AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Kerala Story: વિવાદ વચ્ચે Adah Sharmaનું નિવેદન, ‘અમે એ બધું બતાવ્યું છે કે છોકરીઓને કેવી રીતે ફસાવે છે’

The Kerala Story Actress Adah Sharma:5 મેના રોજ રિલીઝ થનારી ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી'ને લઈને છેલ્લા કેટલાક દિવસોથી સતત વિવાદ ચાલી રહ્યો છે. હવે ફિલ્મની અભિનેત્રી અદા શર્માએ આ મુદ્દે ખુલીને કહ્યું કે સ્ટોરીને બદલે સંખ્યાઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

The Kerala Story: વિવાદ વચ્ચે Adah Sharmaનું નિવેદન, 'અમે એ બધું બતાવ્યું છે કે છોકરીઓને કેવી રીતે ફસાવે છે'
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2023 | 5:00 PM
Share

સાઉથની ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી‘ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ છે. ફિલ્મને લઈને ઘણી રાજનીતિ કરવામાં આવી રહી છે. સુદીપ્તો સેન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં 3 એવી છોકરીઓની સ્ટોરી દર્શાવવામાં આવી છે, જેનું ધર્માંતરણ કરાવ્યા બાદ બળજબરીથી આતંકવાદી સંગઠન ISISમાં ભરતી કરવામાં આવે છે. ફિલ્મના ટીઝરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, કેરલમાં અત્યાર સુધી 32,000 મહિલાઓ સાથે આવું થયું છે. આ આંકડાને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે.

કેરલ સ્ટોરીની અભિનેત્રી અદા શર્માએ ફિલ્મના વિષય વિશે વાત કરી. અભિનેત્રી કહે છે કે, સંખ્યાઓ પર એટલો બધો ભાર આપવામાં આવી રહ્યો છે કે આપણે સ્ટોરીથી ભટકી રહ્યા છીએ,ગણિતનો વર્ગ ચાલુ હોય એવું લાગે છે. અદા શર્માએ કહ્યું કે આ મુદ્દાને વાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મને લાગ્યું કે ગુમ થયેલી છોકરીઓ વિશે વાત થશે. તેમની પીડા વિશે વાત કરવામાં આવશે, પરંતુ તેના બદલે સંખ્યાઓની ચર્ચા કરવામાં આવી રહી છે.

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah)

એક ઈન્ટરવ્યુમાં અદા શર્માએ કહ્યું હતું કે, ‘આપણે એવી છોકરીઓ વિશે વાત કરવી જોઈએ કે જેઓ પર બળાત્કાર થયો છે, જેઓ ગર્ભવતી થઈ ગઈ છે, જેનું અપહરણ કરીને તેમના પરિવારજનોથી દૂર લઈ જવામાં આવી છે, પરંતુ છોકરીઓની સંખ્યા પર ચર્ચા કરવામાં આવી રહી છે,જો તમારા પરિવારમાંથી કોઈને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હોય. જો તમારી માતા, બહેન કે પુત્રી સાથે આવું થયું હોત, તો તમે નંબર વિશે વાત ન કરી હોત.

આ પણ વાંચો : Love Againના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરાએ હોલિવૂડ એક્ટર સેમ હ્યુગનને Kiss કર્યું, નિક જોનાસ જોતો જ રહી ગયો

અદા શર્માએ કહ્યું કે, આ ફિલ્મ કોઈ ધર્મની વિરુદ્ધ નથી. તે આતંકવાદની વિરુદ્ધ છે અને તે આતંકવાદને સમર્થન આપતી નથી. અભિનેત્રીએ કેરલની છબી ખરાબ કરવાની વાત પણ કરી અને કહ્યું કે કેરલ ખૂબ જ સુંદર અને સંસ્કારી રાજ્ય છે, પરંતુ ત્યાં એવા લોકો છે જેઓ તેનું નામ બગાડી રહ્યા છે. ફિલ્મમાં જે સાચું છે તે અમે બતાવ્યું છે. ની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ વાર્તા બતાવવામાં આવી છે.

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah)

તમને જણાવી દઈએ કે કેરલ સ્ટોરી આવતીકાલે એટલે કે 5મી મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મને A પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આ સાથે 10 સીન પર કાતરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. વિપુલ અમૃતપાલ આ ફિલ્મના નિર્માતા છે અને તે સુદીપ્તા સેનના નિર્દેશનમાં બની છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
સરકારના રાહત પેકેજનો લાભ લેવા 5 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
મોરબીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણ તોડી પડાયું
g clip-path="url(#clip0_868_265)">