AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

International Yoga Day: બોલિવૂડ સેલેબ્સે આ રીતે ઉજવ્યો યોગ દિવસ, Shilpa Shetty થી લઈને Sara Ali Khan સુધી યાદીમાં છે સામેલ

આજે એટલે કે 21 જૂને, 7 મા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહ્યી છે. આવી સ્થિતિમાં બધા સેલેબ્સ પણ આ ખાસ દિવસની ઉજવણી કરી રહ્યા છે. સારા અલી ખાનથી લઈને માધુરી દીક્ષિત સુધીના યોગ કરતા ફોટો શેર કરીને દરેકને તે યોગ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે

International Yoga Day: બોલિવૂડ સેલેબ્સે આ રીતે ઉજવ્યો યોગ દિવસ, Shilpa Shetty થી લઈને Sara Ali Khan સુધી યાદીમાં છે સામેલ
Shilpa Shetty, Sara Ali Khan
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 21, 2021 | 1:08 PM
Share

આજે દરેક યોગા દિવસની ઉજવણી કરી રહ્યા છે. દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. વડા પ્રધાનથી માંડીને બોલિવૂડના સેલેબ્સ સુધી દરેક જણ આજે યોગનું મહત્વ જણાવી રહ્યા છે. આજે એટલે કે 21 જૂને, 7 મા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહ્યી છે. આવી સ્થિતિમાં બધા સેલેબ્સ પણ આ ખાસ દિવસની ઉજવણી કરી રહ્યા છે.

આ ભાગ દોડ ભરી લાઇફમાં, પોતાને સ્વસ્થ રાખવા માટે યોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, હવે સારા અલી ખાન (Sara Ali Khan) થી લઈને માધુરી દીક્ષિત (Madhuri Dixit) સુધીના યોગ કરતા ફોટો શેર કરીને દરેકને તે કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે

યોગા કરતો પોતાનો ફોટો શેર કરતી વખતે સારા અલી ખાને લખ્યું છે કે યોગ પોતાની, પોતાના માધ્યમ દ્વારા, પોતાના સુધીની યાત્રા છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા.

અનુપમ ખેરે (Anupam Kher) લખ્યું છે કે મારા અંગત જીવનમાં યોગાએ ન માત્ર શારીરિક રીતે મને સંતુલિત રાખ્યો છે, પરંતુ દરેક પરિસ્થિતિનો સામનો કરવાની માનસિક શક્તિ પણ આપી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. વિશ્વને ભારતની આ ભેટ અનોખી છે, જય હિન્દ

View this post on Instagram

A post shared by Anupam Kher (@anupampkher)

મોહનલાલે (Mohanlal) પોતાનો ફોટો શેર કર્યો અને લખ્યું કે તંદુરસ્ત જીવન માટે કરો યોગા અભ્યાસ

વીડિયો શેર કરતાં, માધુરીએ લખ્યું છે કે, ” આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરતા યોગમાં મારી સાથે જોડાઓ, એક આસન બતાવતા લખ્યું કે આ તમારા પગ અને શરીરના નીચેના હિસ્સેની માંસપેશિયોને મજબૂત બનાવવામાં અને તમારા ન્યુરોમસ્ક્યુલર સંકલનમાં સુધાર કરવા માટે એક બહેતરીન મુદ્રા છે.” મને આશા છે કે તમે યોગની આ વિશેષ શ્રેણીનો મારી સાથે આનંદ લિધો. પોઝની રીલ રીમિક્સ બનાવો અને મારી સાથે જોડાઓ.

વિશ્વ યોગ દિવસની શુભેચ્છા, શ્વાસ… આ મહત્વનું કાર્ય છે જે શરીર કરે છે, વિશ્વ યોગ દિવસ પર, ચાલો ભ્રમરી પ્રાણાયામનો અભ્યાસ કરીને શરુઆત કરીએ. આ સાથે શિલ્પા શેટ્ટીએ (Shilpa Shetty) યોગના ઘણા ફાયદા પણ જણાવ્યા હતા. અભિનેત્રીએ કહ્યું કે તે મનને શાંત કરે છે અને તાણ ઘટાડે છે અને એકાગ્રતામાં સુધારો કરે છે અને ચિંતાને ઘટાડે છે.

મલાઈકા અરોરા (Malaika Arora) ઘણી વખત મુશ્કેલ યોગાસન કરતી વખતે તેમની તસ્વીરો શેર કરતી રહે છે. અભિનેત્રી સતત તેમની તસ્વીરો શેર કરતી રહે છે.

ફિટનેસ ફ્રીક મિલિંદ સોમાને (Milind Soman) તેમના ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે, ચાલો યોગ કરીએ અને ખુશી ફેલાવીએ.

તાપસી પન્નુ (Taapsee Pannu) એ પણ તેમના ઘરે યોગ કરતી વખતે એક ફોટો શેર કર્યો છે અને તેની સાથે યોગ વિશેની એક નોટ પણ શેર કરી છે.

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

આલિયા ભટ્ટે (Alia Bhatt) જુદા જુદા યોગ આસનો કરતા હોવાનો એક વીડિયો શેર કર્યો છે. સાથે, આ ખાસ દિવસની અભિનેત્રીએ શુભેચ્છાઓ પાઠવી છે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">