નયનતારાની જેમ હંસિકા મોટવાણીના લગ્ન પણ OTT પર સ્ટ્રીમ થશે ? જૂના કિલ્લામાં 7 ફેરા લેશે
જયપુરના 450 વર્ષ જૂના Mundota Fortમાં લગ્ન કરી રહેલી સાઉથ અભિનેત્રી હંસિકા મોટવાણી (Hansika Motwani)ના પ્રી-વેડિંગ ફંક્શન્સ 2 ડિસેમ્બરથી શરૂ થશે.
સાઉથની જાણીતી અભિનેત્રી હંસિકા મોટવાણી ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલાક ફોટો શેર કર્યા છે, જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે, હવે તે જલ્દી જ તેના બોયફ્રેન્ડ સોહેલ કથુરિયા સાથે સેટલ થઈ જશે. સોહેલ અને હંસિકા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંને એકબીજાને વર્ષોથી ઓળખે છે અને બિઝનેસ પાર્ટનર પણ છે.
હંસિકા મોટવાણીએ સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટોમાં આપણે જોઈ શકીએ છીએ કે, સોહેલ તેને એફિલ ટાવરની સામે લગ્ન માટે પ્રપોઝ કરે છે. હંસિકાએ ફોટો શેર કરતા એક રોમાન્ટિક કેપ્શન પોસ્ટ કર્યું છે. આ કેપ્શનમાં હંસિકાએ લખ્યું કે, હંમેશા માટે
લગ્નનું થઈ શકે છે લાઈવ સ્ટ્રીમિંગ
અહેવાલો અનુસાર પોતાના લગ્નનું લાઈવ સ્ટ્રીમિંગનું પ્લાન કરી રહી છે. ઓટીટી પ્લેટફોર્મ પર ટેલીકાસ્ટ કરવામાં આવશે પરંતુ હજુ સુધી ઓટીટી પ્લેટફોર્મનું નામ સામે આવ્યું નથી. તેમજ આ વિશે કોઈ ઓફિશિયલ અનાઉસ્મેન્ટ કરવામાં આવ્યું નથી પરંતુ એવું માનવામાં આવે છે કે, તેમના લગ્નનું લાઈવ સ્ટ્રીમિંગમાં ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર ટોપ પર દાવેદાર છે.
જયપુરમાં યોજાશે લગ્ન
જયપુરના 450 વર્ષ જુના Mundota Fortમાં લગ્ન સમારંભ યોજાશે. હંસિકાના પ્રી વેડિંગ ફંક્શન 2 ડિસેમ્બરથી શરુ થશે. 2 ડિસેમ્બરના રોજ હલ્દી સેરેમનીનો પ્રોગ્રામ 3 ડિસેમ્બરના રોજ મહેંદી અને સંગીતનો પ્રોગ્રોમ રાખવામાં આવ્યા છે. 4 ડિસેમ્બરના રોજ હંસિકા હંમેશા માટે સોહેલ કથૂરિયાને થઈ જશે. , હંસિકાના મંગેતર સોહેલ પહેલા પણ એક વખત લગ્ન કરી ચુક્યા છે, 2016માં તેણે રિંકી સાથે લગ્ન કર્યા પરંતુ ટૂંક સમયમાં જ તેમના લગ્ન તૂટી ગયા. તમને જણાવી દઈએ કે, હંસિકા સોહેલ અને રિંકીના લગ્નમાં મહેમાન બનીને પહોંચ્યા હતા.
અનેક મશહુર ફિલ્મોમાં કામ કર્યું
તમિલ અને તેલુગુ ફિલ્મો ઉપરાંત, હંસિકા મોટવાણીએ હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, કોઈ મિલ ગયા, આબરા કા ડબરા, મની હૈ તો હની હૈ તેની મુખ્ય હિન્દી ફિલ્મો છે. તે સાઉથની ફિલ્મો એન્ગેયમ કાધલ, વેલાયુધમ, ઓરુ કલ ઓ રૂકાનાડી, થિયા વેલાઈ સિયાનુમ કુમારુમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી છે.