Vikram Vedha : હૃતિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ 'વિક્રમ વેધા'નું ટીઝર રિલીઝ, જુઓ વીડિયો

Vikram Vedha : હૃતિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ ‘વિક્રમ વેધા’નું ટીઝર રિલીઝ, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2022 | 1:00 PM

આ ફિલ્મ એ જ નામની 2017ની તમિલ ફિલ્મની રિમેક છે. સૈફ અલી ખાન અને રિતિક રોશનની આ ફિલ્મમાં પણ જબરદસ્ત એક્શન છે.

Vikram Vedha : ઋતિક રોશન (Hrithik Roshan) અને સૈફ અલી ખાન સ્ટાર વિક્રમ વેધા (Vikram Vedha)નું ધમાકેદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટીઝર એક્શન સીનથી ભરપુર છે. ટીઝર જોઈ એવું લાગી રહ્યું છે કે, ફિલ્મની સ્ટોરી ખુબ દિલચસ્પ છે. ફિલ્મનું 1 મિનિટ 46 સેકેન્ડ લાંબુ ટીઝર વિક્રમ વેધાની દુનિયાને રુબરુ કરાવે છે. ટીઝર પરથી લાગી રહ્યું છે કે ફિલ્મની વાર્તા રસપ્રદ બનવાની છે. ફિલ્મનું 1 મિનિટ 46 સેકન્ડ લાંબુ ટીઝર ‘વિક્રમ વેધ’ની દુનિયાને રજૂ કરી રહ્યું છે. ટીઝરમાં એક્શન સિક્વન્સની ઝલક પણ જોવા મળી રહી છે. આ ફિલ્મ 2017ની તમિલ ફિલ્મની રિમેક છે. આ ફિલ્મમાં આર. માધવન અને વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં હતા.

એક્શનથી ભરપુર છે ફિલ્મ

તમને જણાવી દઈએ કે, ‘વિક્રમ વેધા’ પુષ્કર-ગાયત્રી દ્વારા લખાયેલ અને નિર્દેશિત એક એક્શન-થ્રિલર ફિલ્મ છે. વિક્રમ વેદની વાર્તા ટ્વિસ્ટ અને ટર્ન્સથી ભરેલી છે. ફિલ્મમાં, વિક્રમ (સૈફ અલી ખાન), એક પોલીસ, એક ખતરનાક ગેંગસ્ટર વેધા (રિતિક રોશન)ને શોધવા નીકળે છે.

હૃતિકે સૈફના વખાણ કર્યા

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ અભિનેતા ઋતિક રોશને સૈફ અલી ખાનના વખાણ કર્યા છે. પહેલા તો સૈફ અલી ખાન હૃતિક રોશન પાસેથી તેના વખાણ સાંભળીને ઘણો ખુશ હતો, પરંતુ બીજી જ ક્ષણે તે થોડો અસહજ દેખાતો હતો. જાણકારી માટે તમને એ પણ જણાવી દઈએ કે, હૃતિક રોશન અને સૈફ અલી ખાનની જોડી આ પહેલા ફિલ્મ ના તુમ જાનો ના હમમાં જોવા મળી હતી. આ ફિલ્મ વર્ષ 2002માં રિલીઝ થઈ હતી. 20 વર્ષ પછી બંને કલાકારો હવે સાથે જોવા મળવાના છે. જેના માટે ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત છે.

‘વિક્રમ વેધા’ ગુલશન કુમાર, ટી-સિરીઝ ફિલ્મ્સ અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા ફ્રાઈડે ફિલ્મવર્કસ અને YNOT સ્ટુડિયોના સહયોગથી પ્રસ્તુત કરવામાં આવે છે. આ ફિલ્મનું નિર્દેશન પુષ્કર અને ગાયત્રી દ્વારા કરવામાં આવ્યું છે અને એસ શશિકાંત અને ભૂષણ કુમાર દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થશે.

g clip-path="url(#clip0_868_265)">