AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Anushka Sharma: આ રીતે અનુષ્કાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બનાવી પોતાની ખાસ ઓળખ, જાણો તેના ફિલ્મી કરિયર વિશે

Happy Birthday Anushka Sharma: બોલિવુડમાં અનુષ્કા શર્માનું (Anushka Sharma) નામ એવી એક્ટ્રેસ તરીકે ગણવામાં આવે છે જેણે પોતાની બોલ્ડ એક્ટિંગથી દર્શકોમાં એક ખાસ ઓળખ બનાવી છે. આજે અનુષ્કા પોતાનો 35 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે.

Happy Birthday Anushka Sharma: આ રીતે અનુષ્કાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બનાવી પોતાની ખાસ ઓળખ, જાણો તેના ફિલ્મી કરિયર વિશે
Happy Birthday Anushka Sharma
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2023 | 12:01 AM
Share

Happy Birthday Anushka Sharma: બોલિવુડમાં અનુષ્કા શર્માનું નામ એવી એક્ટ્રેસ તરીકે ગણવામાં આવે છે, જેણે પોતાની બોલ્ડ એક્ટિંગથી દર્શકોમાં એક ખાસ ઓળખ બનાવી છે. 1 મે ​​1988ના રોજ જન્મેલી અનુષ્કા શર્માએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગ તરીકે કરી હતી.

બોલિવુડમાં અનુષ્કા શર્માએ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આદિત્ય ચોપરાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અનુષ્કા શર્માની સામે શાહરૂખ ખાન હતો. આ ફિલ્મમાં અનુષ્કા અને શાહરૂખની જોડી દર્શકોને ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.

વર્ષ 2010માં અનુષ્કા શર્માને ફરી એકવાર યશ રાજ બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’માં કામ કરવાની તક મળી. આ ફિલ્મમાં અનુષ્કા અને રણવીર સિંહની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. જો કે આ વર્ષે રિલીઝ થયેલી અનુષ્કાની ફિલ્મ ‘બદમાશ કંપની’ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ કરી શકી ન હતી.

અનુષ્કાને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો

વર્ષ 2011માં અનુષ્કા શર્માની ‘પટિયાલા હાઉસ’ અને ‘લેડીઝ વર્સીસ રિકી બહેલ’ જેવી ફિલ્મો રિલીઝ થઈ હતી પરંતુ બંને ફિલ્મો અપેક્ષિત સફળતા મેળવી શકી ન હતી. વર્ષ 2012માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જબ તક હૈ જાન’ની ગણતરી અનુષ્કાના કરિયરની સુપરહિટ ફિલ્મોમાં થાય છે. આ ફિલ્મમાં તેને કિંગ ઓફ રોમાન્સ યશ ચોપરાના નિર્દેશનમાં કામ કરવાની તક મળી, જેના માટે તેને બેસ્ટ સપોર્ટિગ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

અનુષ્કાના કરિયરની સૌથી સુપરહિટ ફિલ્મ પીકે

વર્ષ 2014માં અનુષ્કાના કરિયરની સૌથી સુપરહિટ ફિલ્મ ‘પીકે’ રીલિઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 340 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અનુષ્કા શર્માએ પણ વર્ષ 2015માં રિલીઝ થયેલી ફિલ્મ ‘NH10’ દ્વારા નિર્માતા તરીકે ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો.

અનુષ્કા શર્માની ‘બોમ્બે વેલ્વેટ’ અને ‘દિલ ધડકને દો’ જેવી ફિલ્મો વર્ષ 2015માં રિલીઝ થઈ હતી. વર્ષ 2017માં અનુષ્કા શર્માએ પણ ફિલ્મ ‘ફિલ્લૌરી’ દ્વારા ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં પગ મૂક્યો હતો. આ ફિલ્મમાં અનુષ્કાએ પણ કામ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. આ પછી અનુષ્કાએ વર્ષ 2018માં ફિલ્મ ‘પરી’ પ્રોડ્યુસ કરી હતી. વર્ષ 2017માં અનુષ્કાએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા. અનુષ્કાની ‘સંજુ’, ‘સુઈ ધાગા’ અને ‘ઝીરો’ વર્ષ 2018માં રિલીઝ થઈ હતી.

આ પણ વાંચો : Anushka Sharma Love Story: ઘણી રસપ્રદ છે અનુષ્કા-વિરાટની લવસ્ટોરી, એડ શૂટ દરમિયાન થઈ હતી પહેલી મુલાકાત

ચકદા એક્સપ્રેસમાં જોવા મળશે અનુષ્કા

તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા ટૂંક સમયમાં ચકદા એક્સપ્રેસમાં જોવા મળશે. આ ફિલ્મ ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત છે. અનુષ્કા છેલ્લે ચાર વર્ષ પહેલા શાહરૂખ ખાન સાથે ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં કેટરીના કૈફે પણ જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">