AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોજ મળવા જતો હતો, બોડીગાર્ડના એક્સીડેન્ટ પછી કાર્તિકે ભાઈની જેમ રાખ્યું ધ્યાન

કાર્તિક આર્યનના બોડીગાર્ડની કારનો એક્સીડેન્ટ થયો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન એક્ટર કાર્તિકે તેની દરેક શક્ય તેટલી મદદ કરી. તેની સાથે સમય પણ વિતાવ્યો. કાર્તિકના આ કામના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે.

રોજ મળવા જતો હતો, બોડીગાર્ડના એક્સીડેન્ટ પછી કાર્તિકે ભાઈની જેમ રાખ્યું ધ્યાન
Kartik Aaryan
| Updated on: Jan 28, 2024 | 8:19 PM
Share

એક્ટર કાર્તિક આર્યન હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક તેની ડેટિંગના સમાચારો તો ક્યારેક ફિલ્મોને લઈને પરંતુ આ વખતે કાર્તિક આર્યન કોઈ અન્ય કારણોસર ચર્ચામાં છે. તેમ છતાં એક્ટર તેની પર્સનલ લાઈફ વિશે વધુ જણાવતો નથી. આમ છતાં તેમના ડેટિંગના સમાચારો સામે આવતા રહે છે. કાર્તિક તેના પરિવાર સાથે ઘણો સમય વિતાવતો જોવા મળે છે. તે તેની સાથે જોડાયેલા લોકોનું ખાસ ધ્યાન રાખે છે. જ્યારે તેના બોડીગાર્ડની કારને એક્સીડેન્ટ થયો ત્યારે તેને તેના બોડીગાર્ડની મદદ કરી.

હાલમાં જ તેના બોડીગાર્ડનો એ્ક્સીડેન્ટ થયો હતો અને રિપોર્ટ મુજબ તેને ઘણી ઈજાઓ થઈ હતી. તેને બાંદ્રાની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આ મુશ્કેલ સમયમાં કાર્તિક આર્યનની ઉદારતા જોવા મળી હતી. તેને તેના બોડીગાર્ડને દરેક શક્ય રીતે મદદ કરી. કાર્તિકે તેને કોઈ કમી ન થવા દીધી. એક્ટર તેના બોડીગાર્ડ સાથે દરરોજ હોસ્પિટલમાં જતો હતો. આ સાથે તેને સારું લાગે તે માટે તે તેની સાથે ક્વોલિટી ટાઈમ પણ વિતાવતો હતો. રિપોર્ટ મુજબ હવે કાર્તિક આર્યનના બોડીગાર્ડને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તે પોતાના ઘરે પરત ફર્યો છે. લોકો કાર્તિક આર્યનના ઉમદા કામ માટે ખૂબ વખાણ કરી રહ્યા છે.

આ ફિલ્મમાં જોવા મળશે કાર્તિક આર્યન

કાર્તિક આર્યનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તે છેલ્લે કિયારા અડવાણી સાથે ‘સત્ય પ્રેમ કી કથા’માં જોવા મળ્યો હતો. ‘ભૂલ ભૂલૈયા 2’ પછી આ તેમની સાથેની બીજી ફિલ્મ હતી. હવે કાર્તિક આર્યન આ વર્ષ માટે પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. આ વર્ષે તેની પાસે એક-બે નહીં પરંતુ ત્રણ ફિલ્મો છે. તે પહેલા ‘ચંદુ-ચેમ્પિયન’માં જોવા મળશે, જેનો ફર્સ્ટ લૂક તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યો હતો. આમાં તે અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. આ સિવાય તે ‘ભૂલ ભુલૈયા 3’ અને ‘આશિકી 3’ની પણ તૈયારી કરી રહ્યો છે.

આ પણ વાંચો: વીડિયો: સુંદર દેખાવા જાહ્નવી કપૂરને લેવી પડે છે અનોખી થેરેપી, વીડિયો જોઈ ચોંક્યા ફેન્સ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">