Kapil Sharma Singing Debut : કોમેડી અને એક્ટિંગ બાદ કપિલ શર્મા હવે સિંગિંગમાં જમાવશે રંગ, આ દિવસે રિલીઝ થઈ રહ્યું છે પહેલું ગીત
Kapil Sharma Singing Debut : કોમેડીની દુનિયામાં ધૂમ મચાવ્યા બાદ કપિલ શર્મા હવે સિંગિંગની દુનિયામાં પગ મુકવા જઈ રહ્યો છે. તેના પહેલા ગીતની રિલીઝ ડેટ સામે આવી ગઈ છે.
Kapil Sharma Singing Debut : કપિલ શર્મા આજે કોઈ પરિચય કે ઓળખની જરૂર નથી. તેણે પોતાની શાનદાર કોમેડી અને ‘ધ કપિલ શર્મા શો’થી ઘર-ઘરમાં ઘણી ઓળખ બનાવી છે અને લોકોને હસવા પર મજબૂર કરી દીધા છે. કોમેડીની સાથે કપિલ શર્માએ બોલિવૂડની ઘણી ફિલ્મો પણ કરી છે. તેણે વર્ષ 2015માં ફિલ્મ ‘કિસ કિસકો પ્યાર કરું મેં’થી અભિનયની શરૂઆત કરી હતી.
કોમેડી અને એક્ટિંગ બાદ કપિલ શર્મા હવે સિંગિંગની દુનિયામાં પણ પગ મુકવા જઈ રહ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે તેણે કપિલ શર્મા શોના સ્ટેજ પર ઘણી વખત પોતાના અવાજનો જાદુ બતાવ્યો છે, તે શોમાં ઘણી વખત ગાતો જોવા મળ્યો છે. જો કે હવે તે ઓફિશિયલ રીતે સિંગિંગમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.
આ પણ વાંચો : The Kapil Sharma Show : કોમેડિયન ભારતી સિંહે તોડ્યું મૌન, કહ્યું- દરેક શોમાં જોવાની આશા ન રાખો
ગુરુ રંધાવા સાથે કરશે ડેબ્યુ
કપિલ શર્મા પ્રખ્યાત સિંગર અને રેપર ગુરુ રંધાવા સાથે મળીને તેની સિંગિંગ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે, જેની જાણકારી ગુરુએ પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આપી છે. કપિલ શર્માના પહેલા ગીતનું ટાઈટલ ‘અલોન સોંગ’ છે, જેનું પોસ્ટર ગુરુએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે.
View this post on Instagram
આ પોસ્ટરને શેર કરતા ગુરુએ લખ્યું, “અમે તમારી સાથે ‘અલોન’ શેર કરવા માટે ઉત્સાહિત છીએ. કપિલ પાજીનું ડેબ્યુ ગીત દુનિયા સાંભળે તેની રાહ નથી જોઈ શકતો.” ગુરુ રંધાવાએ હાર્ટ ઇમોજી પણ મુક્યું છે.
આ દિવસે પહેલું ગીત રિલીઝ થશે
ટાઈટલ અને પોસ્ટરની સાથે ગુરુ રંધાવાએ ગીતની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે, આ ગીત એટલે કે ‘અલોન’ 9 ફેબ્રુઆરીએ રિલીઝ થશે, જેમાં ગુરુ રંધાવા અને કપિલ શર્મા બંનેએ એકસાથે અવાજ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કપિલ શર્માએ પોતાની કોમેડીથી લોકો પર ઘણો જાદુ ચલાવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે તે સિંગિંગની દુનિયામાં કેવી કમાલ કરે છે.
મીકા સિંહે પણ કરી છે કોમેન્ટ્સ
કપિલ શર્માના ડેબ્યૂ ગીત માટે તેના ફેન્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. ઘણા સ્ટાર્સે પણ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના અને બાદશાહે ઇમોજી દ્વારા ખુશી વ્યક્ત કરી છે. કોમેન્ટ કરતાં મીકા સિંહે લખ્યું, “શું વાત છે, એક ફ્રેમમાં બે રોકસ્ટાર.”