કરણ જોહરે શેર કર્યું ‘ડિસ્કો દીવાને’નું ત્રીજું વર્ઝન, બાળકો સાથે મસ્તી કરતો જોવા મળ્યો
હાલમાં જ કરણ જોહરે (Karan Johar) તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેના બાળકો ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી છે.

કરણ જોહર ભલે ઇન્ડસ્ટ્રીમાં અભિનેતા તરીકે પ્રખ્યાત ન હોય, પરંતુ એક ફિલ્મ નિર્માતા તરીકે તેણે ઘણી લોકપ્રિયતા મેળવી છે. આ જ કારણ છે કે તે હંમેશા હેડલાઈન્સમાં રહે છે. તેની ફિલ્મો સિવાય તે તેની અંગત જિંદગીને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે. તે ઘણીવાર પોતાના બાળકો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવે છે. જેના ફોટો પણ ફેન્સ સાથે શેર કરે છે. હાલમાં જ બોલિવૂડ ફિલ્મમેકર કરણ જોહરે પોતાના બાળકો સાથે વિતાવેલા સમયનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ક્લિપ પણ ખૂબ વાયરલ થઈ રહી છે. આવો જાણીએ આ વીડિયોમાં એવું શું છે કે તે ચર્ચામાં આવી ગયું છે.
રવિવારનો દિવસે કરણ જોહરે પોતાના બાળકોની સાથે પસાર કર્યો હતો. કરણે વીડિયો શેર કરતા લખ્યું કે, આ ડિસ્કો દીવાનેનું ત્રીજું વર્ઝન છે. વીડિયો ક્લિપમાં સ્પષ્ટ જોવા મળે છે કે, કઈ રીતે કરણના નાના બાળકો તેની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરના ગીત ડિસ્કો દિવાનેને પોતાની અંદાજમાં ગાય છે.
View this post on Instagram
વીડિયોમાં મસ્તી કરી રહ્યા છે કરણના બાળકો
કરણ જોહરના બંન્ને બાળકો વીડિયોમાં ગીતની સાથે ડાન્સ કરી રહ્યા છે. ત્યારબાદ વીડિયોમાં કરણ જોહર પોતાના બાળકોના ડાન્સની સાથે કહી રહ્યો છે કે, ડિસ્કો દીવાનેનું નવું વર્ઝન 3.0 આવી ગયું છે અને કેપ્શનમાં લખ્યું કે, ‘Please take a note વિશાલ-શેખર, આ વીડિયો પર વિશાલ દદલાનીએ રિપ્લે આપતા લખ્યું હાહાહાહા કમાલ.
વર્ષ 2012માં રિલીઝ થયું હતુ ડિસ્કો દિવાને
તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવનનું ગીત ડિસ્કો દિવાને વર્ષ 2012માં રિલીઝ થયું હતુ, પરંતુ આ ગીતન ક્રેઝ જોઈને એવું ન કહી શકાય કે, રિલીઝના 10 વર્ષ પસાર થઈ ગયા છે. કરણના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં તે પોતાના અપકમિંગ પ્રોજેક્ટ રોકી અને રાનીની પ્રેમ કહાની પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મની સાથે તે લાંબા સમય બાદ ફિલ્મ મેકિંગમાં કમબેક કર્યું છે.