લગ્નની તૈયારીઓ શરૂ, ફાઈનલ કર્યો આઉટફિટ… આ દિવસે સાત ફેરા લેશે સિદ્ધાર્થ-કિયારા!

TV9 GUJARATI

|

Updated on: Feb 01, 2023 | 5:53 PM

Sidharth Kiara Wedding: એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હાલમાં લગ્નની (Sidharth Kiara Wedding) તૈયારીઓમાં બિઝી છે. હાલમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા દિલ્હીમાં અને કિયારા અડવાણી ફેમસ ડિઝાઈનરની સાથે જોવા મળી હતી.

લગ્નની તૈયારીઓ શરૂ, ફાઈનલ કર્યો આઉટફિટ... આ દિવસે સાત ફેરા લેશે સિદ્ધાર્થ-કિયારા!
Sidharth Kiara Wedding
Image Credit source: Instagram

બોલિવૂડના પોપ્યુલર કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હાલમાં તેમના લગ્નની તૈયારીઓમાં બિઝી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બંને ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. રિપોર્ટ મુજબ બી-ટાઉનનું આ ફેમસ કપલ ​​6 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે.

પરંતુ અત્યાર સુધી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બંને આ સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. સમાચાર મુજબ બંને પરિવારમાં લગ્નની તૈયારીઓ જોરદાર ચાલી રહી છે. આ કપલ તેમના જીવનના સૌથી મહત્વપૂર્ણ દિવસને ખાસ બનાવવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે સિદ્ધાર્થ અને કિયારા ટૂંક સમયમાં લગ્નની ઓફિશિયલ જાહેરાત કરશે.

સિદ્ધાર્થ મલ્હોત્રા પહોંચ્યો દિલ્હી

મીડિયા રિપોર્ટ્સ મુજબ સિદ્ધાર્થ મલ્હોત્રા હાલમાં તેના હોમ ટાઉન દિલ્હીમાં તેના પરિવાર સાથે છે. રિપોર્ટ મુજબ સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતે પોતાના લગ્નની તૈયારીઓને ફાઈનલ ટચ આપવાનું શરૂ કરી દીધું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્ન માટે તેના માતા-પિતા અને નજીકના સંબંધીઓ સાથે દિલ્હીથી રાજસ્થાન જશે.

ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે પહોંચી હતી કિયારા અડવાણી

કિયારા અડવાણી પણ તેના લગ્નના ડ્રેસને ફાઈનલ કરવામાં બિઝી છે. લગ્ન, હલ્દી, મહેંદી અને સંગીત માટે અલગ-અલગ ડ્રેસ ફાઈનલ કરવામાં આવી રહ્યા છે. કાલે રાત્રે એટલે કે 31 જાન્યુઆરીએ કિયારા અડવાણી ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે જોવા મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કિયારા તેના વેડિંગ ડ્રેસની ફાઈનલ ટ્રાયલ માટે અહીં પહોંચી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બંનેએ લગ્ન માટે મનીષ મલ્હોત્રા દ્વારા પોતાના આઉટફિટ ડિઝાઈન કરાવ્યાં છે.

આ પણ વાંચો : The Era Of 1990 Trailer : સારા ખાન, અર્જુન મન્હાસની ફિલ્મ ‘ધ એરા ઓફ 1990’નું ટ્રેલર રિલીઝ, પાઈરેસી સ્કેમ પર આધારિત ફિલ્મ

ટૂંક સમયમાં લગ્ન કરશે સિદ્ધાર્થ અને કિયારા!

તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રાએ હાલમાં સોશિયલ મીડિયા પર શેયર કર્યું હતું કે તે ટૂંક સમયમાં કંઈક મોટી જાહેરાત કરવા જઈ રહ્યો છે. જે બાદ ફેન્સ તેમના લગ્નના સમાચારને કન્ફર્મ માની રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ 6 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી રાજસ્થાનના જેસલમેરમાં પરંપરાગત પંજાબી લગ્ન કરશે. લગ્ન ખૂબ જ પ્રાઈવેટ હશે જેમાં પરિવારના સભ્યો, સંબંધીઓ અને ખાસ મિત્રો જ સામેલ થશે. રિપોર્ટ મુજબ લગ્નમાં કેટલીક બિઝનેસ ફેમિલી અને ડાયરેક્ટર કરણ જોહર, મનીષ મલ્હોત્રા, પ્રોડ્યુસર અશ્વિની યાર્ડી સહિત કેટલાક સ્ટાર્સ લગ્નમાં સામેલ થશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati