Best Business Woman: લગ્ન પછી ચમક્યું કેટરીનાનું નસીબ, મળ્યો ‘બ્યુટી એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર’નો ખિતાબ

ઝી બિઝનેસ દ્વારા કોસ્મેટિક બ્રાન્ડ માટે જ આયોજિત 'બિઝનેસ આઇકોન્સ ઓફ ઇન્ડિયા 2022' એવોર્ડ શોમાં કેટરીનાને 'બ્યુટી એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર' તરીકે પસંદ કરવામાં આવી છે. મતલબ કે એક્ટિંગમાં અનેક એવોર્ડ જીતનારી કેટરીના હવે એવોર્ડ વિનિંગ બિઝનેસ વુમન પણ બની ગઈ છે.

Best Business Woman: લગ્ન પછી ચમક્યું કેટરીનાનું નસીબ, મળ્યો 'બ્યુટી એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર'નો ખિતાબ
katrina kaif (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 6:49 PM

બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી કેટરિના કૈફના (Katrina Kaif) ચાહકો માટે એક મોટી ખુશીના સમાચાર સામે આવ્યા છે. જ્યાં અભિનેત્રી વિકી કૌશલ (Vicky Kaushal) સાથેના લગ્નને લઈને છેલ્લા કેટલાક સમયથી હેડલાઈન્સમાં છે ત્યારે તે એક મોટો એવોર્ડ જીતીને ચર્ચામાં છે. ઘણા વર્ષો પહેલા શરૂ થયેલી તેની કોસ્મેટિક બ્રાન્ડ (Kay Beauty) દ્વારા ઉદ્યોગ સાહસિક બનેલી કેટરીનાને બ્યુટી એન્ટરપ્રેન્યોર ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

બિઝનેસમાં પણ સુપરસ્ટાર

આજે બોલિવૂડના ઘણા કલાકારો અભિનય સિવાય અન્ય ઘણા ક્ષેત્રોમાં બિઝનેસ કરી રહ્યા છે. આ યાદીમાં કેટરિના કૈફ પણ સામેલ છે. જેણે 2019માં પોતાની કોસ્મેટિક બ્રાન્ડ Kay બ્યૂટી લૉન્ચ કરી હતી. આ બ્રાન્ડ માત્ર સામાન્ય લોકોમાં જ નહીં પણ બૉલીવુડ સેલેબ્સમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. હવે આ કોસ્મેટિક બ્રાન્ડ માટે જ Zee Business દ્વારા આયોજિત ‘Business Icons of India 2022’ એવોર્ડ શોમાં કેટરિનાને ‘બ્યુટી એન્ટરપ્રેન્યોર ઑફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવી છે. મતલબ કે એક્ટિંગમાં અનેક એવોર્ડ જીતનારી કેટરીના હવે બિઝનેસમાં પણ સુપરસ્ટાર બની ગઈ છે.

કેટરીના ઘણા ખિતાબની છે રાણી

40થી વધુ ફિલ્મો પોતાના નામે કરી ચુકેલી કેટરિના આજે ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાંની એક છે. ઈન્ડસ્ટ્રીની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ હોવા ઉપરાંત તે પાંચ વખત વર્લ્ડ સેક્સીએસ્ટ વુમન પણ રહી ચુકી છે અને હવે બેસ્ટ બિઝનેસ વુમનનો ખિતાબ જીતીને તેણે સાબિત કરી દીધું છે કે તે દરેક ક્ષેત્રમાં ઉત્તમ છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

વિકીની સાથે મનાવી રહી છે રજાઓ

હાલમાં જ કેટરિના કૈફ અને વિકી કૌશલ સિંગાપોરમાં રજાઓ ગાળવા માટે રવાના થયા છે. એરપોર્ટ પર હાથ પકડીને બેઠેલા આ કપલના વીડિયો અને ઘણી તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. જે બાદ તેના ચાહકોએ પણ ઘણો પ્રેમ વરસાવ્યો હતો. ઘણીવાર બંને એકબીજા સાથે એક કરતા વધુ સુંદર તસવીરો શેયર કરે છે. જ્યારે તે ઘરની બહાર ફરતા પણ જોવા મળે છે.

કેટરિના પાસે છે ઘણી ફિલ્મો

કેટરિના અને વિકીએ 9 ડિસેમ્બરે રાજસ્થાનમાં પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં ભવ્ય લગ્ન કર્યા હતા. જેની ખૂબ જ ચર્ચા થઈ હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કેટરીના વિજય સેતુપતિ સાથે ‘મેરી ક્રિસમસ’માં જોવા મળશે. આ સિવાય કેટરીના પાસે ‘ટાઈગર 3’, ‘ફોન ભૂત’ જેવી ફિલ્મો છે.

આ પણ વાંચો: બોલિવૂડની આ ઓછા બજેટની ફિલ્મોએ તોડ્યા ઘણા રેકોર્ડ, કમાણી જોઈને મોટા મેકર્સનો પણ પરસેવો છૂટી ગયો

આ પણ વાંચો: સલમાન ખાને અભિનેત્રી અનન્યા પાંડેને કરી ખૂબ જ હાસ્યાસ્પદ રીતે ટ્રોલ

g clip-path="url(#clip0_868_265)">