Katrina Kaif Corona Positive: કેટરીના કૈફ થઈ કોરોના પોઝિટિવ, અત્યારે છે હોમ આઇસોલેટ
ઇન્સ્ટગ્રામ પર શેર કરીને પોતે કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી, અગાઉ વિકી કૌશલ પણ કોરોના સંક્રમિત થયો હતો.

Katrina Kaif Corona Positive: દેશમાં કોરોના મહામારી દિવસેને દિવસે વધી રહી છે. એક પછી એક સેલેબ્સ હવે કોરોનાનો શિકાર બની રહ્યા છે. અક્ષય કુમાર, આમિર ખાન અને વિકી કૌશલ પછી હવે કેટરિના કૈફ પણ કોરોનાનો શિકાર બની ગઈ છે. કેટરિનાની કોરોના પોઝિટિવ વિશેની માહિતી સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને આપવામાં આવી છે.
કેટરિના કૈફે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે અને તેના ચાહકોને માહિતી આપી છે કે તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ સમાચારો સામે આવતા તેના ફેંસ આશ્ચર્યમાં મુકાય ગયા હતા. આ જાણીને અભિનેત્રીના ચાહકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે.
Actor Katrina Kaif tests positive for #COVID19; she is under home quarantine.
(File photo) pic.twitter.com/EEZi1sgg2S
— ANI (@ANI) April 6, 2021
કેટરીના જાતે થઈ હોમ આઇસોલેટ અભિનેત્રી કેટરીના કૈફે ઇન્સ્ટગ્રામ પોસ્ટ દ્વારા કહ્યું છે કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં તરત જ મારી જાતને આઇસોલેટ કરીને હોમ ક્વોરંટાઈન થઈ છું. હું મારા ડોકટરોની સલાહથી તમામ પ્રોટોકોલોનું પાલન કરી રહી છું. મારા સંપર્કમાં આવેલા બધાને વિનંતી કરું છું કે તેઓ કોરોના ટેસ્ટ કરાવી લે. તમારા પ્રેમ અને સપોર્ટ બદલ આભાર. સલામત રહો અને તમારું ધ્યાન રાખો.”

Instagram Story of Katrina Kaif
કેટરિનાના ચાહકો અભિનેત્રીની તંદુરસ્તી માટે પ્રાર્થના કરી રહ્યા છે. કેટરિના હાલમાં તેની આગામી ફિલ્મ ટાઇગર 3 ની તૈયારી કરી રહી છે, જેના માટે તે સખત મહેનત પણ કરી રહી છે. પરંતુ હવે તેનું કોરોના પોઝિટિવ થવું એ દરેક માટે ચિંતાનો વિષય બની ગયો છે.
વિકી કૌશલને પણ કોરોના
આ પહેલા વિક્કીએ ચાહકોને જાણ કરી હતી કે તે કોરોના સંક્રમિત છે. અભિનેતાએ પોસ્ટ કરીને લખ્યું છે કે તમામ સાવચેતી રાખ્યા હોવા છતાં, દુર્ભાગ્યે હું કોરોના પોઝિટિવ બની ગયો છું. હું બધા પ્રોટોકોલોને અનુસરી રહ્યો છું અને ઘરે ક્વોરંટાઈન છું. હું ડોક્ટર દ્વારા સૂચવેલ દવાઓ લઈ રહ્યો છું. હું મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને વિનંતી કરું છું કે તેઓનાં પરીક્ષણો તાત્કાલિક કરાવી લેવામાં આવે. કાળજી લો, સલામત રહો.
વિકી પછી કેટરિનાની કોરોના પોઝિટિવ, ચાહકો ફરીથી બંને વચ્ચેના સંબંધો વિશે વાત કરી રહ્યા છે. એટલું જ નહીં, બંને સ્ટાર્સે કોરોના પોઝિટિવ થયાના સ્ટેટ્સ પણ એક જેવા જ લગાવ્યા છે.
બોલીવુડમાં ફેલાઈ રહ્યો છે કોરોના તાજેતરમાં અક્ષય કુમાર, આમિર ખાન, આલિયા ભટ્ટ, આર માધવન, રણબીર કપૂર, ફિલ્મ ડિરેક્ટર સંજય લીલા ભણસાલી, આલિયા ભટ્ટ, અભિનેત્રી ભૂમિ પેડંકર, વિકી કૌશલ, કાર્તિક આર્યન કોરોનાની પકડમાં આવી ગયા છે.