AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : પતિ સાથે જૈસલમેર પહોંચી ઈશા અંબાણી, કિયારા અડવાણી સાથે છે ખાસ મિત્રતા

Kiara Sidharth Wedding : બોલિવૂડ સ્ટાર કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા હાલમાં તેમના લગ્નને કારણે ભારે ચર્ચામાં છે. તે બધા વચ્ચે કિયારાની ખાસ મિત્ર ઈશા અંબાણી લગ્નમાં સામેલ થવા માટે જૈસલમેર પહોંચી છે.

Video : પતિ સાથે જૈસલમેર પહોંચી ઈશા અંબાણી, કિયારા અડવાણી સાથે છે ખાસ મિત્રતા
Isha Ambani reached Jaisalmer with her husband
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2023 | 7:21 AM
Share

ગઈકાલથી જ બોલિવૂડના ફેમસ કપલ કિયારા-સિદ્ધાર્થના લગ્નની શરણાઈઓ વાગવાની શરુઆત થઈ ગઈ છે. જૈસલમેરના સૂર્યગઢ પેલેસમાં કિયારા-સિદ્ધાર્થના લગ્ન થઈ રહ્યાં છે. આ લગ્નમાં પહોંચવા માટે કિયારા-સિદ્ધાર્થ તેમના પરિવાર સાથે જૈસલમેર પહોંચી ચૂક્યા છે. કિયારા-સિદ્ધાર્થના લગ્નને લઈને ઈન્ટરનેટ અને ફેન્સ વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લગ્ન અને રિસેપ્શન માટે સૂર્યગઢ પેલેસ 4થી 8 ફેબ્રુઆરી સુધી બુક કરવામાં આવ્યું છે.

લગ્ઝરી ગાડીઓ જૈસલમેરના એરપોર્ટથી સૂર્યગઢ પેલેસ વચ્ચે દોડી રહી છે. કિયારા-સિદ્ધાર્થના લગ્નમાં સામેલ થવા માટે ડાયરેક્ટર કરણ જોહર, ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રા, અભિનેતા શાહિદ કપૂર, તેની પત્ની મીરા રાજપૂત જૈસલમેર પહોંચ્યા છે. અંબાણી પરિવાર સહિત બોલિવૂડના અનેક સેલેબ્રિટી આ લગ્નમાં સામેલ થાય તેવું અનુમાન છે. તે બધા વચ્ચે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી જૈસલમેર એરપોર્ટ પર જોવા મળી હતી.

ઈશા અંબાણી પતિ સાથે પહોંચી જૈસલમેર

જણાવી દઈએ કે, કિયારા અને ઈશા અંબાણી એકબીજાના ખાસ મિત્રો છે. પોતાની મિત્ર કિયારાના લગ્નમાં સામેલ થવા માટે ઈશા અંબાણી પોતાના પતિ આનંદ પિરામલ સાથે પહોંચી છે. બંને પતિ-પત્ની જૈસલમેર એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ દરમિયાન ઈશા અંદાણી ટ્રેડિશનલ ડ્રેસમાં અને પતિ આનંદ પિરામલ બ્લેક સૂટમાં જોવા મળ્યા હતા.

તેઓ જૈસલમેર પહોંચે તેના કલાકો પહેલો તેમના સુરક્ષા જવાનો જૈસલમેર પહોંચ્યા હતા, જેવો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો.

પ્રીતિના લગ્નમાં કબીર સિંહ મચાવશે ધૂમ

સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં સામેલ થવા માટે ગઈ કાલે ડાયરેકટર કરણ જોહર સહિત અનેક સેલેબ્રિટી જૈસલમેર પહોંચી રહ્યાં છે. વર્ષ 2019માં કબીર સિંહ ફિલ્મમાં કિયારા સાથે કામ કરનાર અભિનેતા શાહિદ કપૂર પણ કરણ જોહર સાથે જૈસલમેર પહોંચ્યો હતો. શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત પણ તેમની સાથે એરપોર્ટ પર જોવા મળી હતી.

સિદ્ધાર્થની નાની પણ પહોંચી જૈસલમેર

અન્ય મહેમાનોની અવરજવર વચ્ચે જૈસલમેર એરપોર્ટ પર અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની નાની પણ જોવા મળી હતી. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાતચીત પણ કરી હતી.

અરમાન જૈન પણ પહોંચ્યો જૈસલમેર

અભિનેતા અરમાન જૈન અને તેમની પત્ની અનીસ મલ્હોત્રા પણ જૈસલમેર એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ પહેલા લગ્ન માટે મેકઅપ આર્ટિસ્ટ અને ફેમસ વીડિયોગ્રાફર્સ પણ જૈસલમેર એરપોર્ટ પર જોવા મળ્યા હતા. મળતી માહિતી અનુસાર, ડાયરેકટર રોહિત શેટ્ટી, અભિનેતા સલમાન ખાન અને સાઉથના સુપર સ્ટાર રામ ચરણ પણ આ લગ્નમાં સામેલ થશે.

ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
g clip-path="url(#clip0_868_265)">