Exclusive: સોનાલી બેન્દ્રેએ તેની કેન્સર સામેની લડાઈને કરી યાદ, કહ્યું – “હું નથી માનતી કે મારી લડાઈ પ્રેરણાદાયી છે”
સોની ટીવીના ડાન્સ શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં સીઝન 3માં જજ મલાઈકા અરોરાને બોલિવુડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે (Sonali Bendre Behl) રિપ્લેસ કરવા જઈ રહી છે. તેની એન્ટ્રી માટે ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે. સોની ટીવીનો આ શો 8 એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યો છે.

Sonali Bendre Behl On Cancer Battle: સોની ટીવીની ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 3 ની નવી જજ સોનાલી બેન્દ્રેને 2018માં મેટાસ્ટેટિક કેન્સરનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે સારવાર બાદ હવે તે કેન્સર મુક્ત છે. તેમની રિકવરી દરમિયાન તેને જબરદસ્ત ધીરજ અને ઈચ્છાશક્તિ દર્શાવી. પરંતુ TV9 સાથે વાત કરતી વખતે સોનાલીએ કહ્યું કે તેણી માનતી નથી કે તેની લડાઈ પ્રેરણાદાયી છે.
સોનાલી બેન્દ્રેએ કહ્યું કે, હું હંમેશા હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરતી રહી છું. આ જ કારણ છે કે બીમારી પછી પણ મારી લાઈફસ્ટાઈલમાં મોટાભાગના ફેરફારો આવ્યા નથી, પરંતુ મારું વર્તન બદલાયું છે. અવેરનેસ ચોક્કસપણે આવી છે. હું એ પણ કહેવા માંગુ છું કે સાથી જજ ગીતા કપૂર જે એક શબ્દ કહે છે તે હમ્બલિંગ છે એટલે કે વિનમ્રતા આપણામાં આવી ગઈ છે.
સોનાલીએ જણાવ્યું સ્પર્ધકોના માતા-પિતાનું સ્ટ્રગલ
વધુમાં સોનાલીએ કહ્યું કે હું નથી ઈચ્છતી કે હું લોકોનું ઈન્સ્પિરેશન બનું. પરંતુ જો હું કોઈને પ્રોત્સાહિત કરતી હોઉં તો તે તેમની મહાનતા છે પરંતુ આ માટે મારે વિનમ્ર બનવું જોઈએ. તમે શોમાં એ પણ જોશો કે બાળકો જે પ્રકારની મુશ્કેલીઓમાંથી આવે છે, તેમના માતા-પિતા જે મુશ્કેલીઓનો સામનો કરે છે અને તેમને આગળ મોકલે છે, તે પ્રેરણાદાયી છે.
સોનાલીએ કહ્યું, શોમાં આવેલા ઘણા માતા-પિતાએ જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેની સામે મારી બીમારી કંઈ નથી. તેમની સ્ટોરી આપણને અહેસાસ કરાવે છે કે આપણે હમ્બલ રહેવું જોઈએ. મારી પાસે એક મહાન સપોર્ટ સિસ્ટમ હતી. મારી પાસે તે તાકાત હતી, જેમાં બેસ્ટ ટ્રીટમેન્ટનો ખર્ચો કરી શકું. હું મારી જાતને ધન્ય ગણીશ.
લોકોથી પ્રેરિત થાય છે સોનાલી
ઈન્ડિયાની બેસ્ટ ડાન્સરે વધુમાં કહ્યું કે હું હંમેશા આ વસ્તુઓ માટે આભારી રહીશ. મને આશ્ચર્ય થાય છે કે લોકો મારાથી પ્રેરિત થાય છે પરંતુ હું દરરોજ તે લોકો દ્વારા પ્રેરિત થવુ છું, જેમની રોજિંદા જીવનમાં સ્ટોરી સાંભળું છું અથવા જોઉં છું.
આ પણ વાંચો : કોણ છે પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ના હનુમાન? અજય દેવગનની ‘તાન્હાજી’માં કર્યો હતો મહત્વનો રોલ
રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળશે સોનાલી
તમને જણાવી દઈએ કે સોનાલી બેન્દ્રે સોની ટીવીના ડાન્સ રિયાલિટી શોમાં પહેલીવાર જજનો રોલ પ્લે કરી રહી છે. આ પહેલા તેણે ડાન્સ રિયાલિટી શોમાં ઘણા બાળકોને જજ કર્યા હતા. પરંતુ આ વખતે તે મોટી ઉંમરના સ્પર્ધકોને તેમની ડાન્સિંગ ટેલેન્ટ પર જજ કરશે. સોની ટીવીનો આ શો 8 એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યો છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…