AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોણ છે પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ના હનુમાન? અજય દેવગનની ‘તાન્હાજી’માં કર્યો હતો મહત્વનો રોલ

Adipurush Hanuman: પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ 'આદિપુરુષ'માં (Adipurush) હનુમાનનો રોલ પ્લે કરનાર એક્ટરની ખૂબ ચર્ચા થઈ રહી છે. મજબૂત પર્સનાલિટી ધરાવતો આ એક્ટર મરાઠી ફિલ્મોનો જાણીતો ચહેરો છે. જાણો કોણ છે 'આદિપુરુષ'ના હનુમાન?

કોણ છે પ્રભાસની ફિલ્મ 'આદિપુરુષ'ના હનુમાન? અજય દેવગનની 'તાન્હાજી'માં કર્યો હતો મહત્વનો રોલ
Adipurush Hanuman Devadatta Gajanan
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2023 | 7:01 PM
Share

Who Is Adipurush Hanuman: એક્ટર પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ ‘આદિપુરુષ’ ચર્ચામાં છે. હનુમાન જયંતિના અવસર પર ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં એક્ટરનો દમદાર લુક જોવા મળી રહ્યો છે. પરંતુ ઘણા લોકો ઓળખી શકતા નથી કે આ કલાકાર કોણ છે? જો તમે પણ આવું જ વિચારતા હોવ તો તમને જણાવી દઈએ કે આદિપુરુષના હનુમાન કોણ છે?

આદિપુરુષમાં હનુમાનનું પાત્ર ભજવી રહેલા એક્ટરનું નામ દેવદત્ત ગજાનન નાગે છે. દેવદત્ત મરાઠી ફિલ્મોનો જાણીતો એક્ટર છે. તેને ઘણી મરાઠી ફિલ્મો અને સિરિયલોમાં શાનદાર એક્ટિંગ કરી છે. દેવદત્ત ટીવી સિરિયલ ‘જય મલ્હાર’માં ભગવાન ખંડોબાના રુપમાં જોવા મળ્યો હતો. તેનો આ રોલ લોકોને ઘણો પસંદ આવ્યો હતો. તેને 2015માં બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો છે.

મરાઠી ફિલ્મોનો ફેમસ એક્ટર છે દેવદત્ત

દેવદત્તે ઘણી હિન્દી ફિલ્મો અને સિરિયલોમાં પણ કામ કર્યું છે. તેને ‘વીર શિવાજી’, ‘દેવ્યાની’, ‘બાજીરાવ મસ્તાની’ જેવા ટીવી શોમાં કામ કર્યું છે. 41 વર્ષના દેવદત્ત મહારાષ્ટ્રના અલીબાગનો રહેવાસી છે. કલર્સ ટીવીની ફેમસ સીરિયલ ‘વીર શિવાજી’થી તેને હિન્દી ટીવીમાં ડેબ્યુ કર્યું હતું. દેવદત્તે હિન્દી ફિલ્મ ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા’થી હિન્દી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. આ પછી તે અજય દેવગનની ફિલ્મ ‘તાન્હાજી માલુસરે’ અને ‘લાગી તુઝસે લગન’માં પણ જોવા મળ્યો છે.

આ પણ વાંચો : Parineeti Chopra Engagement: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈની તારીખ આવી સામે, ચાર દિવસ પછી દિલ્હીમાં થશે એગેજમેન્ટ?

ફિટનેસને લઈને ચર્ચામાં રહે થે દેવદત્ત

દેવદત્ત તેની ફિટનેસ અને બોડીને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. દેવદત્તને જીમમાં પરસેવો પાડવો ગમે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 25 હજારથી વધુ ફોલોઅર્સ છે. દેવદત્ત પોતાના ફોટા અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેયર કરતા રહે છે. તેની ફિટનેસના કારણે તેને આદિપુરુષમાં હનુમાનનો રોલ મળ્યો.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">