Kantara Chapter 1માં કયા સ્ટારને કેટલી ફી મળી ? ઋષભ શેટ્ટીએ બધાને પાછળ છોડી દીધા, જુઓ ટ્રેલર
Kantara Chapter 1 Starcast Fees : ઋષભ શેટ્ટીની અપકમિંગ ફિલ્મ કંતારા ચેપ્ટર 1નું ટ્રેલર સામે આવી ચૂક્યું છે. ત્યારે હવે ચાહકોએ જાણવા માટે આતુર છે કે, ક્યા સ્ટારને કેટલો ચાર્જ મળ્યો છે. મોટી રકમ લઈ ઋષભ શેટ્ટીએ બધા સ્ટારને પાછળ છોડી દીધા છે.

સાઉથસુપરસ્ટાર અને ડાયરેક્ટર ઋષભ શેટ્ટીની મોસ્ટ અવેટેડ ફિલ્મ કંતારા ચેપ્ટર 1નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. 2 ઓક્ટોમ્બરના રોજ રિલીઝ થનારી આ ફિલ્મને લઈ ચાહકો ખુબ જ ઉત્સાહિત છે. સોશિયલ મીડિયા પર કંતારા ચેપ્ટર 1નું ટ્રેલર ચાહકોને ખુબ પસંદ આવી રહ્યું છે. આ વચ્ચે હવે ફિલ્મની સ્ટારકાસ્ટની ફી પણ સામે આવી છે. ઋષભ શેટ્ટીએ મોટો ચાર્જ લઈ બધા સ્ટારને પાછળ છોડી દીધા છે. ઋષભ શેટ્ટીએ કેટલો ચાર્જ લીધો છે. ચાલો વિસ્તારથી જાણીએ.
ઋષભ શેટ્ટીએ બધાને પાછળ છોડી દીધા
કંતારા ચેપ્ટર-1ના લીડ અભિનેતા ઋષભ શેટ્ટી આ ફિલ્મના ડાયરેક્ટર પણ છે. ઋષભ શેટ્ટી ફિલ્મમાં સૌથી મોટો ચાર્જ લેનાર અભિનેતા છે. એક રિપોર્ટ મુજબ ઋષભ શેટ્ટીએ આ ફિલ્મ માટે 100 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે. ફિલ્મનું બજેટ 125 કરોડ બતાવવામાં આવી રહ્યું છે. ઋષભ શેટ્ટીનો ચાર્જ સાંભળી અન્ય સ્ટારની ચર્ચા થઈ રહી છે.ઋષભ શેટ્ટીની ફિલ્મ “કંતારા ચેપ્ટર 1” નું ટ્રેલર આવી ગયું છે. ટ્રેલરની ઘણા સમયથી આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. 2 મિનિટ 56 સેકન્ડનું આ ટ્રેલર ચાહકોને પસંદ આવી રહ્યું છે,
અન્ય સ્ટારનો ચાર્જ જોઈએ
ફિલ્મની અભિનેત્રી રુક્મણિ વસંતે 3 કરોડ રુપિયા લીધા છે. તેમજ જયરામે 1 કરોડ, ગુલશન દૈવૈયાએ પણ 1 કરોડનો ચાર્જ લીધો છે. સપ્તમી ગૌડાએ 2 કરોડ ચાર્જ લીધો છે. ઋષભ શેટ્ટીની સાથે સાથે ફિલ્મમાં રુક્મણિ, જયરામ, ગુલશન અને સપ્તમી ગૌડાનું પાત્ર ખુબ મહત્વનું છે. ટ્રેલરમાં આ સ્ટારનો લુક ચાહકોને પસંદ આવ્યો છે. હવે થિયેટરમાં આવ્યા બાદ જોવાનું રહેશે કે, ફિલ્મ હિટ જાય છે કે,
તમને જણાવી દઈએ કે, કંતારા ચેપ્ટર-1નું ટ્રાઈટલ ટ્રેક દિલજીત દોસાંઝે આપ્યું છે.ટ્રેલરમાં દિલજીતનો અવાજ સાંભળીને સિંગરના ચાહકો ખૂબ જ ખુશ થયા હતા. નિર્માતાઓએ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું ત્યારથી ચાહકો ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 2 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. હવે એવું લાગે છે કે આ ફિલ્મ આ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક બની શકે છે.
