AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જન્મદિવસના દિવસે પ્રેગ્નન્સીની જાહેરાત કરી શકે છે કેટરિના કૈફ? જાણો

વર્ષ 2022થી કેટરિના કૈફની ( Katrina Kaif) પ્રેગ્નન્સીના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પરંતુ આ વિશે વિકી કૌશલ અથવા કેટરીના તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

જન્મદિવસના દિવસે પ્રેગ્નન્સીની જાહેરાત કરી શકે છે કેટરિના કૈફ? જાણો
katrina-kaif
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2022 | 11:59 PM
Share

જ્યારથી આલિયા ભટ્ટે (Alia Bhatt) પોતાની પ્રેગ્નેન્સીના ‘ગુડ ન્યૂઝ’ શેર કર્યા છે, ત્યારથી ફરી એકવાર કેટરિના કૈફની પ્રેગ્નેન્સીના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પરંતુ કેટરિના કૈફની (Katrina Kaif) પ્રેગ્નન્સી વિશે ચર્ચા કરી રહેલા ફેન્સ પાસે તેનું પણ એક યોગ્ય કારણ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી કેટરિના મીડિયાની નજરથી દૂર રહે છે. ઘણી ઈવેન્ટ્સ, પાર્ટીઓમાં પબ્લિક અપિયરેંસથી બોલિવૂડની આ ફેમસ એક્ટ્રેસ પોતાનો બચાવ કરી રહી છે. હંમેશા એરપોર્ટ સ્પોટ થતી કેટરિના આજકાલ પાપારાઝીના કેમેરાથી પણ પોતાને બચાવી રહી છે. એટલા માટે વિકીના ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે કેટરિનાના જન્મદિવસ વિકી (Vicky Kaushal) અને કેટ પર પ્રેગ્નન્સીની જાહેરાત કરી શકે છે.

16 જુલાઈએ કેટરીનાનો જન્મદિવસ છે. આ ખાસ અવસર પર આ પ્રખ્યાત બોલિવૂડ કપલ ફેન્સ સાથે ગુડ ન્યૂઝ શેર કરી શકે છે. કેટલાક ફેન્સનું કહેવું છે કે પ્રેગ્નન્સીને કારણે કેટરીના આ વર્ષે ‘કોફી વિથ કરણ’ના શોમાંથી પણ ગાયબ છે. કેટરિના કૈફ છેલ્લે મે મહિનામાં કરણ જોહરના 50માં જન્મદિવસની પાર્ટીમાં સામેલ થઈ હતી અને ત્યારથી એક્ટ્રેસ પબ્લિકલી ગાયબ થઈ ગઈ હતી.

ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે કેટરીના કૈફ

વર્ષ 2022ની શરૂઆતથી કેટરિના કૈફની પ્રેગ્નેન્સી બી-ટાઉન માટે એક હોટ ટોપિક બન્યો છે. પરંતુ તેના પરિવારે હંમેશા એવું નકાર્યું છે કે આવું કંઈ નથી.પ્રેગ્નેન્સીને કારણે કેટરીનાનું કામ બિલકુલ અટક્યું નથી, તમામ શૂટિંગ થઈ રહ્યું છે. કેટલીકવાર તેમના સ્વાસ્થ્ય અને મૂડને ધ્યાનમાં રાખીને તેમના શેડ્યુલમાં ફેરફાર થાય છે. હાલમાં તે ‘મેરી ક્રિસમસ’નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મ ઈન્ટરટેઈનમેન્ટથી ભરપૂર હશે.

આ પણ વાંચો

પોતાની પ્રાઈવેટ લાઈફને મીડિયાથી દૂર રાખે છે કેટરિના કૈફ

કેટરિનાએ હંમેશા પોતાની પર્સનલ જિંદગીને કેમેરાથી દૂર રાખી છે, તેણે પોતાના અને વિકી કૌશલના સંબંધોને ત્યાં સુધી છુપાવીને રાખ્યા જ્યાં સુધી બંનેએ લગ્ન ન કર્યા. બંનેએ 9 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનમાં ગ્રાન્ડ લગ્ન કર્યા હતા. લાઇમલાઇટથી દૂર,કેટરિનાએ છેલ્લી પોસ્ટ 28 જૂને ઇન્સ્ટાગ્રામ પર પણ કરી હતી, જ્યાં તેણે તેની આગામી ફિલ્મ ‘ફોન ભૂત’નું પ્રમોશન કર્યું હતું. કેટરીના કૈફની અપકમિંગ ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે ફિલ્મ ‘ફોન ભૂત’માં જોવા મળશે.

Follow Us
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
g clip-path="url(#clip0_868_265)">