Vikram Vedha Trailer Out: ફિલ્મ વિક્રમ વેધાનું ટ્રેલર રિલીઝ, ઋતિક અને સૈફની ધમાકેદાર એકશન મળી જોવા, જુઓ ટ્રેલર

ઋતિક રોશન અને સૈફ અલી ખાનના ચાહકો લાંબા સમયથી ફિલ્મ વિક્રમ વેધાની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. બંને પહેલીવાર સ્ક્રીન પર એકબીજા સાથે ટકરાતા જોવા મળશે.

Vikram Vedha Trailer Out: ફિલ્મ વિક્રમ વેધાનું ટ્રેલર રિલીઝ, ઋતિક અને સૈફની ધમાકેદાર એકશન મળી જોવા, જુઓ ટ્રેલર
ફિલ્મમાં જોવા મળી બંન્ને કલાકારોની દમદાર એક્શનImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2022 | 3:46 PM

Vikram Vedha Trailer Out: ઋતિક રોશન અને સૈફ અલી ખાનના ચાહકો જે ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. તે હવે થોડા સમયમાં જ રિલીઝ થશે. ઋતિક રોશન અને સૈફ અલી ખાન (SaifAli Khan)ની આગામી ફિલ્મ વિક્રમ વેધા (Vikram Vedha)નું ટ્રેલર આજે એટલે કે, ગુરુવારના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર એક્શનથી ભરપુર છે. આ એક થ્રિલર એક્શન ફિલ્મ છે. જેને પુષ્કર અને ગાયત્રીએ ડાયરેક્ટ કર્યું છે. ફિલ્મમાં સૈફ અલી ખાન અને ઋતિક રોશન (Hrithik Roshan) સિવાય રાધિકા આપ્ટે, રોહિત સરફ, યોગિતા બિહાની, સત્યદીપ મિશ્રા અને શારિબ હાશમી મહત્વની ભુમિકામાં જોવા મળશે.

અહીં જુઓ વિક્રમ વેધાનો ટ્રેલર વીડિયો

ફિલ્મમાં જોવા મળી બંન્ને કલાકારોની દમદાર એક્શન

ટી-સિરીઝે પોતાના યુટ્યુબ ચેનલ પર ફિલ્મ વિક્રમ વેધાનું ટ્રેલર રિલીઝ કર્યું છે. ટ્રેલર જોવામાં ખુબ મજેદાર લાગી રહ્યું છે. જે દર્શકોની ઉત્સુક્તા વધારી દે છે. 2 મિનિટ 50 સેકન્ડના આ ટ્રેલર વીડિયોની શરુઆત સૈફ અલી ખાન અને ઋતિક રોશનના એક લુકથી થાય છે. ટ્રેલર જોઈને લાગી રહ્યું છે કે બંન્ને વેચ્ચે જોરદાર ટક્કર થવાની છે. થોડા સમયમાં જ ઋતિક રોશન અને સૈફ અલી ખાન પોતપોતાના અંગત જીવનને બતાવવાનું શરૂ કરે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

મેકર્સ ફિલ્મનું પહેલું ગીત રિલીઝ કરવાની તૈયારી કરી

એક તરફ જ્યાં ગુંડાગીરી કરતો ઋતિક ક્યારેક કોઈની સાથે તો ક્યારેક કોઈની સાથે લડતો જોવા મળ્યો છે. સૈફ અલી ખાન પોતાની પોલિસની નોકરી અને પત્ની -ગર્લફેન્ડની સાથે ખુશ જોવા મળી રહ્યો છે તો પછી એવું શું થાય છે કે ઋતિક રોશન અને સૈફ અલી ખાન આમને-સામને થાય છે. આ જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ટ્રેલર બાદ હવે તેના મેકર્સ ફિલ્મનું પહેલું ગીત રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ વિક્રમ વેધાનું ગીત આલ્કોહોલિયા 13 સપ્ટેમ્બરે રિલીઝ થઈ શકે છે. જો કે આ અંગે ફિલ્મના મેકર્સ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

એક્શનથી ભરપુર છે ફિલ્મ

તમને જણાવી દઈએ કે ‘વિક્રમ વેધા’ પુષ્કર-ગાયત્રી દ્વારા લખાયેલ અને નિર્દેશિત એક એક્શન-થ્રિલર ફિલ્મ છે. વિક્રમ વેધાની વાર્તા ટ્વિસ્ટ અને ટર્ન્સથી ભરેલી છે. ફિલ્મમાં, વિક્રમ (સૈફ અલી ખાન), એક પોલીસ, એક ખતરનાક ગેંગસ્ટર વેધા (રિતિક રોશન)ને શોધવા નીકળે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">