OTT Movie: દરેક વ્યક્તિ OTT પર નવી સિરીઝ અને ફિલ્મ રિલીઝ થવાની રાહ જોતા હોય છે. OTTના વધી રહેલા ક્રેઝે દર્શકો ખુબ પસંદ કરે છે. મનોરંજનની દ્રષ્ટિ 2 દિવસ ખુબ મહત્વના રહેશે. આ અઠવાડિયે OTT પર આવી રહેલી ફિલ્મો અને સિરીઝ તમને મનોરંજન (Entertainment)નો ડબલ ડોઝ આપશે. સ્કેમ 1992માં પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલમાં સ્થાન બનાવનાર પ્રતિક ગાંધી (Pratik Gandhi) ફરી એકવાર આપણું મનોરંજન કરવા આવી રહ્યા છે.તો ચાલો જાણીએ રિલીઝ થનારી ફિલ્મો અને સિરીઝ વિશે
ઓટીટીની દુનિયામાં મર્ડર મિસ્ટ્રી પર આધારિત એક નવી વેબ સીરિઝ ધમાલ મચાવી રહી છે. આ અઠવાડિયે રિલીઝ થનારી સીરિઝ હશ-હશ દ્વારા 90ના દશકની મશહુર અભિનેત્રી જુહી ચાવલા અને આયશા ઝુલ્કા ઓટીટીની દુનિયામાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ સિરીઝમાં સોહા અલી ખાન અને કૃતિકા કામરા પણ જોવા મળશે. સિરીઝ 22 સપ્ટેમ્બરના રોજ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે.
નેટફ્લિક્સની મશહુર ક્રાઈમ થ્રિલર સિરીઝ જામતાડા બીજી સીઝનની સાથે ઓટીટી પર પર આવવા તૈયાર છે. જામતાડાની પ્રથમ સીઝનને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે.ત્યારે લોકોનું મનોરંજન પુરુ પાડવા માટે તૈયાર છે. આ સિરીઝ 23 સપ્ટેમ્બરના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.
ઉત્તર ભારતના બાઉન્સર ટાઉન, અસોલા ફતેપુર પર આધારિત ફિલ્મ બબલી બાઉન્સર પણ ઓટીટી પર રિલીઝ થશે, નિર્દેશક મધુર ભંડારકરની આ ફિલ્મ 23 સપ્ટેમ્બરના રોજ ડિઝની પ્લઝ હોટસ્ટાર પર રિલીઝ થશે. આ ફિલ્મ હિંન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે. જેમાં તમન્ના ભાટિયા મુખ્ય ભુમિકામાં જોવા મળશે.
હાર્દિક ગજ્જર દ્વારા નિર્દિશિત હોરર કોમેડી ફિલ્મ અતિથિ ભૂતો ભવ પણ આ અઠવાડિયે રિલીઝ થશે. ફિલ્મમાં પ્રતિક શ્રીકાંત શિરોડકર નામનું પાત્ર નિભાવી રહ્યો છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો ફિલ્મમાં પ્રતિક ઉર્ફ શ્રીકાંત એક એવા ભુતને મળે છે. જે દાવો કરે છે કે, પહેલા જન્મમાં તે શ્રીકાંતનો પૌત્ર હતો. પ્રતિક ગાંધી સિવાય ફિલ્મમાં જેકી શ્રોફ, શરમીન સેગલ અને દિવિના ઠાકુર પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 23 સપ્ટેમ્બરના રોજ ઝી 5 પર સ્ટ્રીમ થઈ શકે છે.