ઓસ્કર કમિટીમાં સામેલ થવા માટે બોલાવાયેલ પહેલો સાઉથ સ્ટાર છે સૂર્યા, કાજોલને પણ મળ્યું આમંત્રણ, અજય દેવગને આ રીતે આપ્યા અભિનંદન

કાજોલને (Kajol) મંગળવારે ધ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ટ સાઈન્સ દ્વારા 2022ની કેટેગરી માટે ગેસ્ટ લિસ્ટની યાદીમાં નોમિનેટ કરવામાં આવી હતી.

ઓસ્કર કમિટીમાં સામેલ થવા માટે બોલાવાયેલ પહેલો સાઉથ સ્ટાર છે સૂર્યા, કાજોલને પણ મળ્યું આમંત્રણ, અજય દેવગને આ રીતે આપ્યા અભિનંદન
kajol and suriya
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Jun 29, 2022 | 6:31 PM

બોલિવુડ જગત માટે એક સારી ખબર આવી રહી છે. બોલિવુડ એક્ટ્રેસ કાજોલને (Kajol) ઓસ્કર સમિતિમાં સામેલ થવા માટે આમંત્રિત કરવામાં આવી છે. આ સમિતિમાં પહેલાથી જ એ આર રહેમાન, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, વિદ્યા બાલન, આમિર ખાન અને સલમાન ખાન પણ સામેલ છે. કાજોલને મંગળવારે ધ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ટ સાઈન્સ દ્વારા જાહેર કરવામાં આવેલી 2022ની કેટેગરી માટે ગેસ્ટ લિસ્ટની યાદીમાં નોમિનેટ કરવામાં આવી હતી. કાજોલ સિવાય સાઉથ એક્ટર સૂર્યાને (Suriya) પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પહેલો સાઉથ એક્ટર છે જેને ઓસ્કર કમિટિ માટે બોલવામાં આવી છે.

કાજોલ આ વર્ષે સભ્ય બનનાર એકમાત્ર એક્ટ્રેસ

કાજોલ આ વર્ષે સભ્ય બનવા માટે આમંત્રિત થયેલી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એકમાત્ર એક્ટ્રેસ છે. કાજોલ આવતા મહિને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ત્રણ દાયકા એટલે કે 30 વર્ષ પૂરા કરશે. આ વર્ષે ઓસ્કાર કમિટીમાં આમંત્રિત કરાયેલા 397 નવા સભ્યોમાં તેનો સમાવેશ થાય છે. જો એક્ટ્રેસ કાજોલ આમંત્રણ સ્વીકાર કરી લે છે, તો તે આવતા વર્ષે 95મા એકેડેમી પુરસ્કાર માટે મતદાન કરવા માટે યોગ્ય બનશે. કાજોલે હજી સુધી આ સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેના પતિ અને એક્ટર અજય દેવગને તેને ટ્વિટ કરીને અભિનંદન આપ્યા છે.

સાઉથ એક્ટર સૂર્યાને પણ આમંત્રિત કરવામાં આવ્યો છે

એક્ટ્રેસ કાજોલ સિવાય ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વધુ પાંચ સભ્યોને સમિતિમાં સામેલ થવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. જેમાં સાઉથનો સુપરસ્ટાર સૂર્યા પણ સામેલ છે. એક્ટર સૂર્ય કોસોરારઈ પોત્રુ અને જય ભીમ માટે આંતરરાષ્ટ્રીય ઓળખ મળી હતી. તેમના સિવાય પટકથા લેખક અને ફિલ્મ નિર્માતા રીમા કાગતીને પણ સમિતિમાં સામેલ થવા આમંત્રિત કરવામાં આવી છે.

લેખક કેટેગરીમાં રીમા કાગતીને પણ આમંત્રણ

એક્ટ્રેસ કેટેગરીમાં સિવાય રીમા કાગતીને લેખક કેટેગરીમાં પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. રીમા કાગતીએ ઝોયા અખ્તર સાથે ઝિંદગી ના મિલેગી દોબારા, તલાશ અને ગલી બોય જેવી ફિલ્મો માટે પટકથાની સ્ક્રિપ્ટો લખી છે. જેના લીધે રીમા કાગતીને લેખક કેટેગરી તરફથી પણ આમંત્રણ મળ્યું છે. આ સિવાય એંગ્રી ઈન્ડિયન ગોડેસેજ અને લાસ્ટ ફિલ્મ શો જેવી ફિલ્મોના નિર્દેશન માટે જાણીતા પાનને નિર્દેશકોની કેટેગરીમાંથી આમંત્રિત કરવામાં આવ્યા છે. સુષ્મિત અને રિન્ટુના પ્રોજેક્ટ રાઈટીંગ વિથ ફાયરને આ વર્ષના એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. તેમને ડોક્યુમેન્ટ્રીની કેટેગરીમાં પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati