AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Neha kakkar: એક સમયે રિયાલિટી શોમાં નિષ્ફળ રહેલી નેહા આજે છે સફળતાની ટોચ પર

નેહા કક્કરે (Neha kakkar)કલર્સના ફેમસ શો 'ના આના ઈઝ દેશ મેરી લાડો'નું ટાઈટલ સોંગ માટે બ્લેબેક કર્યું હતું. વર્ષ 2008 માં, નેહાએ મીત બ્રધર્સ દ્વારા કમ્પોઝ કરેલ આલ્બમ 'નેહા ધ રોક સ્ટાર' દ્વારા કરિયરની શરૂઆત કરી હતી.

Happy Birthday Neha kakkar: એક સમયે રિયાલિટી શોમાં નિષ્ફળ રહેલી નેહા આજે છે સફળતાની ટોચ પર
Neha Kakkar Birthday
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 9:04 AM
Share

રિમિક્સ સોંગ ‘દીલબર દીલબર….’ અને ‘સાકી સાકી….’ તેમજ ‘દીલ કો કરાર આયા….’ જેવા હિટ ગીતો (Superhit Song)દ્વારા જાણીતી થયેલી નેહા કક્કર (Neha kakkar)આજે બોલિવૂડની હાર્ટ થ્રોબ ગણાય છે તે ઘણો સંઘર્ષ કરીને આ સ્થાને પહોંચી છે. સફળ થયેલી નેહા કક્કરને આજે કોણ નથી ઓળખતું? ઘણા સંઘર્ષ બાદ તે આજે બોલિવૂડમાં એક સફળ પ્લેબેક સિંગર તરીકે ઓળખાય છે.

તેના પ્રશસંકોમાં તે સેલ્ફી ક્વીન તરીકે જાણીતી છે. નેહાએ વર્ષ 2006માં રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ 2’માં એક સામાન્ય સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો અને તે આ શોમાં જીતી શીક નહોતી. પરંતુ તેણે એખ ગાયક તરીકે આગળ વધવાનું નક્કી કરી લીધું જ હતું અને તેણે સંઘર્ષ ચાલુ રાખ્યો હતો અને આજે તે ફિલ્મો માટે મહત્વના પ્લેબેક કરી રહી છે. ત્યારે આજે નેહાના  જન્મદિવસ નિમિત્તે જાણીએ  તેના જીવન સાથે જોડાયેલી  કેટલીક રસપ્રદ વાતો…

ભારતીય શકીરા તરીકે ઓળખે છે તેના ચાહકો

ઈન્ડિયન આઈડલની બીજી સીઝનમાં નેહા કક્કર સ્પર્ધક તરીકે જોવા મળી હતી. નેહા કક્કરનો જન્મ 6 જૂન 1988ના રોજ ઉત્તરાખંડના ઋષિકેશમાં થયો હતો. નેહાને લોકો ભારતીય શકીરાના નામથી પણ બોલાવે છે. નેહાના પિતાનું નામ હૃષિકેશ કક્કર છે જે એક બિન-સરકારી સંસ્થામાં કામ કરતા હતા. તેની માતાનું નામ નીતિ કક્કર છે જે ગૃહિણી છે. નેહાની એક મોટી બહેન સોનુ કક્કર છે જે પોતે શાસ્ત્રીય ગાયક છે અને તેના ભાઈનું નામ ટોની કક્કર છે જે ગાયક અને સંગીત નિર્દેશક છે. નેહાએ તેનું પ્રારંભિક શિક્ષણ દિલ્હીની હોલી પબ્લિક સ્કૂલમાંથી કર્યું છે. જ્યારે તે 11મા ધોરણમાં ભણતી હતી, ત્યારે તે ‘ઇન્ડિયન આઇડલ 2’માં પ્રતિભાગી તરીકે જોવા મળી હતી.

બાળપણથી જ કર્યો સંઘર્ષ

નેહાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તે અને તેની બહેન નાનપણથી જ ભજનો ગાવા જતા હતા. માત્ર 4 વર્ષના હતા ત્યારથી તેઓ માતાજીના જાગરણ અને તે સિવાયની પણ કોઈ ધાર્મિક ઉજવણીમાં તે લોકો ગાવા જતા હતા.

અંગત જીવનમાં રહી ઉથલપાથલ

નેહા કક્કરને હિમાંશ કોહલી નામનો બોયફ્રેન્ડ હતો. હિમાંશે યારિયા ફિલ્મથી કરિયરન ીસરૂઆત કરી હતી તેમજ નેહા અને હિમાંશે સાથે ગીતોમાં અભિનય પણ કર્યો છે. જોકે બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ તેમના સંબંધોમાં તિરાડ પડી હતી અને બંને છૂટા પડી ગયા હતા ત્યાર બાદ ત્યારબાદ નેહા કક્કરે વર્ષ 2020માં 24 ઓક્ટોબરના રોજ બોયફ્રેન્ડ રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. રોહન પ્રીત સિંહ પણ એક ગાયક જ છે.

નેહાએ કર્યા છે 1000 થી વધુ લાઈવ શો

નેહાએ કલર્સના ફેમસ શો ‘ના આના ઈસ દેશ મેરી લાડો’નું ટાઈટલ સોંગ પણ ગાયું છે. વર્ષ 2008 માં, નેહાએ મીટ બ્રધર્સ દ્વારા કમ્પોઝ કરેલ આલ્બમ ‘નેહા ધ રોક સ્ટાર’ દ્વારા પ્લેબેક સિંગિંગની શરૂઆત કર હતી. નેહાએ અત્યાર સુધી બોલિવૂડમાં ઘણા હિટ ગીતો આપ્યા છે. તેણે અત્યાર સુધી 1000 થી વધુ લાઈવ શો કર્યા છે. નેહા યુટ્યુબ પર પણ ઘણી જાણીતી છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">