડમાં બિઝી રોડ પર જોવા મળી ભગવાનની વિશાળ પ્રતિમા

અનુપમ ખેરે આ વીડિયો બેંગકોકના બિઝી રોડ પરથી શેર કર્યો છે. એક મિનિટના લાંબા વીડિયોમાં અનુપમ ખેર રસ્તાની એક બાજુ ઉભેલા જોવા મળે છે, જ્યારે રસ્તાની બીજી બાજુ ભગવાનની પ્રતિમા દેખાય છે. આ વીડિયોમાં અનુપમ ખેર બોલી રહ્યા છે, મિત્રો હું તમને ભારતના દેવી-દેવતાઓનું મહત્વ, ભારતની પરંપરા, ભારતની સંસ્કૃતિ, વિશ્વમાં ગૌરવ બતાવું છું. હું થાઈલેન્ડ છું. હું બેંગકોકથી 3-4 કલાક દૂર છું. થાઇલેન્ડમાં હાઈવે પર મેં શું જોયું તે જુઓ. અહીં ભગવાન શિવ, મા પાર્વતી અને ગણેશની સુંદર મૂર્તિઓ જોઈ શકો છો.

આ છે ભારતની મહાનતા – અનુપમ ખેર

અનુપમ ખેરે આગળ કહ્યું, ‘જય શિવ શંભુ. મિત્રો આ ભારતની મહાનતા છે. આ આપણા દેવી-દેવતાઓની હાજરી છે, જે ફક્ત આપણા દેશમાં જ નહીં, પરંતુ વિશ્વના તમામ દેશોને તેમના વરદાન અને આશીર્વાદ આપે છે. જય શિવ શંભુ.

આ પણ વાંચો : ટ્વિટર પરથી ગાયબ થયું બ્લુ ટિક, બિગ બીએ કહ્યું- એ Twitter ભૈયા! તમે સાંભળી રહ્યા છો? હવે અમે પણ પૈસા ભરી દીધા છે

વીડિયોને આપ્યું શાનદાર કેપ્શન

અનુપમ ખેરે આ વીડિયોને શેર કરતા કેપ્શન આપ્યું હતું કે, ‘થાઈલેન્ડના વ્યસ્ત નેશનલ હાઈવે પર શિવજી મહારાજ, પાર્વતીજી અને ભગવાન ગણેશની વિશાળ મૂર્તિઓ જોવી અદ્ભુત લાગણી હતી. ભગવાનના આશીર્વાદ સર્વત્ર છે. ઘણી વખત આપણે તેમને સામાન્ય આંખોથી જોઈ શકતા નથી. ભોલેનાથ. ઓમ નમ: શિવાય.’

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Follow Us
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ
મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video
મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ
ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ
ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ
ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ
Breaking News : દૂધ બાદ અમુલના દહીં અને લસ્સીના ભાવ વધ્યા
Breaking News : દૂધ બાદ અમુલના દહીં અને લસ્સીના ભાવ વધ્યા
g clip-path="url(#clip0_868_265)">