AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jiah Khan Case: સૂરજ પંચોલીએ નિર્દોષ જાહેર થયા બાદ સલમાન ખાન અને સુનીલ શેટ્ટી માટે કેમ કહી આ વાત

Sooraj Pancholi News: સૂરજ પંચોલી જિયા ખાનને (Jiah Khan) આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. 10 વર્ષ જૂના આ કેસમાં ચુકાદો આપતાં કોર્ટે સૂરજ પંચોલીને મોટી રાહત આપી છે.

Jiah Khan Case: સૂરજ પંચોલીએ નિર્દોષ જાહેર થયા બાદ સલમાન ખાન અને સુનીલ શેટ્ટી માટે કેમ કહી આ વાત
Salman Khan - Suniel Shetty - Sooraj Pancholi
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2023 | 6:52 PM
Share

Jiah Khan Case Sooraj Pancholi: જિયા ખાન સુસાઈડ કેસમાં મુંબઈની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે ફિલ્મ એક્ટર સૂરજ પંચોલીને જીયાને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાંથી રાહત આપી છે. આ નિર્ણય આવ્યા બાદ સૂરજ પંચોલી અને તેના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ જિયાની માતા રાબિયાએ કહ્યું કે તે આ મામલાને ઉચ્ચ અદાલતમાં લઈ જશે.

આ કેસ લગભગ 10 વર્ષ સુધી ચાલ્યો. કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર થયા બાદ સૂરજ પંચોલીએ મીડિયાને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો અને આ દરમિયાન તેને ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. મુશ્કેલ સમયમાં તેને કોણે સાથ આપ્યો તે સવાલના જવાબમાં સૂરજે પહેલું નામ સલમાન ખાનનું લીધું.

સલમાન ખાન અને સુનીલ શેટ્ટીનું લીધું નામ

સૂરજ પંચોલીએ કહ્યું કે સપોર્ટ કરવામાં સૌથી મોટું નામ સલમાન ખાન સરનું છે. આ દરમિયાન તેને એ પણ જણાવ્યું કે સુનીલ શેટ્ટી, નિખિલ અડવાણી, ભૂષણ રૂપમા, અહમદ ખાન, રેમો ડિસૂઝા અને અથિયા શેટ્ટી જેવા કલાકારોએ પણ તેને સપોર્ટ કર્યો.

View this post on Instagram

A post shared by Sooraj P (@soorajpancholi)

સૂરજ પંચોલીએ કહ્યું કે ઘણા લોકો હતા, પરંતુ આ ઈન્ડસ્ટ્રીમાં મારે પોતાનો રસ્તો બનાવવો હતો. તેને કહ્યું કે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવું મુશ્કેલ હતું. સૂરજે કહ્યું કે તેને કામ માટે દરેકના દરવાજા ખખડાવ્યા.

જિયા ખાનની માતાએ શું કહ્યું?

જિયા ખાનની માતા રાબિયાએ કોર્ટના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી હતી. તેને કહ્યું કે મેં સીબીઆઈને મદદ કરી. પુરાવા એકઠા કર્યા અને તેમને આપ્યા. તેણે કહ્યું કે મારી પુત્રીના મોતને સીબીઆઈએ બરબાદ કરી નાખ્યું છે. રાબિયાએ દાવો કર્યો હતો કે સીબીઆઈએ કોઈ પુરાવા એકત્ર કર્યા નથી. તેનો દાવો છે કે તેણે પોતે દરેક પુરાવા એકઠા કર્યા અને સીબીઆઈ સમક્ષ મૂક્યા.

આ પણ વાંચો: Exclusive: 36 વર્ષથી બંધ પડેલી વેરાન કોલેજમાં ‘યુ-ટર્ન’ના ક્લાઈમેક્સનું શૂટિંગ કરવું હતું ડરામણું: અલાયા ફર્નિચરવાલા

જિયા ખાને 3 જૂન 2013ના રોજ મુંબઈમાં આત્મહત્યા કરી હતી. ત્યારબાદ તેની પાસેથી એક સુસાઈડ નોટ મળી હતી. આ પછી પોલીસે આ કેસમાં સૂરજ પંચોલીની ધરપકડ કરી હતી. પરંતુ જુલાઈમાં જ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">